નિર્મળ ગુજરાત - ર૦૦૭
ડોર ટુ ડોર ઘન કચરાનો નિકાલની કામગીરી
       જેતપુર-નવાગઢ શહેર વિસ્તારમાં ડોર ટુ ડોર ઘન કચરાનું કલેકશન તા.૦૧-૦૧-ર૦૦૭ થી શ્રી તિરૂપતી ડેવલપર્સ - રાજકોટ નાં કોન્ટ્રાકટર ધ્વારા કરવામાં આવે છે. શહેરમાં આવેલ વોર્ડ નં. ૧ થી ૧ર માં આવેલ ૧૮,પ૦૦ મિલકતોમાંથી ડોર ટુ ડોર ઘન કચરાનું કલેકશન ૧૦૦% કરવા માટે ૧ર કેરીયર રીક્ષા, ૪ ટ્રેકટર ટ્રેઈલર, ૧ મૃત પશુ નિકાલ માટેની રીક્ષા ધ્વારા આ કામગીરી કરવામાં આવે છે.
સ્વચ્છતા માટે જન જાગૃતિનાં પગલા.........
   
શહેર વિસ્તારનાં પ્રજાજનોને સ્વચ્છતા જાળવવા સહકાર આપવા નગર સેવા સદનનાં પ્રમુખશ્રી અજીતસિંહ આર. જાડેજાની સંદેશ અપીલ પત્રીકા તથા કેબલ ડીશ ધ્વારા પ્રસારિત કરેલ.
   
મહાનુભાવોનાં સંદેશાઓ કેબલ ડીશ ધ્વારા પ્રસારિત કરેલ.
   
આરોગ્ય મેળા કેમ્પનું આયોજન ભાદરનાં સામા કાઠા વિસ્તાર, બળદેવ ધાર, પટેલનગર, ખાટકીવાસ, નવાગઢ જેવા પછાત વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ અને મફત દવાનું વિતરણ કરવામાં આવેલ.
   
સ્વચ્છતા માટે જનજાગૃતિનાં પગલા અંગે ૧પ૦૦૦૦ પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ.
   
સ્વચ્છતા અંગે પ્રભાત ફેરી અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ.
   
શાળાઓ અને બાલવાડીમાં સ્વચ્છતાલક્ષી આરોગ્યપ્રદ શિક્ષણની અમલવારી કરવામાં આવેલ.
   
નગરસેવા સદનનાં પદાધિકારીઓએ જનભાગીદારીથી સહયોગ મેળવી રૂ. ૬૧,૮૦૯/- ની જનભાગીદારીથી બેનરો, પત્રીકાઓ, ગંદાપાણીનાં નિકાલ માટે ગટરો તથા વોકળા ઉપર પુલનાં નિર્માણનું કાર્ય કરવામાં આવેલ છે.
   
સદસ્યશ્રી વિનુભાઈ કંડોળીયા તથા વિજયભાઈ વ્યાસ તરફથી જનભાગીદારીથી રેલ્વેના જુના પુલ પાસે ખાંટ, કોળી, બાવાજી જ્ઞાતિનું સ્મશાન બનાવેલ છે.
આરોગ્ય કેમ્પ
    નિર્મળ ગુજરાત - ર૦૦૭ અભિયાન અંતર્ગત તા. ર૩-૦૪-ર૦૦૭ નાં રોજ ભાદરનાં સામા કાઠે સ્લમ વિસ્તારમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારી હોસ્પીટલનાં ડો. શ્રી સરવૈયા સાહેબે સેવા આપેલ.
 

     જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ તરફથી જનભાગીદારીથી ૧૦ ડસ્ટબીન આપવામાં આવેલ છે. આ ડસ્ટબીન ચાંપરાજવાળા ચોકથી તાલુકા પંચાયત સુધીનાં રસ્તાની બન્ને બાજુએ લગાડવામાં આવેલ છે.

