Index
1     2    
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
 
૧૩ -ઈતર (મહેસુલી) વિસ્તારના વિકાસ માટેના સામાન્ય નિયમો.
 
૧૩
ઈતર (મહેસુલી) વિસ્તારના વિકાસ માટેના સામાન્ય નિયમો.
૧૩-૧ જમીન વિકાસ :-

 

૧૩-૧-૧
       કોઈ પણ જમીનમાં પ્લોટ, રસ્તાઓ, કોમન પ્લોટ તથા સતામંડળ સુચન કરે તે અન્ય જરૂરીયાતો દર્શાવી તેનો લેઆઉટ પ્લાન સત્તામંડળ પાસેથી મંજુર કરાવવામાં ન આવે ત્યાં સુધી તે મુજબ આ બાંધકામની પરવાનગી સત્તામંડળ દવારા આપવામાં આવશે નહીં.

૧૩-૧-ર
      પ્લોટ કે વસવાટ એકમની સપાટી તે જે રસ્તા પર આવેલ હોય તેના ગુરુત્તમ બિન્દુથી નીચી હોવી જોઈશે નહી. પરંતુ કોઈ પ્લોટ કે વસવાટ એકમની સપાટી રસ્તાના ગુરુત્તમ બીન્દુથી નીચે આવતી હોય છતાં વરસાદી પાણીનો સંતોષકારક રીતે નિકાલ થઈ શકશે તેવો સત્તામંડળને સંતોષ થશે તો પરવાનગી આપી શકશે.

૧૩-૧-૩
     સરકાર, સત્તામંડળ કે જાહેર સાહસો હસ્તકના જાહેર સેવાના મકાનોના બાંધકામ માટેના વિનિયમોમાં નિદ્દિષ્ટ કરવામાં આવેલ હોય તે લઘુતમ ક્ષેત્રફળ કરતા ઓછું ક્ષેત્રફળ હશે તો પણ પરવાનગી આપી શકાશે.

૧૩-૧-૪
     જમીનના સબ ડીવીઝન લેઆઉટ માટે જરુરીયાતોની પુર્તતા ન થાય ત્યા સુધી સત્તામંડળ લેઆઉટ પ્લાન મંજુર કરશે નહી.
(૧) દરેક વસવાટ એકમનું લઘુતમ ક્ષોત્રફળ આ વિનિયમોમાં નિહિત કર્યા અનુસારનું હોવું જોઈશે.
(ર) રહેણાંકના હેતુ માટેના લેઆઉટ પ્લાનમાં આંતરીક રસ્તાની પહોળાઈ અને ટેનામેન્ટ તથા માલીકી ધોરણના ટેનામેન્ટ ફલેટ પ્રકારના વિકાસમાં પ્રવેશ આપતા રસ્તાઓની પહોળાઈ નીચે મુજબની રહેશે.

 
લંબાઈ
આંતરીક રસ્તાની આવશ્યક પહોળાઈ
(૧) ૭પ મીટર (રપ૦ ફુટ) સુધી
૬ મીટર (ર૦ ફુટ)
(ર) ૭૬ મીટર થી ૧પ૦ મીટર વચ્ચે. (રપ૧ ફુટ થી પ૦૦ ફુટ)
૭.પ મીટર (રપ ફુટ)
(૩) ૧પ૧ મીટર થી ૩૦૦ મીટર વચ્ચે. (પ૦૧ થી ૧૦૦૦ ફુટ)
૯.૦ મીટર (૩૦ ફુટ)
(૪) ૩૦૧ મીટર થી ૪પ૦ મીટર વચ્ચે. (૧૦૦૧ ફુટ થી ૧પ૦૦ ફુટ)
૧૦.પ મીટર (૩પ ફુટ)
(પ) ૪પ૦ મીટર (૧પ૦૦ ફુટ) થી વધુ.
૧૦.પ મીટર (૩પ ફુટ) કરતા સત્તામંડળ નકકી કરે તે વધુ પહોળાઈ.

