Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
એપેન્ડીકસ - એ
(વિનિયમ નં. પ)
વિકાસ અરજી નમુનો
 
ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ એકટ - ૧૯૭૬ ના સેકશન ર૭, ૩૪ અને ૪૯ પ્રમાણે પરવાનગી માટેની અરજી (નિયમ ૯, નમુનો ક )
 

પ્રતિ,
મુખ્ય કારોબારી અધિકારી શ્રી,
વિસ્તાર વિકાસ સત્તામંડળ,
જેતપુર

 
હું / અમે આ સાથે જોડેલા નકશા અને ડ્રોઈંગમાં દશર્ાવ્યા મુજબ વિકાસ કરવા પરવાનગી માગું છું / માંગીએ છીએ.
 
તારીખ :- ‘
સહી.............................
 
(૧) અરજદારનું નામ :-
 
(ર) ટપાલનું સરનામુ. :-
 
(૩) અરજદારનું જમીનમાં હિત દર્શાવનારું હકક પત્રક.
 
(૪) જમીનનું વર્ણન, મહેસુલી ગામ, શહેર, પ્લાનીંગ સ્કીમ, સર્વે નંબર, ફાઈનલ પ્લોટ નંબર.
 
(પ) હાલમાં જમીન અને / અથવા મકાનનો કંઈ રીતે ઉપયોગ કરો છો.
જો તેમનો એક કરતાં વધું પ્રકારના હેતુ માટે ઉપયોગ કરવાનો હોય તો તે દરેકની વિગતો આપવી.
 
(૬) જમીન અથવા / અને મકાનનું સુચિત હેતુ દર્શાવો. જો જમીન અને / અથવા મકાનનો એક કરતાં વધુ પ્રકારે ઉપયોગ કરવાનો હોય તો દરેક પ્રકારનાં ઉપયોગની વિગતો વર્ણવો.
 
(૭) યોગ્ય સત્તાધીશે મંજુર કરેલ લે આઉટમાં જમીનનો સમાવેશ થયેલ છે ? જો મંજુર થયેલ હોય તો મંજુરી પત્રનો ક્રમાંક તથા તારીખ દશર્ાવવી મંજુર કરેલ લે આઉટની નકલ રજુ કરવી, જો આ પ્રમાણે મંજુરી મેળવેલ ન હોય તો અન્ય કોઈ સત્તાધીશે મંજુરી આપેલ છે ? જો સત્તાધીશે મંજુરી આપી હોય તેના પત્ર અંક, તારીખ દર્શાવવી અને સ્વીકૃત કરેલ લે આઉટની નકલ રજુ કરવી.
 
(૮) આવાસોના ઉપયોગ માટે રહેણાંકના એકમો અને દરેક માળનું ભોંયનું ક્ષેત્રફળ.
 
(૯) સુચિત ઉપયોગ જો ઉદ્યોગ/વાણીજય માટે કરવાનો હોય તો ઉદ્યોગ/વાણીજય સંસ્થાનું સ્વરુપ અને કામનો પ્રકાર, માલવાહક વાહનોમાંથી / માં માલ ઉતારવા / ચઢાવવા કયા પ્રકારની અલગ વ્યવસ્થા કરેલી છે ? ઔદ્યોગિક, બીન ઉપયોગી પ્રવાહી માટે કેવા પ્રકારની વ્યવસ્થા સુચવેલી છે.
 
અરજી સાથે નકશાઓ અને દસ્તાવેજો રજુ કરવા અરજદારોને સુચના :-

--------------------------------------

 
નકશા અને ડ્રોઈંગમાના લખાણો સ્પષ્ટ પણે અને ચોકખી રીતે વાંચી શકાય તે માટે યોગ્ય અને ટકાઉ કાગળ વાપરવો, દરેક નકશો અથવા ડ્રોઈંગ ઉપર અરજદાર તેમજ તેના ઈજનેર / સર્વેયરની સહી કરેલી હોવી જોઈએ.
મુળ નકશો/ડ્રોઈંગની નકલો રજુ કરવાની હશે તો તે પ્રમાણીત કરેલી હોવી જોઈએ.
લે આઉટ પ્લાન ત્રણ નકલમાં :-

-----------------

 
મકાન બાંધકામ દવારા વિકાસ કરવા પરવાનગી મેળવવાની અરજી સાથે સમગ્ર જમીનનો લે આઉટ પ્લાન બીનચુકપણે રજુ કરવો પડશે.
આ નકશા દોરવા પ મીટર - ૧ સે.ની.નું પરિણામ વાપરવું અને નીચેની વિગતો દર્શાવવી.
 
(૧) અરજીમાં દર્શાવેલા પ્લોટ/સર્વે નંબરની હદ રેખા અને તેના પેટા વિભાગો દર્શાવતો લે આઉટ.
 
(ર) મોજુદ બાંધકામ અને નવા કરવાના બાંધકામો અને તેમાં કરવાના રસ્તાઓ શેરીઓ અને વાહનો માટેના માગો” (સુચિત કામો, મોજુદ કામોથી જુદા તરી આવે તેવી રીતે દર્શાવવા ) સુચિત નવા રસ્તા, શેરીઓ અને તેમનું સમતળ તથા પહોળાઈ.
 
(૩) દરેક બાંધકામની સુચિત ઉપયોગ અને બાંધકામ વગર રાખવાની ખુલ્લી જગ્યા.
 
(૪) જો લે આઉટમાં આવાસની જોગવાઈ હોય તો ભવિષ્યમાં વધારો કરવાની શકયતા ન રહે તે રીતે મહત્તમ બાંધકામ.
 
(પ) જો લે આઉટ ઔધોગિક / વાણીજય ઉપયોગ માટે હોય તો ભવિષ્યમાં વધારો કરવાની શકયતા ન રહે તે રીતે મહત્તમ બાંધકામ.
 
(૬) મોજુદ પાણી પુરવઠો, ગટર વિગેરેનો વ્યાસ અને પાણી પુરવઠાના પાઈપ, વરસાદના પાણી માટે ગટરના પાણીના નિકાલ માટેના પાઈપની ચઢ ઉતારની માત્રા.
 
(૭) જાહેર રસ્તાના સંદર્ભમાં પ્લોટનું સ્થળ.
 
(૮) જો મોટા રસ્તામાંથી પ્લોટમાં પ્રવેશવા રસ્તો નીકળતો હોય તો તે સહીતના તમામ મોજુદ રસ્તાની પહોળાઈ અને રેખાંકન, મોજુદ અનુસુચિત રસ્તાના કામો જુદા તરી આવે તેવી રીતે દર્શાવવા.
 
(૯) સાચવણી/ જાળવી રાખવા લાયક માજુદ વૃક્ષો અને નૈસર્ગિક દ્રશ્યો.
 
(૧૦) એક મીટર બરાબર એક સે.મી.નું પરિણામ વાપરી, મોજુદ અને સુચિત બાંધકામ અને દરેક માળના ભોંયના ક્ષેત્રફળના નકશાઓ.
 
Index  
Forms    
App- A
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.