     ર૦ માઈક્રોનથી આછી પાતળી પ્લાસ્ટીકની બેગ્ઝ (ઝબલા) જપ્ત કરી નાશ કરવામાં આવેલ છે. શહેર વિસ્તારમાં આવી બેગ્ઝનું વેચાણ તથા વપરાશ બંધ કરવામાં આવેલ છે. આ અંગે નિયમિત ચેકીંગ વ્યવસ્થામાં ગોઠવવામાં આવેલ છે. જેમાં વેપારી તથા પ્રજાજનો તરફથી સહયોગ મળેલ છે. આ કામગીરીમાં સહકાર આપવા અંગે વેપારી ભાઈઓને નિર્મળ ગુજરાત-પર્યાવરણ મિત્રનાં બિલ્લા આપી બિરદાવેલ છે.

સરકારી જાહેર સ્થાનોની સફાઈ
   
   
    જેતપુર નવાગઢ શહેર વિસ્તારમાં જાહેર સરકારી ર૯ મિલકતો આવેલી છે. જેની જાન્યુ.૦૭ તથા એપ્રીલ-૦૭ નાં માસ દરમ્યાન સફાઈ કરાવામાં આવેલ છે.
 
   
  
    જેતપુર-નવાગઢ નગર સેવા સદન સંકુલની સફાઈ નિયમિત કરવામાં આવે છે. સેવા સંકુલનાં મકાન-૪ ટોયલેટ અને પ પાંચ યુરિનલ આવેલી છે. જેની દૈનિક સફાઈ અને ફીનાઈલ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.
   
    જેતપુર-નવાગઢ શહેરમાં આવેલ જાહેર મકાનો, સરકારી મકાનો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, તાલુકા સીટી પોલીસ સ્ટેશન, કોર્ટ, મામલતદાર કચેરી, નગર સેવા સદન સંકુલ જાહેર મકાનોની આજુબાજુ નિયમિત સફાઈ કરાવામાં આવેલ છે.
   
    જેતપુર-નવાગઢ નગર સેવા સદનનાં જુના માલ-સામાનની હરરાજી કરી ભંગારનો નિકાલ કરવામાં આવેલ છે. આ જગ્યાની સફાઈ કરવામાં આવેલ છે. ભંગાર માલ-સામાનની રૂ.ર,૮૪,પ૩૪-૩૩ ની ઉપજ થયેલ છે.
   
    જેતપુર-નવાગઢ નગર સેવા સદનની તમામ શાળાઓમાં દફતરી વર્ગીકરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થયેલ છે. વર્ગીકૃત ફાઈલ ૪પપર છે અને નાશ કરેલ ફાઈલ ૪૮પ છે.
   
    જેતપુર-નવાગઢ નગર સેવા સદનને રંગ-રોગાનનું કામ શરૂ કરવામાં આવેલ છે. નગર સેવા સંચાલિત તાલુકા શાળાને રંગ-રોગાન કરવામાં આવેલ છે. મ્યુનિ. ગલ્ર્સ સ્કુલ બિલ્ડીંગની મુખ્ય દિવાલ રીનોવેશન, રંગ-રોગાનનું કામ જન ભાગીદારીથી સીટી યુથ કાઉન્સીલ ઓફ જેતપુરનો સહયોગથી કરવામાં આવેલ છે.
સુરક્ષિત પીવાનાં પાણીનો પુરવઠો
   
    જેતપુર-નવાગઢ શહેર વિસ્તારમાં પીવાનાં પાણીનો પુરવઠો નગરપાલિકાનાં કેમીસ્ટ ધ્વારા યોગ્ય માત્રામાં ફટકડી તથા બ્લીચાંગનો ઉપયોગ કરી પાણીનું શુધ્‍િધકરણ કરવામાં આવે છે. જે વિસ્તારમાં પીવાનાં પાણીનું કલોરીનેશન જળવાતુ ન હોય તેવા વિસ્તારમાં કલોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવે છે. પાણીનાં નમુના દર માસે લઈ ટેસ્ટ કરવામાં આવે છે. પાણીનાં લીકેજ સાંધી રીપેરીંગ કરવામાં આવે છે. જેની સંખ્યા ૧૭૩ ની છે.
   