છતાં પણ આંતરીક રસ્તાઓની પહોળાઈ નકકી કરવા સમયે રસ્તાની પહોળાઈ અંગે સત્તામંડળનો નિર્ણય આખરી ગણાશે.
રસ્તો જો બાજુની કોઈ ખાનગી મિલ્કતના રસ્તાના સાતત્યમાં હોય અને તે ખાનગી મિલ્કત જો સાથે સાતત્યમાં હોય તેવા કિસ્સાઓમાં (આંતરીક) રસ્તાની પહોળાઈ નકકી કરવા માટે બાજુના રસ્તાની લંબાઈ અથવા જાહેર સડકની લંબાઈને ગણતરીમાં લેવી પડશે.

 (૩) બીજા બીન રહેણાંકના વિકાસ માટેના લેઆઉટ પ્લાનમાં રસ્તાની પહોળાઈ ૭.પ મીટર (રપ ફુટ) ઓછી રાખી શકાશે નહી.

(૪) પ્લોટના આકાર, રસ્તાઓના જંકશન તથા જંકશન પરના પ્લોટોને ગોળાઈની જોગવાઈ સત્તામંડળ મુજબ કરવાની રહેશે.

(પ) અરજદારના પ્લોટના સાતત્યમાં આવેલ જાહેર કે ખાનગી રસ્તાના સાતત્યમાં રહે તેવી રીતે આંત રસ્તાઓની દરખાસ્ત કરવી જોઈએ. પરંતુ જયા આંતરીક રસ્તા કે રસ્તાઓનો અંત આવે તો ૧૩.પ મીટર (૪૪ ફુટ) ના વ્યાસના વતર્ુળની જોગવાઈ કરવી જોઈએ અથવા ૬ મીટર×૩ મીટર( ...ફુટ) નો (ટી) આકાર વળાંક ઉપર દર્શાવવો જોઈએ.
૧૩-૧-૪(અ)
      નીચે જણાવેલા કિસ્સાઓમાં આ જરુરીયાતો માટે આગ્રહ રાખવામાં નહી આવે. (ક) ૬ મીટર (ર૦ ફુટ) પહોળા રસ્તાની લંબાઈ ૪પ મીટર (૧પ૦ ફુટ) કરતા વધુ ન હોય અને,
(ખ) ૭.પ મીટર (રપ ફુટ) પહોળા રસ્તાની લંબાઈ ૧૧૦ મીટર (૩૬૦ ફુટ) કરતા વધુ ન હોય.
(૬) ..........રસ્તાઓના જંકશન પર નીચે મુજબ ગોળાઈ રાખવાની રહેશે.
રસ્તાઓની જંકશન ઉપરની ગોળાઈ રસ્તાઓના જંકશન ઉપર નીચે જણાવ્યા પ્રમાણે લઘુતમ રાખવી પડશે.
રસ્તાની પહોળાઈ ગોળાઈનુ માપ
(ક) ૬ મીટર (ર૦ ફુટ સુધી) ૩ મીટર (૧૦ ફુટ) ની ત્રિજયા જેટલી
(ખ) ૬ મીટર (ર૦ ફુટ) થી ૯ મીટર ૪.પ મીટર (૧પ ફુટ) ની ત્રિજયા જેટલી
(ગ) ૯ મીટરથી વધુ પહોળા રસ્તા. ૬ મીટર (ર૦ ફુટ) ની ત્રિજયા જેટલી.
જંકશન પર આપવામાં રહેતી ગોળાઈ વધુ પહોળા રસ્તાની ગણત્રીમાં લઈ નકકી કરશે.
(૭) પાણીના પ્રવાહથી અંતર :-
પાણીના પ્રવાહના બન્ને કાંઠે પંદર મીટર સુધીના વિસ્તારમાં પુરાણ કામ કરીયા અન્ય રીતે જમીનનો વિકાસ કરવા દેવામાં આવશે નહી. પણ જો પાણીનો પ્રવાહ ઉતરતા ઢાળમાં કોઈ ચોકકસ કાઠાના વચ્ચે વહેતો ન હોય તો સત્તામંડળ નકકી કરે તે પ્રવાહ વાળવા તેમજ તેનો પટ નકકી કરવા પરવાનગી અપાશે.
(૮) હવા અને પાણીના પ્રદુષણનું નિયમન (પ્રદુષણ નિયમન.) :-
(ક) સાર્વજનીક આરોગ્યને હાની થાય અથવા ગંદકી થાય તે રીતે ઔદ્યોગિક પ્રવાહીને ખુલ્લુ રાખવા દેવામાં આવશે નહી. અથવા તેનો નિકાલ કરવા દેવામાં આવશે નહી.
(ખ) ઉપરોકત સામાન્ય સિધ્ધાંતને બાધ આવ્યા વગર જરૂરી માહીતીની ચકાસણી પછી ફેકટરીમાંથી હવામાં ઉડી શકે તેવી અથવા પ્રવાહી ગંદકીને અંકુશત કરવા જોગવાઈઓ નકકી કરાશે. આવા પગલાને કમેન્સમેન્ટ સર્ટીફીકેટની શરતો પૈકી ગણવાનું રહેશે.

