Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના

ર૧ - પાર્કીંગ :-

 

વપરાશી ઉપયોગ માટે નવી ચણાતી ઈમારતો માટે અથવા મોજુદ ઈમારતોને ફેરફાર કરી ઉપયોગમાં લેવાની હોય ત્યારે અથવા મોજુદ મકાનોમાં વધારા કરીને ઉપયોગમાં લેવાના સમયે વાહનો થોભાવવા માટે રસ્તાની બાજુમાં નીચેના કોઠામાં જણાવ્યા પ્રમાણે વ્યવસ્થા કરવી પડશે. રસ્તાની બાજુના પાર્કીંગ સ્થળ માટે નીચે કોઠામાં જણાવ્યા પ્રમાણે લઘુતમ વિસ્તાર રાખવો પડશે

રસ્તાની હદ બહાર ઓછામાં ઓછી રાખવાની થતી પાર્કીંગની જગ્યા દર્શાવતો કોઠો.

 


 
ઉપયોગનો પ્રકાર
મોટરો થોભાવવા માટેની પ.પ મી.× ર.પ મી. જેટલી જગ્યા દરેક.
મોટર સાયકલ સ્કુટર થોભાવવા માટેની ર.પ મી. × ૦.પ મી. જેટલી જગ્યા દરેક.
સાયકલો થોભાવવા માટેની ર.૦×૦.પ૦ મી. જેટલી જગ્યા દરેક.
૧) સીનેમા થીયેટર
અને જાહેર સંમેલન ગૃહો.
રપ બેઠક અથવા તેના ભાગ માટે.
૧૦ બેઠક અથવા તેના ભાગ માટે
પ બેઠક અથવા તેના ભાગ માટે
(ર)
જાહેર સંમેલનો
માટેની જગ્યાઓ
અને ગૃહો કે જયાં કોઈ પણ જાતની 
પ્રવેશ ફી લેવાતી નથી.
૧૦૦ બેઠક અથવા તેના ભાગ માટે.
ર૦ બેઠક અથવા તેના ભાગ માટે.
૧૦ બેઠક અથવા
તેના ભાગ માટે.
(૩) ફકત
ભોયતળીયામાં
આવેલ બજાર માટે.
પ દુકાનો અથવા તેના ભાગ અથવા ૧૦૦ ચો.મી. વિસ્તાર અથવા તેના ભાગ એમ બે પૈકી જે માટે વધુ જગ્યા વાહન થોભાવવા જરુરી હોય તે.
ર દુકાન અથવા ૪૦ ચો.મી. કે તેના ભાગ બન્ને
પૈકી જે માટે વધુ જગ્યા વાહન થોભાવવા જરુરી હોય તે.
પ ચો.મી.નો વિસ્તાર અથવા તેનો ભાવ બન્ને પૈકી જે માટે વધુ વાહન થોભાવવા જરુરી હોય તે.
(૪) ઓફીસ માટેના મકાનો અનેધંધાદારી કન્સલ્ટીંગ રુમ.
૧૦૦ ચો.મી. નો વિસ્તાર અથવા
તેના ભાગ માટે.
ર૦ ચો.મી. નો વિસ્તાર અથવા તેના ભાગ માટે.
૧૦ ચો.મી.નો વિસ્તાર અથવા
તેના ભાગ માટે.
  (ક) બેન્ક અથવા
વ્યાપારીક મકાનો.
v v v
  (ખ) રેસ્ટોરન્ટ. v v v
 
