ખાણકામ, ખોદકામ અને ઈંટ ભઠાઓને નીચેના વિનિયમો લાગુ પડશે.
(ક)
આ પ્રકારની વિકાસ પરવાનગીની શરતોનો બરોબર અમલ થવાના બાના રૂપે અરજદાર જાણ કર્યા સત્તામંડળમાં દર ૧૦૦૦ ચો. મીટર કે તેના ભાગ દીઠ રૂ.પ૦/- સીકયોરીટી ડીપોઝીટ તરીકે જમા કરાવી રાખશે.
(ખ)
નીચેના વિનિયમ ર૯.૪ માં જણાવેલ મુદત પુર્ણ થયે ડીપોઝીટ કોઈ વ્યાજ વગર પરત કરવામાં આવશે.
(ગ)
આ પ્રકારની વિકાસ પરવાનગીની કોઈ શરતો કે આ વિનિયમોનાં કોઈ ભંગ થવા બદલ સત્તામંડળ તેના સ્વતંત્ર મુનસફી અનુસાર સીકયોરીટી ડીપોઝીટ જપ્ત કરી શકશે. સત્તામંડળના અન્ય હકક હિતને આ જપ્તી બદલ કોઈ નુકશાન કરી શકાશે નહી.
ર૯.ર
જે ખાણકામ અને પત્થરકામો તથાઈંટ ભઠ્ઠામાં સ્ફોટક કામો નથી તેવા કામો, જાહેર રસ્તા રેલ્વે લાઈન નહેર કે અન્ય ઈમારતથી પ૦ મીટર સુધીના અંતરમાં કરવાની પરવાનગી અપાશે નહી. સ્ફોટક કામો સમાવેશ થતો હોય તેવા ખાણકામ, પત્થરકામો તથા ઈંટ ભઠ્ઠા જાહેર રસ્તા, રેલ્વેલાઈન કે નહેર કે અન્ય બાંધકામથી ર૦૦ મીટરનાં અંતરમાં પરવાનગી અપાશે નહી.
ર૯.૩
જે પ્લોટમાં ખાણકામ, પત્થર ખોદકામ તથા ઈંટ ભઠાની પરવાનગી અપાઈ છે. તેમાં સત્તામંડળની આગવી મંજુરી મેળવ્યા વગર બાંધકામ કરી શકાશે નહી.
ર૯.૪
એકી સાથે ત્રણ વરસ કરતાં વધુ સમય માટે ખાણકામ, પત્થર ખોદકામો તથા ઈંટ ભઠ્ઠાની પરવાનગી અપાશે નહી અને કામ શરુ કરવાના સર્ટીફીકેટમાં તેની નોંધ કરાશે.
ર૯.પ
ખાણકામ અને પત્થર ખોદકામ તથા ઈંટ ભઠ્ઠા માટે નીચેની બાબતો બંધનકારક રહેશે અને કામ ચાલુ કરવા સર્ટીફીકેટ અંગે શરતો તરીકે લેખાશે.
(૧)
ખાણકામ અને પત્થર ખોદકામ તથા ઈંટ ભઠ્ઠા આજુબાજુના લોકોને ઉપદ્રવ થવો ન જોઈએ.
(ર)
જો ખાણકામ, પત્થર ખોદકામ તથા ઈંટ ભઠ્ઠા દવારા પત્થર ખોદવાના હોય, માટી કે મુરમ કાઢવાનું તો બાજુની જમીન તેની સામાન્ય ઉંચાઈ કરતાં બેસી જાય તે રીતે કરી શકાશે નહી.