(૯)વિકાસ અન્ય પાસાઓ :-
વિકાસની નીચે જણાવેલ બાબતો નેશનલ બિલ્ડીંગ કોડ ૧૯૭૦ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ઈન્સટીટયુટ કે તેણે સુધારેલ જોગવાઈઓ હેઠળ અંકુશીત રહેશે.
(ક) અગ્નીથી આરક્ષણ.
(ખ) ઈમારતી માલસામાન.
(ગ) સ્ટ્રકચરની ડિઝાઈન.
(ઘ) બાંધકામની પધ્ધતી અને સલામતી.
(ચ) ઈમારતી સેવાઓ જેવી કે -
(૧) વિદ્યુત સેવા (ર) વાતાનુકુલીન અને ગરમી (૩) લિફટની જોગવાઈ.
(છ) નળ-ભુંગળાની સેવા.
(૧) પાણી પુરવઠો (ર) વટર અને સ્વચ્છતા.
(જ) વિજળી પડવાના ભય સામે રક્ષણ.
(૧૦)સંપાદન હેઠળ જમીનનો નિકાલ :-
(ક) લેન્ડ એકવીઝીશન એકટ ૧૮૯૪ હેઠળ જે જમીન સંપાદન કરવાનું નોટીફીકેશન બહાર પડેલ હોય અને તેમ છતાં જમીન સંપાદન વિધિ પુર્ણ થયેલ ન હોય તો સત્તામંડળ પોતાની સંપુર્ણ વિવેકી સત્તાથી તે જમીનનો કામચલાઉ વિકાસ કરવાની પરવાનગી આપી શકશે. આવી કામચલાઉ વિકાસની પરવાનગી ફકત એક વર્ષ માટે જ આપી શકાશે. અને વધુમાં સત્તામંડળે નિયત કરેલી તારીખ સુધીમાં અરજદારે જમીન ઉપર કરેલ કામચલાઉ વિકાસના કામો દુર કરવાના રહે છે.
(ખ) આવા વિકાસના કામોને પેટા નિયમોની જણાવેલી બધી જોગવાઈઓ જેમની તેમ લાગુ પડશે.
(ગ) સત્તામંડળની મુનસફીએ આવી પરવાનગી વખતોવખત તાજી કરાવવી પડશે.
(ઘ) સુચિત વિકાસ કામ માટે ('વાધો નથી') તેવા મતલબનું પ્રમાણપત્ર માલીકે અરજદારને લેન્ડ એકવીઝીશન ઓફીસર પાસેથી મેળવવું પડશે. અને આ 'ના વાંધા પ્રમાણપત્ર' અરજદાર વિકાસ અરજી સાથે રજુ કરવાનું રહેશે.
(ચ) અનામત રકમ :-
(ક) કામ ચાલુ કરવાના કમેન્સમેન્ટ સર્ટીફીકેટમાં લખેલી બધી શરતો મુજબ વિકાસ કાર્ય કરેલુ હોય તો તે દુર કર્યા બાદ વ્યાજ વગર અનામત રકમ પરત કરાશે.
(ખ) કામ ચાલુ કરવાના સર્ટીફીકેટમાં જણાવેલી શરતો અન્ય જોગવાઈનો ભંગ બદલ સત્તામંડળની સંપુર્ણ વિવેક બુધ્‍િધને આધીન રહીને અનામત રકમ સંપુર્ણ/અંશત: જપ્ત કરી શકાશે.
(છ) સત્તા મંડળની મુનસફી એ કામ ચાલુ કરવાના સર્ટીફીકેટમાં નીચેની શરતોની જોગવાઈ કરી વિકાસની પરવાનગી અપાશે.
(૧) સત્તામંડળ જણાવ્યેથી તુરત જ અરજદારે જમીન ઉપર કરેલ સમગ્ર વિકાસ દુર કરવો પડશે.
(ર) અરજદાર ઉપાડેલી લીધેલી વિકાસ કામો અંગે વળતર વિકલ્પી જમીન મેળવવા હકકદાર ઠરશે નહી.
(૩) અરજદારની ઈચ્છા હોય તો પરવાનગી મુન તાજી કરવા લેખીત અરજી કરી શકશે.

