|
|
૧૧ |
|
સર્વેયર, (પ્લાન મેકર), સ્થપતી, ઈજનેર, સ્ટ્રકચરલ ઈજનેર, તથા પ્લમ્બરની, પરવાનેદારી તરીકે નોંધણી :-
સત્તામંડળ સર્વેયર (પ્લાન મેકર) સ્થપતી, ઈજનેર, સ્ટ્રકચરલ ઈજનેર, તથા પ્લમ્બરની નોંધણી કરી પરવાના આપશે આવી નોંધણી માટે અરજી શૈક્ષણીક લાયકાત, અનુભવ, વિગેરે સાથેનાં દસ્તાવેજો સાથે કરવી જોઈશે. |
|
|
|
|
નોંધણી માટે વિવિધ પરવાને દારોની લાયકાત :-
સર્વેયર, આર્કીટેકટ, ઈજનેર, સ્ટ્રકચરલ, સુપર વાઈઝર તથા પ્લમ્બરને પરવાના આપશે તેમની લાયકાતો અને અનુભવ નીચે મુજબના રહેશે.
મોજણીદાર :- (સર્વેયર) :- સીવીલ ઈજનેરી અથવા સ્થપતીની ઓલ ઈન્ડીયા બોર્ડ ઓફ ટેકનીકલ એજયુકેશને માન્ય કરેલી ઉપાધી અથવા કોઈ પણ રાજય સરકારે સીવીલ એજનેરીનો અથવા સ્થપતીની સ્ટેટ બોર્ડ ઓફ ટેકનીકલ એકઝામીનેશને માન્ય કરેલ ડીપ્લોમાં.
સ્થપતી (આર્કીટેકટ) :- ઓલ ઈન્ડીયા બોર્ડ ઓફ ટેકનીકલ એજયુકેશને માન્ય કરેલ સ્થપતીની ઉપાધી અથવા ભારતના કોઈ પણ રાજયના સ્ટેટ બોર્ડ ઓફ ટેકનીકલ એકઝામીનેશનનો ડીપ્લોમાં તથા ભારતીય સ્થપતી ધારા ૧૯૭ર હેઠળ નોંધણી થયેલ સ્થપતી આ ઉપરાંત અરજદાર જો સ્થપતીનો ડીપ્લોમાં ધરાવતા હોય તો તેને પાંચ વર્ષનો અને જો તે સ્થપતીની ઉપાધી ધરાવતો હોય તો તેને બે વર્ષનો ધંધાદારી અનુભવ હોવો જોઈશે.
ઈજનેર :- ઓલ ઈન્ડીયા બોર્ડ ઓફ ટેકનીકલ એજયુકેશને માન્ય કરેલ ઈજનેરની ઉપાધી અથવા ભારતના કોઈ પણ રાજયના સ્ટેટ બોર્ડ ઓફ ટેકનીકલ એકઝામીનેશને માન્ય કરેલ સીવીલ ઈજનેરીનો ડીપ્લોમાં. અરજદાર જો ઈજનેરીનો ડીપ્લોમાં ધરાવતો હોય તો તેને પાંચ વર્ષનો અને જો ઉપાધી ધરાવતો હોય તો તેને બે વર્ષનો ધંધાદારી અનુભવ હોવો જોઈશે.
સ્ટ્રકચરલ ડીઝાઈનર :- ઓલ ઈન્ડીયા બોર્ડ ઓફ ટેકનીકલ એજયુકેશને માન્ય કરેલ સીવીલ ઈજનેરીની ઉપાધી ઉપરાંત અરજદારને પાંચ વષ્ર્ાનો સ્ટ્રકચરલ ડીઝાઈનરનો અનુભવ હોવો જોઈશે અને તે પૈકી બે વર્ષ તેણે કોઈ સ્ટ્રકચરલ ડીઝાઈનરની સંસ્થામાં જવાબદારીનું પદ સંભાળેલું હોવુ જોઈશે.
