દરેક જાહેરાતના બોર્ડનું આયોજન એવું હોવું જોઈએ કે, રેગ્યુલેશનોની જોગવાઈઓ પ્રમાણે તે પવન તથા અન્ય બોજાઓ સામે ટકી રહી શકે.
ર૮.ર
વિવિધ રસ્તાઓ માટે જાહેરાતના બોર્ડના માપ કોઠામાં જણાવ્યા પ્રમાણે રહેશે.
રસ્તાની પહોળાઈ (મીટરમાં)
ઉંચાઈ
જાહેરાતના બોર્ડની વધુમાં વધુ લંબાઈ
(૧)
રાષ્ટ્રીય ધોરી માર્ગો અને પ૦ મી.થી વધુ પહોળાઈવાળા રસ્તાઓ.
૩ મીટર
૧૦ મીટર
(ર)
ર૦ મી. થી પ૦ મી. સુધીના પહોળાઈના રસ્તાઓ.
૩ મીટર
૮ મીટર
(૩)
૧૦ મી.થી ર૦ મી. સુધીના પહોળાઈના રસ્તાઓ.
ર મીટર
પ મીટર
(૪)
૧૦ મીટર સુધીની પહોળાઈના રસ્તાઓ.
૧ મીટર
ર.પ૦ મીટર
ર૮.૩
ભોંય ઉપરનાં જાહેશરાતોના બોર્ડની મહત્તમ ઉંચાઈ :-
જમીન ઉપર ઉભી કરવાની જાહેરાતોના બોર્ડની ઉંચાઈ ૯ મીટર કરતાં વધારે રાખી શકાશે નહી. જો કે લાઈટના પરાવર્તકો જાહેરાતની ઉંચાઈની પાર રાખી શકાશે. જમીનની તળ ઉપર જાહેરાતના બોર્ડનો નીચેનો આકાર ર.પ મીટરથી ઓછી ઉંચાઈએ રાખી શકાશે નહી.
ર૮.૪
રસ્તાઓથી અંતર :-
(ક)
સત્તામંડળે જોગવાઈ કર્યા પ્રમાણે મોજુદ અથવા સુચિત રસ્તાની હદથી લઘુતમ અંતર ૩ મીટર હોવું જોઈએ.
(ખ)
રસ્તાઓનાં સંગમ સ્થાનથી અંતર :- ઈન્ટર સેકશનથી ૧૦૦ મીટરથી ઓછા અંતરે જાહેરાતના બોર્ડ માટે પરવાનગી અપાશે નહી આ અંતર કેન્દ્ર વર્તી રેખા અને સંગમ સ્થાનને લક્ષમાં રાખી જાહેરાત સુધી માપવામાં આવશે.
ર૮.પ
ટ્રાફીક સલામતી :-
સત્તામંડળના અભિપ્રાય પ્રમાણે ટ્રાફીક ચિન્હો સાથે ગુચવાડો ઉંભો કરે તેવી જાહેરાતોના બોર્ડની પરવાનગી અપાશે નહી.
ર૮.૬
ભાષા નિયંત્રણ :- પ્રવાસીને ગેર માર્ગ દોરે / ગુંચવી નાખે તેવા શબ્દો કે જેવા કે, 'ઉભા રહો', 'જુઓ', 'દોડો' જાહેરાત બોર્ડમાં વાપરવા પરવાનગી અપાશે નહી.