Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના

૩૦ -હવા અને વાયુ પ્રદુષણ નિયંત્રણ :-

(૧)
જાહેર આરોગ્યને ત્રાસ આપે કે ભયરુપ બને તે રીતે ઔદ્યોગિક કચરાનો નિકાલ થઈ શકશે નહી કે રાખી શકાશે નહિ.
(ર)
ઉપરોકત જોગવાઈને આંચ ન આવે તે રીતે સત્તામંડળ ઔદ્યોગિક એકમોનો વાયુ કચરો તથા પ્રવાહી નિયંત્રણ કરવા માટે ચોકકસ શરતો રાખી શકશે. આ શરતો વિકાસ પરવાનગીનાં એક ભાગ તરીકે ગણાશે.
૩૦.૧.૧
વ્યાખ્યાઓ :-
આ વિનિયમોમાં અન્ય રીતે દર્શાવવામાં ન સામેલ હોય ત્યાં શબ્દોનો અર્થ નીચે મુજબ થશે :-
(૧)
સ્યુએજ વ્યવસ્થા એટલે સ્યુએજ નિકાલ વ્યવસ્થા.
(ર)
ઈજનેર એટલે સત્તામંડળ દવારા આ કામગીરી માટે નિમણુંક કરવામાં આવેલ ઈજનેર કે તેના પ્રતિનિધિ.
(૩)
વ્યકિત એટલે વ્યકિત, મેઢી, કંપની, એસોશીએશન, મંડળી, કોરપોરેશન કે ગ્રુપ.
(૪)
સ્યુઅર : એટલે સ્યુએજ લઈ જવા માટે પાઈપ, વહન નળી કે સ્યુએજ વહન કરવા માટે કરેલ અન્ય બાંધકામ.
(પ)
મકાનની સ્યુઅર :- એટલે પોતાના મિલ્કતથી શરુ થઈ પહેલા મેન હોલ કે ઈન્સ્પેકશન ચેમ્બર સુધીની મિલ્કતના માલીકના નિયંત્રણ હેઠળની સ્યુઅર.
(૬)
જાહેર સ્યુઅર :- એટલે એવી સ્યુઅર જયાં બાજુના મિલ્કત માલીકો પોતાની સ્યુઅર તેમાં ઠાલવતાં હોય અને
જે જાહેર સંસ્થાના નિયંત્રણ હેઠળ હોય.
(૭)
સેનીટરી સ્યુઅર :- એટલે એવી સ્યુઅર જેમાં વરસાદી પાણી, સપાટી પરનું પાણી કે ભુગર્ભ પાણી પ્રવેશી શકતાં ન હોય અને માત્ર સ્યુએજનું જ વહન થતું હોય.
(૮)
વરસાદી સ્યુઅર :- જેમાં ઔદ્યોગિક સિવાય ‘સપાટી પરનું પાણી, ગટરનો કચરો અને પ્રદુષ્ાણ વિહિન પાણી લઈ જવાનું હોય.
(૯)
સંયુકત સ્યુઅર :- એટલે જે સ્યુઅર તથા સપાટી પરનો પ્રવાહી કચરો પણ લઈ જતી સ્યુઅર.
(૧૦)
સ્યુએજ :- રહેણાંક, ધંધાકિય સ્થળો, જાહેર સંસ્થાઓ ઔદ્યોગિક એકમોનાં પાણી સાથેનાં કચરા સાથે વરસાદી અને સપાટી પરનાં પાણી સાથેનો સંયુકત પ્રવાહી કચરો.
(૧૧)
ઔદ્યોગિક કચરો :- સેનીટરી સ્યુઅરમાં સમાવેશ ન થતો હોય તેવો ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયા, વેપાર, ધંધો કે પ્રોસેસીંગ કામથી ઉત્પન્ન થતો પ્રવાહી કચરો.