(ગ) રહેણાંક-
હોટલો.
v v v
  (ઘ) ઉપરના મજલે આવેલ દુકાનો. v v v
(પ) માધ્યમિક
શાળાઓ.
રપ૦ વિદ્યાર્થીઓ અથવા તેના ભાગ માટે[ ૧૦૦ વિદ્યાર્થીઓ અથવા
તેના ભાગ માટે
૧૦ વિદ્યાર્થીઓ અથવા તેના ભાગ માટે.
(૬) કોલેજો. ૧૦૦ વિદ્યાર્થીઓ અથવા તેના ભાગ માટે ઓછામાં ઓછી ૧૦ મોટર કારની જગ્યા. પ૦ વિદ્યાર્થીઓ અથવા તેના ભાગ માટે. ર૦ વિદ્યાર્થીઓ અથવા તેના ભાગ માટે.
(૭) ઈસ્પીતાલો અને નર્સીંગ હોમ. રપ૦ ચો.મી.તેના વિસ્તાર અથવા તેના ભાગ માટે. ૧૦૦ ચો.મી.નો વિસ્તાર
તેના ભાગ માટે.
પ૦ ચો.મી.નો વિસ્તાર અથવા
તેના ભાગ માટે
(૮) ઔદ્યોગિક મકાનો
   (ક) ૮૦૦ ચો.મી.
અને તેથી વધુ પરંતુ ૪૦૦૦૦ ચો.મી.થી ઓછા ક્ષેત્રફળવાળું
એકમ.
ર૦૦૦ ચો.મી.વાળો પ્લોટ વિસ્તાર અથવા તેના ભાગ માટે પરંતુ ઓછામાં ઓછી બે મોટરકારો માટેની જગ્યા. ૪૦૦ ચો.મી.વાળો પ્લોટ વિસ્તાર અથવા તેના ભાગ માટે પરંતુ ઓછામાં ઓછા પાંચ સ્કુટરો માટેની જગ્યા. ૧૦૦ ચો.મી. વાળો વિસ્તાર અથવા
તેના ભાગ માટે
પરંતુ ઓછામાં ઓછી ર૦ સાયકલો માટેની જગ્યા.
  (ખ) ઔદ્યોગિક મકાન માટેના બાંધકામ એકમો ૪૦૦૦૦ ચો.મી. થી વધુ અને ૮૦ હજાર ચો.મી. થી ઓછુ હોય. ૩૦૦૦ ચો.મી.નો પ્લોટ વિસ્તાર અથવા તેના ભાગ માટે પરંતુ ઓછામાં ઓછી ર૦ મોટરો માટેની ઓછી રપ મોટરો માટેની જગ્યા. પ૦૦૦ ચો.મી.નો પ્લોટ વિસ્તાર અથવા તેના ભાગ માટે પરંતુ ઓછામાં ઓછા ૧૦૦ સ્કુટરો માટેની જગ્યા. ૧પ૦ ચો.મી.નો પ્લોટ વિસ્તાર અથવા તેના ભાગ માટે પરંતુ ઓછી ઓછી ૪૦૦ સાયકલો
માટેની જગ્યા.
  (ગ) ૮૦ હજાર ચો.મી. કે તેથી વધુ ક્ષેત્રફળવાળા મકાનોનાં માટે ઔદ્યોગિક મકાનના માટે બાંધકામ એકમો. ઓછામાં ઓછી રપ મોટરો માટેની જગ્યા. ઓછામાં ઓછી ૧પ૦ સ્કુટરો માટેની જગ્યા. ઓછામાં ઓછી ૬૦૦ સાયકલો
માટેની જગ્યા.
  (ઘ) કાપડની મીલ
માટેના ઔદ્યોગિક એકમો :-અ. મોટરો------(દર ૧૦૦૦ ચોરસમીટરના
કચેરી મકાન દીઠ.)(૧) વ્યવસ્થાપકો તથા સ્ટાફ.(ર) મુલાકાતીઓ.બ.
ઔદ્યોગિક એકમનાં બધા માળોના બાંધકામ વિસ્તાર દીઠ સાયકલોની જરુરીયાત.(૧) પ૦૦૦ ચો. મીટર સુધી(ર) વધારાના દરેક પ૦૦૦ ચો. મીટર કે તેનાં ભાગ દીઠ
મોટરોની સંખ્યા.---------
૧૦પ----
સાયકલની સંખ્ય------------
૧પ૦૧પ(વધારાની સાયકલો)
રસ્તાઓ ઉપર વાહન વ્યવહારને પ્રવેશ માટે પુરતો અવકાશ રહે તેમજ વાહન ચલાવવાં રસ્તાઓ રહે અને વાહન કાઢવા તેમજ થોભાવવાં જગ્યા રહે તે રીતે ઉપર મુજબની જગ્યા પુરી પાડવી.
 