(૧૧)હયાત મકાનો સાથેના વસવાટ એકમોના પેટા વિભાગો કે એકત્રિકરણ આ વિનિયમોની જોગવાઈઓ અનુસાર હશે તોજ મંજુરી મળી શકશે.

૧૩-૧-પ       
જમીન કે પ્લોટમાં ટેનામેન્ટ, વ્યાપાર કેન્દ્ર, વ્યાપારીક સંકુલ, માલીકી ધોરણેના ફલેટની ગોઠવણી સત્તામંડળ મંજુર કરે તે મુજબની રાખવાની રહેશે. આ ગોઠવણી આંતરીક રસતાઓ, માર્જીનની ખુલ્લી જગ્યાઓ, કો પ્લોટ, પાણી પુરવઠો, ડ્રેઈનેજ, અને આંતરીક રસ્તા પરની દિવાબતીની સુવીધાઓને લક્ષમાં લઈને કરવાની રહેશે. વધુમાં વ્યાપાર/કેન્દ્ર, વ્યાપારીક કે ઔદ્યોગિક વિકાસના કિસ્સાઓમાં દુકાનો, તથા ઔદ્યોગિક ફેક શેડને પ્રવેશ આપતા રસ્તાની પહોળાઈ ઓછામાં ઓછી ૭.પ મીટર (રપ') રાખવાની રહેશે. તેમ છતાં સ્ટોલ્સ, છુટક દુકાનો અને કેન્દ્રીય વાતાનુકુલીત બજાર પ્રકારના વિકાસમાં સત્તામંડળમાર્ગની પહોળાઈ ૪.પ મીટર (૧પ') સુધી ઘટાડવાની પરવાનગી આપી શકશે.
વધુમાં ટેનામેન્ટ પ્રકારના મકાન બાંધકામનાં આંતરીક પ્રવેશ રસ્તાઓથી માર્જીન રાખવાના રહેશે. પરંતુ આ પ્રવેશ માર્ગો પર પગથીયા બાધી શકાશે નહી. બે ટેનામેન્ટ વચ્ચે સીડીની પહોળાઈ બાદ ચે ર.૭પ મીટર (૯'-૬'') નું અંતર રાખવુ જોઈશે.
૧૩-૧-૬
     પ્લોટનું એકત્રિકરણ :-
બધાજ પ્લોટોનું એકત્રિકરણ કરીને તેવા જોડાણને સત્તામંડળે ગ્રાહય રાખ્યું હોય તેમ માનીને સાત હોય તેવા ફાઈનલ પ્લોટ કે બાંધકામના એકમોના વિકાસને પરવાનગી આપી શકાશે.

