|
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ |
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ |
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના |
|
|
પ -વિકાસ પરવાનગી માટેની કાર્યવાહી |
|
|
પ |
વિકાસ પરવાનગી માટેની કાર્યવાહી :-
કોઈ પણ વ્યકિત કોઈપણ વિકાસ કાર્ય ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ ૧૯૭૬ની કલમ ર૬માં વર્ણવ્યા મુજબ જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળની લેખીત મંજુરી મેળવ્યા સિવાય કરી શકશે નહી.
ઉપરોકત અધિનિયમની કલમ ર૭,૩૪, અને ૪૯ ની જોગવાઈઓને આધિન આ વિનિયમો હેઠળ કોઈ પણ વ્યકિતએ જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળની હદમાં મકાન કે જમીનમાં વિકાસ માટેની અરજી ફોર્મ 'અ' મુજબ નિયત કરેલ નમુનામાં કરવી જોઈશે.
આ વિકાસ અરજી વિકાસ યોજનાની દરખાસ્તો અને ઝોનને સુસંગત હોવી જોઈએ. ભરવા પાત્ર ચકાસણી ફી
કે વિકાસ ચાર્જ વિકાસ અરજી કરતી સમયે જ ભરવાનો રહેશે.
|
|
|
|
પ-૧ |
સીકયોરીટી ડીપોઝીટ અને ચકાસણી ફી :-
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળની હદમાં વિકાસ અરજી કરનારે લેવાપાત્ર સીકયોરીટી ડીપોઝીટ અને ચકાસણી ફી વિકાસ અરજી રજુ કરતી સમયે ભરવાની રહેશે. એક વખત સીકયોરીટી ડીપોઝીટ જપ્ત થયા બાદ ચકાસણી ફી નવેસરથી ભરવાની રહેશે.
|
|
|
|
પ-ર |
વિકાસ અરજી :-
વિકાસ અરજી રજુ કરતી સમયે નીચેના દસ્તાવેજો રજુ કરવા જોઈએ.
(૧) વિકાસ અરજી કરનાર દરેક વ્યકિતએ વિકાસ અરજી સાથે સુચિત જમીન કે મિલ્કત ઉપરનાં પોતાના માલીકીપણા અંગે સંતોષકારક પ્રમાણીત દસ્તાવેજો મહેસુલ પુરાવાઓ તથા નકશાઓ રજુ કરવા જોઈએ.
(ર) નીચે દર્શાવેલ વિગતો જમીન વિકાસ અરજીના ફોર્મ 'અ' સાથે રજુ કરવાની રહેશે.
(અ) ૧ સે.મી.-૮૦ મીટરના સ્કેલમાં દોરેલ સાઈટ પ્લાન.
(બ) જમીનમાં સુચિત પેટા વિભાગો કે પ્લોટો, સુચિત રસ્તાઓ સાર્વજનીક તેમજ પાર્કીગ હેતુ માટેની જમીનો, સુચિત બાંધકામની વિગત આ નિયમો અનુસાર દર્શાવતો ૧ સે.મી.-૬ મીટર ઉપરનો લેઆઉટ પ્લાન. જમીનના ક્ષેત્રફળના સંદર્ભમાં સ્કેલમાં ફેરફારની પરવાનગી સત્તામંડળ આપી શકશે.
(૩) નીચે દર્શાવેલ વિગતો મકાન બાંધકામ પુન:ચણતર કે સુધારા વધારા કરતી સમયે રજુ કરવાની રહેશે. નકશાઓ અને સેકશનમાં નીચેની બાબતો દર્શાવવી :-
(ક) મકાનના સ્થળનું લેવલ (સમતલ) મકાનના સહુથી નીચેના માળનું લેવલ અને મકાનના પ્રવેશને
સ્પર્શતા રસ્તાનું લેવલ પરસ્પર સબંધીત રીતે દર્શાવવું.
(ખ) પાયા, દિવાલ, ભોય, છાપરા, ચીમની, અને મકાનના અન્ય ભાગો તે દરેક ભાગ તથા
અનુષાંગીક ભાગો માટે અવરજવર સાધનો તથા હવાબારીના સાધનોની સ્િથતી પ્રકાર અને માપ.
(ગ) મકાનના ઉપયોગ માટે ચણવાના હોય તેવા દરેક બંધ પ્રકારના સંડાસ (ડબલ્યુ.સી.) મુતરડી, બાથરૂમ, ખાળકુવા, કુવો, પાણીની ટાંકી અથવા હોજના પ્રકારના માપ.