વાહન થોભાવવા માટેની રુપરેખા દર્શાવતા નકશામાં નીચેની બાબતોની જોગવાઈઓ હોવી જોઈએ.
 
(૧)
મોટર થોભાવવાની જગ્યા રસ્તા ઉપર પ્રવેશ માટે ઓછામાં ઓછી ૩ મીટરની પહોળાઈ હોવી જોઈએ.
   
(ર)
મોટર થોભાવવાં માટેની ૧૯ મોટરો માટેની જગ્યા કરતાં વધુ મોટરો હોય તો તેને બે સ્વતંત્ર પ્રવેશ ઉપર મળવા જોઈએ પરંતુ જો પ્રવેશ ઓછામાં ઓછા પાંચ મીટરનો હશે તો એક બાજુ પ્રવેશ રાખી શકાશે.
   
(૩)
માત્ર સ્કુટરો અને અથવા સાયકલો થોભાવવાની જગ્યા રાખવા માટે રસ્તા ઉપરનો પ્રવેશ ઓછામાં એ ૧.૮૦ મીટરનો હોવો જોઈએ.
   
(૪)
સ્કુટરો અને અથવા સાયકલો માટેની જગ્યાઓ ર૦૦ સાયકલ અને અથવા સ્કુટરો માટેની જગ્યા કે વધતી હોય તો તેને બે સ્વંતત્ર પ્રવેશ રસ્તા ઉપર મળવા જોઈએ. પરંતુ જો આવો પ્રવેશ ઓછામાં ર.૪૦ મીટરનો હોય તો એક બાજુ પ્રવેશ રાખી શકાશે.
   
(પ)
જો વાહનો થોભાવવાની જગ્યા રસ્તાની સમતળ રીતે પુરી પાડેલ ન હોય તો ઢાળ ૧૪.૩૦ થી વધુ ઉંચો હોવો જોઈએ. એટલે કે સાત મીટરની લંબાઈમાં એક મીટરની ઉંચાઈથી વધુ ન હોવો જોઈએ. જો મે અથવા સ્કુટરો કે સાયકલો થોભાવવાની જગ્યા અનુક્રમે ૧૯ મોટરો અને અથવા ર૦૦ સ્કુટરો કે સાયકલો રાખવાની જગ્યા કરતાં વધતી હોય તો ભોંયતળીયાથી આવ વાહનો થોભાવવાની જગ્યા સુધી એક અથવા સ્વતંત્ર ઢાળ પુરા પાડવા જોઈએ.
   
(૬)
વાહન થોભાવવાની જગ્યા તરફ જવા માટેના દરેક પ્રવેશ માર્ગ અને તેના કોઈ પણ બીન્દુએ બે મી ચોખ્ખો હેડ વે પુરો પાડવો જોઈએ.
   
(૭)
રસ્તા સંબંધમાં મકાનમાં વાહન થોભાવવા માટેનું સ્થળ, દિશા અને સમતળ અને તેના પ્રવેશ માર્ગ સ્વતંત્ર કિસ્સામાં જે તે રસ્તા ઉપરના વાહન વ્યવહારના પ્રવેશની દિશા, રસ્તાઓ ભેગા થતા હોય તે અને તેનું અંતર લક્ષમાં લઈને સત્તામંડળ જણાવે તે રીતે પુરા પાડવા જોઈએ.
   
(૮)
વાહન થોભાવવા માટેની રૂપરેખા દર્શાવતા નકશામાં સામાન્ય વ્યવસ્થા સત્તામંડળ વખતો વખત બહાર પાડતી સુચનાઓ સાથે સુસંગત રહે તે રીતે રાખવી જોઈએ.
   
(૯)
બહુમાળી મકાનોના કિસ્સામાં ઈમારતની ૬ મીટરની પરિમીતીમાં પાર્કીંગ સ્થળ માટે પરવાનગી અપાશે.
   
(૧૦)
અલ્પમાળી મકાનોના કિસ્સામાં ઈમારતની માટે જરુરી લઘુતમ મારજીનમાં પાર્કીંગ સ્થળ માટે પરવાનગી અપાશે નહી.
 
Index  
21
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.