૧૩-૧-૭
     કોમન પ્લોટ (સાર્વજનીક પ્લોટ) :-

૧૩-૧-૭-૧ :
ઔદ્યોગિક અને વ્યાપારીક હેતુ સિવાયના રહેણાંક અને અન્ય હેતુ માટે નીચે મુજબ કોમન પ્લોટની જો કરવાની રહેશે.
(૧) સુચિત વિકાસ હેઠળની જમીનનું ક્ષેત્રફળ ૧પ૦૦.૦૦ ચો.મીટર (૧૮૦૦.૦૦ ચો.વાર) કરતા ન વધતુ તો કોમન પ્લોટની જોગવાઈ કરવાની રહેશે નહી. રો હાઉસ પ્રકારના વિકાસમાં આ વિનિયમોમાં તે માટે કર્યા મુજબ કોમન પ્લોટની જોગવાઈ કરવાની રહેશે.
(ર) સુચિત વિકાસ હેઠળની જમીનનું ક્ષેત્રફળ, ર૦૦૦-૦૦ ચો.મીટર (ર૪૦૦-૦૦ ચો.વાર) થી વધુ હો કુલ જમીનના ૧૦% જેટલા ક્ષેત્રફળનો કોમન યોગ્ય જગ્યાએ અથવા તો સત્તામંડળ નિર્દેશ કરે તે જ એક હથ્થુ કે વિભાજીત સ્વરૂપે રાખવાનો રહેશે, એક સ્થળે એક કોમન પ્લોટનું લઘુતમ ક્ષેત્રફળ ૩પ ચો. મીટર (૪૧૯.૦૦ ચો.વાર) રાખવાનું રહેશે.
(૩) કોમન પ્લોટના ૧પ% જેટલી જમીનમાં ધાર્મિક સ્થાન, કલબ, સોસાયટીની ઓફીસ, ઓપન એર થીયેટર, પેવેલીયન, સ્કુલ કોમ્યુનીટી હોલ, ઈસ્પીતાલનું બાંધકામ આવિનિયમોને આધિન થઈ શકશે.
(૪) કોમન પ્લોટમાં ભોંયતળીયા તથા પ્રથમ મજલા જેટલી ઉંચાઈનું જ બાંધકામ થઈ શકશે.
(પ) કોમન પ્લોટની જમીનમાં રસ્તાઓ, મારીજીન, તથા પ્રવેશ માર્ગોની જમીનનો સમાવેશ થઈ શકશે નહી.

૧૩-૧-૭-ર
ઔદ્યોગિક હેતુ માટે :-
(૧) પ૦૦૦ ચો.મી. (૬૦૦૦ ચો.વાર) થી વધુ પરંતુ ર૦,૦૦૦ ચો. મીટર (ર૪૦૦૦ ચો.વાર) થી ઓછુ ક્ષેત્રફળ ધરાવતી જમીનના લેઆઉટ પ્લાનમાં કુલ જમીનના ૮% જેટલા વિસ્તારનો કોમન પ્લોટ રાખવો જોઈશે. કોઈ પણ એક સ્થળે કોમન પ્લોટનું ક્ષેત્રફળ ૩પ૦.૦૦ ચો. મીટર (૪રપ.૦૦ ચો.વાર) થી ઓછુ રાખી શકાશે નહી.
(ર) ઔધોગિક વિકાસ માટે ર૦,૦૦૦ ચો. મીટર (ર૪૦૦૦ ચો. વાર) થી વધુ ક્ષેત્રફળ ધરાવતી જમીનમાં ૧૬૦૦ ચો. મીટર (૧૯ર૦ ચો. વાર) વતા ર૦,૦૦૦ ચો. મીટરથી વધારાના ક્ષેત્રફળના પ% જેટલી જમીનનો કોમન પ્લોટ રાખવો જોઈએ.
(૩) કોમન પ્લોટના ૧પ% જેટલી જમીનમાં ધાર્મિક સ્થાન, કલબ, સોસાયટીની ઓફીસ, ઓપન એર થીયેટર, પેવેલીયન, સ્કુલ કોમ્યુનીટી હોલ, ઈસ્પીતાલનું બાંધકામ આવિનિયમોને આધિન થઈ શકશે.
(૪) કોમન પ્લોટમાં ભોંયતળીયા તથા પ્રથમ મજલા જેટલી ઉંચાઈનું જ બાંધકામ થઈ શકશે.
(પ) કોમન પ્લોટની જમીનમાં રસ્તાઓ, માર્જીન, તથા પ્રવેશ માર્ગોની જમીનનો સમાવેશ થઈ શકશે નહી.