પ્લમ્બર (નળ, ભુંગળાનું કામ કરનાર ) :- ઓલ ઈન્ડીયા બોર્ડ ઓફ ટેકનીકલ એજયુકેશને માન્ય કરેલ વીલ/મેકેનીકલ ઈજનેરીની ઉપાધી અથવા ભારતના કોઈ પણ રાજયના સ્ટેટ બોર્ડ ઓફ ટેકનીકલ એકઝામીનેશને માન્ય કરેલ સીવીલ/મીકેનીકલ ઈજનેરીનો ડીપ્લોમાં ઉપરાંત સત્તામંડળ પ્લમ્બીંગની કામગીરી જાણતી વ્યકિતને અનુભવનું સર્ટીફીકેટ રજુ કર્યા બાદ જરૂરી ટેસ્ટ લઈ પરવાનો આપશે
|
|
|
|
૧૧-ર |
પરવાનેદાર, સરવેયર, ઈજનેર, સ્થપતી, સ્ટ્રકચરલ, ઈજનેર, તથા પ્લમ્બર તરીકેની સત્તામંડળ પાસે નોંધણીની ફી એક નાણાકીય વર્ષ કે તેના ભાગ માટે રૂપિયા રપ૦-૦૦ રહેશે આ ફી અગાઉથી ભરવાની રહેશે અને તે પરત થવા પાત્ર રહેશે નહી. |
|
|
|
૧૧-૩ |
પરવાના રીન્યુ ફી :-
મુળ પરવાના ફી એક વર્ષ સુધી અમલમાં રહેશે ત્યાર બાદ દર વર્ષે પરવાનો રીન્યુ કરાવવાની રૂપીયા ૧રપ/- લેખે ફી ભરવાની રહેશે. |
|
|
|
૧૧-૪ |
પરવાનેદારોની જવાબદારીઓ :-
પરવાનેદાર મોજણીદાર (સર્વેયર) :- પરવાનેદારને ઈજનેર, પરવાનેદાર સ્થપતી, પરવાનેદાર સ્ટ્રકચરલ ઈજનેર તથા પ્લમ્બર તરીકે કામ કરતી વ્યકિતઓની જવાબદારીઓ :- |
|
|
|
(૧) |
પ્લાન તથા સેકશન બનાવનાર વ્યકિતએ પ્લાન નકશામાં સ્થળનું ચોકકસ સ્થાન બતાવવાની તેની ફરજ છે. નિયમો અને પેટા નિયમો હેઠળ જે અન્ય બાબતો નકકી કરેલી છે તેની પુર્તતા કરવાની રહેશે. અને પેટા નિયમોની જોગવાઈઓ મુજબ પ્લાન તથા સેકશન તૈયાર કરવાના રહેશે. માલીક અથવા મુખત્યારની સહી હોવા બદલની જવાબદારી પ્લાન તૈયાર કરનારાની રહેશે.
|
|
|
|
(ર) |
નીચેની બાબતોમાં સ્ટ્રકચરલ ડીઝાઈનરની જવાબદારી રહેશે :-
(ક) બાંધકામની પરવાનગી મેળવવાના હેતુસર માળખા યોજનાનો અહેવાલ નિયત નમુનામાં તૈયાર કરી સત્તામંડળને રજુ કરવો.
(ખ)નેશનલ બિલ્ડીંગ કોડ અથવા ઈન્ડીયન સ્ટાન્ડર્ડ સ્પેશીફીકેશન જોગવાઈ મુજબ વિગતવાર સ્ટ્રકચરલ ડીઝાઈનનો અહેવાલ તૈયાર કરવો.
(ગ) બાંધકામના અમલીકરણ માટેની વિગતવાર આકૃતીઓ તથા તે અંગેની સમજુતીઓમાં લાઈવ લોડ, જમીનની સેફ બેરીંગ કેપેસીટી, માલ સામાનનું વર્ણન યોજના માટેની ધારણાઓ તથા યોજના માટે કોન્ટ્રાકટરે ધ્યાનમાં લેવાની ખાસ સુચનાઓ વગેરેનો લગતી બાબતો તૈયાર કરવી.