(ઘ) ચણતર વિભાગમાંથી મુકિતના વર્ગમાં આવતો હોય તેવો વિસ્તાર.
(ચ) મકાનનું માપ અને સ્થાન અને તરત અડીને આવેલા અન્ય આનુષાંગીક મિલ્કતોના સ્થાન અને માપ. અને પહોળાઈ.
(જ) મકાનના દરેક આંગણા અને ચોકના સ્થાન અને માપ.
(ઝ) મકાનના પાણીના નિકાલ માટેની ગટર લાઈનનું માપ, ઉંડાઈ અને ઢાળ તથા ગટરના હવા ઉજાસ માટેની અન્ય સગવડતા.
(ટ) આ વિનિમય હેઠળ જરુરી એકત્રિત ખુલ્લી જગ્યા .
(થ) ઉતર દિશાનું રેખાંકન. |
|
|
|
પ-૩ |
બાંહેધરી :-
જે વ્યકિતને પ્લાન, નકશાઓ અથવા માળખા આયોજન અને તે અંગેના અહેવાલ અથવા તો બાંધકામ ઉપર દેખરેખ રાખવા માટે કામે રાખેલ હોય તે વ્યકિતની આ પેટા નિયમ હેઠળ નિયત કરેલ નમુના નંબર ૧થી૪માં બાંહેધરી. |
|
|
|
પ-૪ |
દરેક નકશા અને સુધારેલ નકશામાં નીચે જણાવેલ ચોકકસ રંગો પુરવા. |
|
|
|
|
(ક) બ્લોક પ્લાન :- નકશામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે સુચિત કામ લાલ રંગમાં, મોજુદ કામ કાળા ભુરા કે કુદરતી રંગી ઝાયમાં, ખુલ્લી જગ્યાઓ રંગ વગર રાખી દુર કરવાનું ચણતર કામ પીળા રંગમાં અને એકત્રિત ખુલ્લી જગ્યા લીલા રંગમાં પુરીને દર્શાવવી.
(ખ) નકશાઓ અને સેકશન જો બ્લુ પ્રિન્ટમાં સુચિત કામ બતાવવાનું હોય તો સફેદ રંગે દર્શાવવુ
અને સફેદ રંગ પ્રિન્ટમાં હોય તો લાલ રંગમાં દર્શાવવું.
(ગ) ફેરફાર :- બ્લુ પ્રીન્ટમાં હોય તો લાલ રંગમાં, જો સફેદ પ્રીન્ટમાં હોય તો કાળા રંગમાં દર્શાવવું. ઈટ કામ, લકકડ કામ, આર.સી.સી. કામ અથવા લોખંડ કામ દરેક અલગ દર્શાવવું. પહેલા મંજુર થયેલ કામ પીળી રેખાથી દર્શાવવું.
(ઘ) ગટર કામ અને તેનું રેખાંકન ભુરા રંગમાં અને રસ્તાના જોડાણની ઉંડાઈ અને સેપ્ટીક ટેન્કની જગ્યાનું સ્થળ દર્શાવવું.
(ચ) ચણતર દરમ્યાન ફેરફારો :- વિકાસના કામ દરમ્યાન મંજુર થયેલ પ્લાનમાં દર્શાવ્યા સિવાયનું સારી પેઠે મહત્વનું ફેરફાર વાળુ કામ કરવાનું હોય તો તેવા ફેરફારો દર્શાવતો સુધારેલો પ્લાન નકશો રજુ કરવો પડશે. અને તેને પ્રથમ વખતથી મંજુરી મેળવવા અંગેની સઘળી કાર્યવાહી લાગુ પડશે. |
|
|
|
પ-પ |
પરવાનેદાર દવારાજ નકશા બનાવવા જરૂરી :-
(૧) વિકાસ અરજી સાથે રજુ થતાં નકશાઓ પરવાનેદાર સ્થાપતિ કે ઈજનેર દવારાજ બનાવેલ અને
સહી કરેલ હોવા જોઈએ.
(ર) ઉપરોકત નિયમ નંબર પ,પ:૧, અને પ:ર માં દર્શાવેલ જરૂરીયાત અને માહીતીને અભાવે વિકાસ અરજીઓ નામંજુર કરી શકાશે.
|
|
|
|
|
|
|
|
|