૧૩-૧-૮   
વ્યાપારીક અને બીન રહેણાંકમાં ઉપયોગો :-
આ પ્રકારના વિકાસ માટે વિનિયમ નંબર ર૧ માં દશર્ાવ્યા અનુસારની પાર્કીગની જગ્યાની જોગવાઈ કરવાની રહેશે.
તેમ છતાં સ્ટોલ્સ, છુટક દુકાનો અને કેન્દ્રીય વાતાનુકુલીત બજાર પ્રકારના વિકાસમાં સત્તામંડળ માર્ગની પહોળાઈ ૪.પ મીટર (૧પ') સુધી ઘટાડવાની પરવાનગી આપી શકશે.
વધુમાં ટેનામેન્ટ પ્રકારના મકાન બાંધકામનાં આંતરીક પ્રવેશ રસ્તાઓથી માર્જીન રાખવાના રહેશે. પરંતુ આ પ્રવેશ માર્ગો પર પગથીયા બાધી શકાશે નહી. બે ટેનામેન્ટ વચ્ચે સીડીની પહોળાઈ બાદ ચે ર.૭પ મીટર (૯'-૬'') નું અંતર રાખવુ જોઈશે.
૧૩-૧-૯
સીનેમા :-
(૧) સીનેમા માટેનો વિકાસ ઝોનીંગ દરખાસ્તો ઉપરાંત મુંબઈ સીનેમા કાયદો ૧૯પ૩ અને તેના પેટા નિયમોને આધિન રહેશે. પરંતુ એક પ્લોટમાં એક કરતા વધારે સિનેમાની પરવાનગી મળી શકશે નહી અને સિનેમાં માટે પરવાનગી મળેલ પ્લોટનો અન્ય હેતુ માટે ઉપયોગ થઈ શકશે નહી.
(ર) હયાત સિનેમા કે થીયેટરની ૩૦૦ મીટર (૧૦૦૦') ની ત્રિજયાની અંદર અન્ય સિનેમા કે થીયેટરની પરવાનગી આપવામાં આવશે નહી.
૧૩-૧-૧૦
      કાંઈ પણ બાંધકામ એકમનો વિકાસ તેને લાગુ આવેલ રસ્તાની પહોળાઈના સંદર્ભમાં નીચે જણાવ્યા અનુસાર નિયમિત રહેશે :-
(૧) વ્યાપાર કેન્દ્ર, હોટલ, રેસ્ટોરન્ટ, ઈસ્પીતાલ, નર્સીંગ હોમ, પોસ્‍ટ ઓફીસ, બેન્ક, શો રૂમ અને બહુમાળી મકાનોનો વિકાસ કે વપરાશ ઓછામાં ઓછા ૧ર મીટર (૪૦') ના રસ્તા ઉપર જ થઈ શકશે.
પરંતુ વિકાસ નકશાની જોગવાઈ મુજબ ઔદ્યોગિક અને વ્યાપારીક ઝોનમાં આવેલ જમીનોમાં વિકાસ માટે આ શરત લાગુ પડશે નહી.
(ર) સીનેમા, થીયેટર, વ્યાખ્યાનગૃહ અને સરવીસ સ્ટેશન સાથે કે વગરના પેટ્રોલ પંપ, નો વિકાસ કે વપરાશ ઓછામાં ઓછો ૧૮ મીટર (૬૦') ના રસ્તા ઉપર જ થઈ શકશે.
(૩) પ્રાથમીક શાળા માટેનો વિકાસ કે વપરાશ ૯ મીટર (૩૦') કે વધુ પહોળાઈમાં અને ૧૮ મીટર (૬૦') થી ઓછી પહોળાઈના રસ્તા ઉપર જ થઈ શકશે.
૧૩-૧-
૧૧શૈક્ષણિક હેતુ, સરવીસ સ્ટેશન સાથેના પેટ્રોલ પંપ અને મોટર રીપેરીંગ ગેરેજનો અન્ય હેતુ સાથેનો સંયુકત ઉપયોગ થઈ શકશે નહી. પરંતુ તેમના સબંધીત હેતુ માટે જ ઉપયોગ થઈ શકશે :-
પરંતુ બેન્ક, પોસ્‍ટ-ઓફીસ, અને શૈક્ષણિક પ્રવૃત્‍િત સાથે સંલગ્ન સ્ટાફના રહેણાંક મકાનનો શૈક્ષણિક હેતુ માટેના બાંધકામ એકમમાં પરવાનગી પાત્ર રહેશે.

૧૩-૧-૧ર
આ વિનિમયોમાં જોગવાઈ કરેલ ન હોય તેવા પ્રકારના સ્વતંત્ર મકાનોને કોઈ બાંધકામ એકમમાં પરવાનગી આપવામાં આવશે નહી :-

Index  
13
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.