૬ |
|
વિકાસ માટેની સામાન્ય જરૂરીયાતો :-
બાંધકામ માટે રજુ થતાં દરેક નકશામાં સુચિત મકાન કે બાંધકામ માટે પ્લોટની હદથી કે રસ્તાની હદથી આ વિનિયમો મુજબ જરૂરી એવા સેટબેક અને મારજીન મુકવાના રહેશે.
બોમ્બે મ્યુનીસીપાલીટી એકટ, વિકાસ નકશાની દરખાસ્તો તથા નગર રચના યોજનાઓની દરખાસ્તો મુજબના રસ્તાની પહોળાઈ કોઈપણ રસ્તાની કાયદેસરની પહોળાઈ ગણાશે.
|
|
|
|
૬-૧ |
વિસ્તાર વિકાસ સત્તામંડળની હદમાં વિકાસ :-
(ક) વિકાસ વિસ્તારમાં રાજય સરકાર કે પંચાયત હસ્તકના કોઈપણ વર્ગીકૃત રસ્તા ઉપર સરકારશ્રીનાં મહેસુલ ખાતાના ઠરાવ નંબર જેપીવી :૧૦૬પ. ર૭૩૩૯/અ. તા.૧-૩-૬૭ અને તેને વખતો વખત સુધારેલ ઠરાવમાં જોગવાઈ કર્યા અનુસાર બાંધકામ રેખા અને નિયંત્રણ રેખાના નિયમો અનુસાર વિકાસને નિયંત્રિત કરવાનો રહેશે. પરંતુ મહેસુલ વિભાગના ઉપરોકત ઠરાવ હેઠળની બાંધકામ કે નિયંત્રણ રેખા, વિકાસ યોજના મુજબની રસ્તાની સુચિત પહોળાઈ માટે છોડવાના રહેતા સેટબેક કે મારજીન અને નગર રચના યોજના મુજબની રસ્તાની સુચિત પહોળાઈ પૈકી જે વધારે હોય તે મુજબ વિકાસ પરવાનગી મળી શકશે.
(ખ) આ વિનિયમો ઉપરાંત જયાં લાગુ પડતુ હશે ત્યા પેટ્રોલીયમ પાઈપ લાઈન એકટ ૧૯૬ર ની જોગવાઈ મુજબ પણ વિકાસને નિયંત્રણ કરવાનો રહેશે.
(ગ) ઓઈલ અને નેચરલ ગેસ કમીશન દવારા ખોદવામાં આવેલ તેમના કુવાની આજુબાજુના વિકાસ માટે આ વિનિયમો ઉપરાંત ઈન્ડીયન ઓઈલ માઈન્સ એકટ ૧૯૩૩ની જોગવાઈઓ લાગુ પડશે.
(ઘ) ઈન્ડીયન ઈલેકટ્રીકસીટી રુલ્સ ૧૯પ૬ મુજબ ગુજરાત ઈલેકટ્રીકસીટી બોર્ડ દવારા નાખવામાં આવેલ ગ્રીડ લાઈનથી આકાશ સુધી ખુલ્લી જમીનો રાખવાની જોગવાઈઓનો અમલ કરવાનો રહેશે.
(ચ) આ વિનિયમો ઉપરાંત એરોડ્રામ નજીકના બાંધકામો માટે રેલ્વે ખાતાના નિયમોનુસાર જમીન ખુલ્લી રાખી વિકાસ કરવાનો રહેશે.
(છ) આ વિનિયમો ઉપરાંત રેલ્વે લાઈનને લાગુ થતા વિકાસ માટે રેલ્વે ખાતાના નિયમોનુસાર જમીન ખુલ્લી રાખી વિકાસ કરવાનો રહેશે. |
|
|
|
૬-ર |
બાંધકામ નિયમો સાથે વિકાસની સુસંગતતા :-
૧. (અ) બધાજ પ્રકારનો વિકાસ આ બાંધકામ વિનિયમોને સુસંગત હોવો જોઈએ.
આ વિનિયમો વચ્ચે અને બાંધકામ પેટા નિયમો કે નગર રચના યોજનાનાં બાંધકામ નિયમો વચ્ચે વિસંગતતા હશે તેવા સંજોગોમાં આ વિનિયમો હેઠળની જરૂરીયાત આખરી ગણાશે.
(બ) વિકાસ એકમ પુર્ણ થયે તે જે હેતુ માટે આ વિનિયમો હેઠળ મંજુર કરવામાં આવેલ હોય કે મંજુરી પાત્ર હોય તેવા હેતુ માટે જ વાપરી શકાશે.
હેતુફેર:- સક્ષમ અધિકારીની પુર્વ લેખીત મંજુરી સિવાય કોઈ વિકાસ એકમ મંજુર થયેલ હેતુ સિવાયના હેતુ માટે વાપરી શકાશે નહી. તથા તેમાં મંજુરીને પાત્ર ન હોય તેવા હેતુ માટે ફેરફાર કરી શકાશે નહી.
|
|
|
|
૬-૩ |
ઝોનને સુસંગત વિકાસ :- |
|
|
|
|
(૧) કોઈપણ વિકાસ, વિકાસ યોજનાના ઝોન ની દરખાસ્તો સાથે સુસંગત હોવો જોઈશે.
(ર) જયાં કોઈ વિસ્તારને વિકાસ નકશા ઝોનથી સ્પષ્ટ રીતે દર્શાવવામાં ન આવેલ હોય તેને આજુબાજુના વિસ્તારના મુખ્ય ઝોન અનુરૂપ ઝોનમાં ગણવામાં આવશે.
પરંતુ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અને ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ અનુરૂપ કોઈપણ હયાત જગ્યાનો કાયદેસરનો વપરાશ અન્ય રીતે થતો હોય તો તે સક્ષમ અધિકારીની લેખીત પરવાનગીથી ચાલુ રાખી શકાશે પરંતુ આવા અસંગત વપરાશમાં વધારો કરવાની પરવાનગી મળી શકશે નહી. આ પ્રકારના અસંગત વપરાશવાળા મકાનને તોડી પાડયા બાદ કે મકાન તુટી ગયેલ હોય ત્યારે નવા મકાનનો વપરાશ આ નિયમો સાથે સુસંગત હોવો જરૂરી છે.
|
|
|
|
૬-૪ |
કોઈ ચોકકસ ઝોન માટે કોઈ ખાસ પેટા નિયમો આ વિનિયમો હેઠળ ન બનાવેલ હોય ત્યાં વિગતવારના મકાન બાંધકામ માટે સંબધીત સત્તામંડળના પેટા લાગુ પડશે. |