(ઘ) સુપરવાઈઝરે સ્ટ્રકચરલ ડીઝાઈનની બે નકલો આપવી. |
|
|
|
(૩) |
આ પેટા નિયમ હેઠળ નિમાયેલ સુપરવાઈઝરની ફરજો :- |
|
|
|
|
(ક) સુપરવાઈઝરને સ્ટ્રકચરલ ડીઝાઈનની લેખીત સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવો અને સ્ટ્રકચરલ ડ્રોઈંગ અને વિગતવાર સ્પેસીફીકેશનોનું પાલન કરવું.
(ખ) માલ સામાન, ઘટકો, પદાર્થો અને ગુણધર્મ અંકુશ તથા ચણતરની કાર્યરીતી માટે નેશનલ બીલ્ડીંગ કોડ, ઈન્ડીયન સ્ટાન્ડર્ડ સ્પેશીફીકેશનની જોગવાઈઓનું પાલન કરવું.
(ગ) ખોદાણ અને બાંધકામ દરમ્યાન કામદારો અને અન્ય વ્યકિતઓની સુરક્ષીતતાનો પ્રબંધ કરવો.
(ઘ) બાંધકામ દરમ્યાન ઉપયોગી થાય તેવુ સુરક્ષાીત અને પુરતુ કામચલાઉ માળખાનું આયોજન કરવું.
(ચ) હવે પછીના તબકકાનું કામ શરુ કરતા પહેલા અગાઉના કામની અમલ બજવણી કરેલા સ્ટ્રકચરલ ડ્રોઈંગ અને પ્રગતી રીપોર્ટ સત્તાવાળા પાસે જમા (ડીપોઝીટ) કરવા. |
|
|
|
(૪) |
પ્લમ્બર (નળ, ભૂંગળાનુ કામ કરનાર) ની ફરજો નીચે પ્રમાણે રહે છે :- |
|
|
|
|
(ક) કામ માટેના સાધનો, માલ સામાન, ફીટીંગ અને અન્ય સામગ્રી સારા પ્રકારની વાપરવી અને કામ સંતોષકારક રીતે કરવું.
(ખ)પાણીની પાઈપ લાઈન કે ડ્રેનેજના કનેકશન માટે ખોદકામ કરતી વેળા વાહન વ્યવહાર ખોરવાય નહી તે સારૂ કામ માટે આખો રસ્તો એકી સાથે ખોદવો નહી અને તબકકાવાર કામ હાથ પર ધરવું.
(ગ) પાણી અને ડ્રેનેજ માટે રસ્તો ખોદવો હોય ત્યારે 'કામ ચાલુ છે' તેમ દર્શાવતા આડશ, લાલ ધ્વજ, પાટીયાઓ ખોદવા અને રાત્રે લાલ બત્તીઓ મુકવી. કામ પુરુ થયે તેથે રસ્તો મૂળ હાલતમાં કરી આપવો, રસ્તો ખોદતા ખાડાઓની આજુબાજુ આડશો કે લાલ બત્તીઓ મુકવાની તેની નિષ્ફળતાથી જો કોઈ અકસ્માત, દાવાદુવી કે અન્ય નુકશાન થશે તો તે માટે તેની જવાબદારી રહેશે.
(ઘ) સત્તામંડળે અધિકૃત કરેલા અમલદારના લેખીન હુકમનો અમલ કરવો. |
|
|
|
૧૧-પ |
પ્રગતી રીપોર્ટના તબકકાઓ :- |
|
|
|
(૧) |
પ્રગતી રીપોર્ટ અને તપાસણી માટેના અન્ય તબકકાઓ :-
દરેક પ્રકારના ચણતર કે બાંધકામ દરમ્યાન નીચે પ્રમાણેના તબકકાઓ માન્ય રહેશે.