    કલેરી ફિલ્ટર સફાઈ કામગીરી તથા તે વિસ્તારની આજુબાજુનાં વિસ્તારની સફાઈ કરાવવામાં આવેલ છે. સમ્પ (પાણીનાં સ્ટોરેજ પ૦ લાખ લીટર ઉપર) ની સફાઈ કરાવામાં આવેલ છે. બેડની સફાઈ તથા બધી બેડની સફાઈ વોશ કરી સફાઈ કરેલ છે. કલેરી ફિલ્ટરમાં જમા પડેલ મેટ વાલ્વ ખોલી સફાઈ કરાવામાં આવેલ છે. આ તમામ કામગીરી વોટર વર્કસ કમીટીનાં ચેરમેનશ્રી વજુભાઈ રાદડીયાની રાહબરી નીચે કરવામાં આવેલ છે.
પે એન્ડ યુઝ ટોયલેટ બાંધકામની પ્રગતિ
   
    મંજુર બ્લોક - ૬
   
    પૂર્ણ - નીલ
   
    કામ ચાલુ - ૪
   
    વર્ક ઓર્ડર - ૬ બ્લોક બનાવવા આપવામાં આવેલ છે.
વ્યકિતગત શૌચાલયનાં બાંધકામ અને પ્રગતિ
   
    મંજુર બ્લોક - ૧૮ર
   
    પૂર્ણ - ૧૮ર
   
    કામ ચાલુ - નીલ
   
    વર્ક ઓર્ડર - નીલ
     જર્જરીત કોમ્યુનિટિ ટોયલેટનાં ર-બે બ્લોક નવાદરવાજા, હરીજનવાસ પાસે પાડી નાખવામાં આવેલ છે. ત્યાં પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવેલ છે.

     શહેરમાં આવેલ ૪પ કોમ્યુનિટિ ટોયલેટનાં બ્લોક તથા ૧૬ યુરિનલ બ્લોકની નિયમિત સફાઈ કરવામાં આવેલ છે. આ માટે પ-પાંચ કામદારો નિયુકત કરવામાં આવેલ છે. સફાઈ કર્યા બાદ ફિનાઈલ તથા મેલીથીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. આ ટોયલેટનાં બ્લોકને વ્હાઈટ વોશ કરવામાં આવેલ છે.
પર્યાવરણ જાળવણીનાં પગલા...
   
    જેતપુર-નવાગઢ નગર સેવા સદનનાં પ્રમુખ શ્રી અજીતસિંહ આર.જાડેજા તરફથી સરદાર પાર્કમાં રીનોવેશન કરવામાં આવેલ. તે અંગે પૂજાપાઠ કરી વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ છે. ગાર્ડન અને સ્મશાન કમીટીનાં ચેરમેન પ્રભાબેન ટાટમીયાએ વૃક્ષારોપણ કરેલ છે. બગીચા રોડ પર નગર સેવા સદનનાં પ્રમુખશ્રી અજીતસિંહ આર. જાડેજા તરફથી વૃક્ષારોપણ કરવામાં આવેલ છે.
   
    રેલ્વે પુલ પાસે ખાંટ, કોળી, બાવાજી જ્ઞાતિનાં સ્મશાનમાં પ૦ વૃક્ષોનું રોપણ સદસ્યશ્રી વિનુભાઈ કંડોળીયા તથા વિજયભાઈ વ્યાસ તરફથી કરવામાં આવેલ છે. દેશાઈવાડી શાક માર્કેટ પાસે સાર્વજનિક પ્લોટમાં જન ભાગીદારીથી વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ છે.
   
   વૃક્ષા રોપણની સંખ્યા - ર૦૦, વૃક્ષનાં થડને ગેરૂ અને ચુના વડે ૧પ૦ વૃક્ષોને રંગ-રોગાન કરવામાં આવેલ છે. લોકો ધ્વારા પોતાનાં ઘર અને સોસાયટીમાં અંદાજે ર૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ છે. પ્રજાજનો સોલાર એનર્જીનો ઉપયોગ રપ૦૦ થી વધુ ઘરોમાં રાંધણ ગેસ અને ગરમ પાણીનાં ઉપયોગમાં લેવામાં આવે છે.
     
 
Shaheri Vikas Varsh Click for Login Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.