'ધૂમકેતુ'-શ્રી ગૌરીશંકર જોષી
શ્રી રજનીશકુમાર પંડયા
   
Next >>    1    2
જેતપુર-નવાગઢ || વર્તમાન || સાહિત્ય

જેતપુર શહેર અને તાલુકાનું સાહિત્યમાં પ્રદાન

    સાહિત્ય અને સમાજ પરસ્પર અન્યોન્યાશ્રિત છે. તેમની વચ્ચે ગાઢ સંબંધ છે. સમાજ શરીર છે તો સાહિત્ય આત્મા છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સાહિત્યકાર પણ સમાજ સાથે જોડાયેલ છે. અને તેથી જ તે તત્કાલીન સમાજના રીત-રિવાજ, ધર્મ-કર્મ અને વ્યવહાર વાતાવરણમાંથી પ્રેરણા ગ્રહણ કરે છે અને લોકભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. 'સાહિત્ય સમાજનું પ્રતિબિંબ, પ્રતિછાયા, પ્રતિધ્વની છે. આચાર્ય મહાવીર પ્રસાદે સાચું જ કહયું છે, સાહિત્ય સમાજનું દર્પણ છે.'

     સાહિત્યના આ મહાસાગરમાં જેતપુર શહેર અને તાલુકાનું પણ નાનકડું એવું પ્રદાન છે જ અને આ પ્રદાન આપનારા જેતપુર શહેર અને તાલુકાનાં પનોતા પુત્રોનો ટૂંકો પરિચય નીચે મુજબ છે.

   ૧) શ્રી ગૌરીશંકર જોષી - 'ધૂમકેતુ' (તા.૧ર-૧ર-૧૮૯ર થી તા.૧૧-૩-૧૯૬પ)

    નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક - વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટયકાર, જન્મ સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાના વિરપુર ગામે. ૧૯૩પમાં રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો પણ તેમણે પરત કરેલો. ૧૯પ૩માં નર્મદ સુવર્ણ ચંદ્રક, ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષ્ાદનાં ૧પમાં અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ, ૧૯પ૭-પ૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય.

    કુલ ચોવીસ વાર્તા સંગ્રહોની વાર્તાઓમાં સામાન્ય દીન દરીદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકા ક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓમાં પોષ્ટ ઓફીસ , ભૈયા દાદા , લખમી , જીવનનું પ્રભાત , રજપુતાણી વગેરે કલાકત્મક કૃતિઓ છે. જિબ્રાનની કૃતિઓ અને ટાગોરની ગીતાંજલિનો ભાવાનુવાદ તેમણે આપ્યો છે. ઈતિહાસ દર્શન ઈતિહાસની તેજ મૂર્તિઓ અને ઈલિયડ એમના પ્રકીર્ણ પુસ્તકો છે.

    ર) શ્રી મહેતા કૃપાશંકર ગંગાશંકર : (૧૮૬૯)

    નાટયકાર. જન્મ જેતપુરમાં. એમણે મહાભારતનાં ઉપાખ્યાનને આધારે નાશકારક ઘોડી અથવા ડાંગવોપાખ્યાનૃ નાટક આપ્યું છે.

   ૩) શ્રી દેશાઈ વાલજી ગોવિંદજી (તા. ૪-૧૦-૧૮૮ર થી રર-૧ર-૧૯૮ર)

    ગધ્ય લેખક અને સંકલન કર્તા. જન્મ જેતપુરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જેતપુર, રાજકોટ અને વાંકાનેર. ૧૯૧૩માં એલ્ફીન્સ્ટન કોલેજ-મુંબઈથી બી.એ. ગાંઘી શાસનને દ્રઢમુલ કરે તેવું ઉપયોગી સાહિત્ય આપનાર. ગાંધીજીના સાથીદાર. ગુજરાત વિધાપીઠના અધ્યાપક. આરોગ્ય મંજરી, ઈશુ રચિત , કથા કુસુમાંજલી , ગૌરક્ષ કલ્પતરૂં , દ્રોપદીના ચિર , બુધ્ધ ચરિત્રામૃત , શ્રીરામ કથા , વિશ્વસંહિતા , સજીલે શૃંગાર વગેરે એમના મૌલિક પુસ્તકો છે. સુંદરવન અને દીપમાળા એ વિશ્વ સાહિત્ય અને જગતના ઈતિહાસમાંથી સંચિત કરેલા ઉતમ વિચારો અને પ્રેરક પ્રસંગોના સંકલનો છે.

   ૪) શ્રી રજનીશકુમાર દેવરામ પંડયા: (તા. ૬-૭-૧૯૩૮)

    નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ જેતપુરમાં. નવલકથા - કુંતી , કોઈ પૂછે તો કહેજો . વાર્તાસંગ્રહ- ખલેલ , ચંદ્રદાહૃ , આત્માની અદાલત . લઘુ નવલ- પરભવના પિતરાઈ ચરિત્રાત્મક લેખ સંગ્રહ ગુલમહોર , કાફીલે બહારકે. લલિત નિબંધો: ઝબકાર ભાગ ૧ થી ૬, પારકાના તકદીર સાથે કરાર, મેઘધનુષનો આઠમો રંગ, સંબંધોનું જગત, રંગ બિલોરી, મન બિલોરી, હાસબિલોરી, તથા  બ્રધર્સ કેરેમેઝોન અને દોસ્તો યેવસ્કી એમનું સંપાદન - અનુવાદન પુસ્તક છે.

    હાલ તેમની શબ્દવેધ કોલમ ફૂલછાબ દૈનિકપત્રની રવિપૂર્તિમાં ચાલુ છે.

   પ) શ્રી જોષી પ્રાણશંકર સોમેશ્વર - યોગી ( તા. ર૦-ર-૧૮૯૭) '

   નિબંધકાર અને અનુવાદક. જન્મ જેતપુરમાં, પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ જેતપુરમાં અને રાજકોટમાં, કોલેજ શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૧૬ થી ૧૯પ૭ સુધી દક્ષિણ આફ્રિકામાં લેખક, શિક્ષક , અને પત્રકાર તરીકેની કારકિર્દી દરમ્યાન ત્યાંની ક્રાંતિ ચળવળના કાર્યકર. ૧૯પ૭ પછી રાજકોટમાં નિવાસ.

    એમના પુસ્તકો શાહીવાદની જંજીરો, સ્મૃતિ પ્રસંગો, આફ્રિકાની મહાક્રાતિ વગેરેમાં દક્ષિણઆફ્રિકાની રાજકીય તથા સામાજીક પરિસ્‍િથતિનું ઐતિહાસિક નિરૂપણ છે. ઉંઘ અને જાગૃતિ, કૃષ્ણ બંસી, જગતના રાજદવારી ક્ષેત્રમાં હિન્દુનું સ્થાન વગેરે તેમના અનૂદિત પુસ્તકો છે.

  ૬) શ્રી પંડયા પીયૂષ પુરષોતમ - જયોતિ'

   કવિ. જન્મ : જેતપુર, બી. એ. એલ. એલ. બી. પછી વકીલાત
એમની પાસેથી કાવ્ય સંગ્રહો નિમિષા અને કસક મળ્યા છે.

Next >>    1    2
 
 
Shaheri Vikas Varsh Click for Login Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.