(ક) ખોદકામ (ફોર્મ નંબર પ)
(ખ)પાયાનું ચણતર (ફોર્મ નંબર ૬)
(ગ)પ્લીન્થ (બેંસણી) (ફોર્મ નંબર ૭)
(ઘ)પહેલો માળ (ફોર્મ નંબર ૮)
(ચ)ત્યાર પછીના દરેક માળ (ફોર્મ નંબર ૯) |
|
|
|
(ર) |
આ પેટા નિયમ હેઠળ કામે રાખેલ દરેક વ્યકિત તેના તાબાના કામની તપાસણી કરવા બાબતે ચોખ્ખા ચાર દિવસ ગાળો રાખીને તપાસણી સમય અંગેની જાણ સત્તામંડળના અધિકૃત અમલદારને કરશે. આને પ્રગતી પ્રમાણ પત્ર કહેવાશે આવુ પ્રમાણપત્ર યોગ્ય રીતે ભરીને તે સાથે ફોર્મ નંબર ૧ થી ૪ માં જણાવેલ રેખાંકનો બીડવાના રહેશે.
|
|
|
|
(૩) |
સત્તામંડળના અધિકૃત અમલદાર અથવા તેમના અધિકૃત પ્રતિનિધીની લેખીત પુર્વ મજુરી લીધા વગર કામનો કોઈ પણ તબકકાનો હવાલો ધરાવનાર શખ્સ ઉપર જણાવેલ નોટીસનો સમય પુરો થયા પહેલા કામ શરુ કરશે નહી. જો આવી કોઈ લેખીત પરવાનગી મળેલી ન હોય અથવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ કામ બંધ કરવા અને દુર કરવા કોઈ માંગણી મળી ન હોય તો કામનો હવાલો ધરાવતો શખ્સ તેને આપેલી પરવાનગી અને પેટા નિયમને આધિન રહીને. કામના હવે પછીના તબકકા આગળ વધવા મુકત રહેશે. |
|
|
|
(૪) |
સત્તા મંડળળના અધિકૃત અમલદાર અથવા તેમના પ્રતિનિધિની લેખીત પુર્વ મંજુરી સિવાય કામના કોઈ પણ તબકકાના હવાલામાં હોય તેવો શખ્સ આ પેટા નિયમ હેઠળ કામના ચાલુ તબકા વીષે કે તે પુર્વના કામ સબંધે કોઈ પણ ક્ષતી કાઢવામાં આવેલ હોય અને જયા સુધી આવી ક્ષતીની દુરસ્તી થાય નહી અને તેનો અહેવાલ સત્તામંડળના અધિકારીને મોકલી આપવામાં ન આવે ત્યાં સુધી હવે પછીનું કામ કરશે નહી. |
|
|
|
(પ) |
આ પેટા નિયમ હેઠળના તમામ પ્રગતી પ્રમાણપત્રો મત્તામંડળે પુરા પાડવાના ફોર્મ નંબર પ થી ૧૧ માં આપવાના રહેશે. |
|
|
|
(૬) |
આ પેટા નિયમ હેઠળના તમામ પ્રગતી પ્રમાણપત્રો મત્તામંડળે પુરા પાડવાના ફોર્મ નંબર પ થી ૧૧ માં આપવાના રહેશે. |
|
|
|
(૭) |
નીચેના કિસ્સાઓમાં પ્રગતી પ્રમાણપત્રની જરૂર રહેશે નહી.
(ક) મકાનનાં માળખાકીય ભાગને લગતા ન હોય તેવા ફેરફારો.
(ખ) પંદર ચો.મી. ક્ષેત્રફળ સુધીના મોજુદ રહેણાંક મકાનમાં કરવાનું વિસ્તરણ.
|
|
|
|
૧૧-૭ |
પરવાના રીન્યુ ફી :-
મુળ પરવાના ફી એક વર્ષ સુધી અમલમાં રહેશે ત્યાર બાદ દર વર્ષે પરવાનો રીન્યુ કરાવવાની રૂપીયા ૧રપ/- લેખે ફી ભરવાની રહેશે. |
|
|
|
૧૧-૪ |
પરવાનો રદ :-
પરવાનેદાર તેની કોઈ પણ ફરજ કે જવાબદારી દર્શાવવામાં બેદરકારી દર્શાવતા માલુમ પડશે કે આ વિનિયમોનો ભંગ કરતા માલુમ પડશે તો કાયમી કે કામ ચલાઉ ધોરણે સત્તામંડળ તેનો પરવાનો રદ કરી શકશે. |