(૧ર)
ગારબેજ :- એટલે ઘર ગથ્થું અને વ્યાપારીક બનાવટો, રસોઈ અને ઉત્પન્ન થયેલ બનાવટોનો ધન સ્વરુપનો કચરો.
(૧૩)
વ્યવસ્‍િથત પ્રક્રિયા કરેલ ગારબેજ :-
એટલે સામાન્ય પ્રવાહિતા પરિસ્‍િથતિમાં સ્વંય વહી શકે તેટલી હદ સુધી કોઈ ઉત્પાદન, રસોઈ કે ખોરાકી સામાનનો પ્રક્રિયા કરેલ ગારબેજના કણો કે જે ૧/ર'' થી વધુ માપ સાઈઝના ન હોય.
(૧૪)
સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે સ્યુએજને પ્રક્રિયા કરવા માટે બનાવેલ કોઈ વ્યવસ્થા, સાધન કે બાંધકામ.
(૧પ)
સ્યુએજ કામગીરી :- એટલે સ્યુએજનું એકત્રીકરણ, પંપીંગ પ્રક્રિયા કરવાની અને નિકાલ કરવાની સમગ્ર કામગીરી.
(૧૬)
પાણીનું નાળું :- એટલે પાણી સતત કે આંતરે આંતરે પાણી વહેતુ હોય તેવું પાણીનું નાળું.
(૧૭)
કુરદરતી આઉટલેટ :- એટલે નાળું, તળાવ, સરોવર, કેનાલ કે વહેતી અથવા સ્થીર સપાટીવાળું ભુગર્ભ પાણીનું સ્થળ.
(૧૮)
સ્લજ :- એટલે ર૪ કલાકનાં સરેરાશ સામાન્ય પ્રક્રિયાના વહેણ કરતાં પાંચ ગણો અને પંદર મિનિટથી વધુ વહે તેવો પાણી સ્યુએજ કે ઔદ્યોગિક કચરાનો નિકાલ.
(૧૯)
'પીએચ' :- એટલે સ્ટાન્ડર્ડ મેથડથી નકકી થયેલ એક લીટર દ્રાવણમાં હાઈડ્રોજનનો ગ્રામમાં વજનનાં રેસીપ્રોકલનો લોગેરીથમ.
(ર૦)
બાયોકેમીકલ ઓકસીજન ડીમાન્ડ :- એટલે સ્ટાન્ડર્ડ મેથડથી નકકી થયેલ ઓરગેનીક (સેંન્દ્રીય) પદાર્થ માટે પાંચ દિવસ દરમીયાન રસાયણીક ઓકસીડેશન માટે ર૦ સેન્ટ્રીગ્રેડ તાપમાને દર લીટરે વપરાયેલ મીલીગ્રામમાં દર્શાવાયેલ ઓકસીજનનો જથ્થો.
(ર૧)
તરતા વન પદાર્થો :- એટલે સ્ટાન્ડર્ડ મેથડથી જેનું પ્રમાણ નકકી થઈ શકે તેવા પાણી, સ્યુએજ કે અન્ય પ્રવાહીમાં તરતા અને પ્રયોગ શાળાની ફીલ્ટરીંગ વ્યવસ્થાથી દુર થઈ શકે તેવા તરતાં ઘન પદાર્થો.
(રર)
ગેલન :- એટલે ઈમ્પીરીયલ ગેલન.
(ર૩)
કંટ્રોલ મેન હોલ :- એટલે મીલકતમાંથી વધારાનો કચરો એકત્ર કરવાના એકમાત્ર હેતુ માટે તથા કચરાનું નિરીક્ષણ અને પ્રમાણ નકકી કરી શકાય તેવી સગવડતા ધરાવતું મેન હોલ.
(ર૪)
સ્ટાન્ડર્ડ મેથડ :- એટલે અમેરીકન પબ્લીક હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અમેરીકન પબ્લીક વર્કસ એશોસીએશન અને વોટર પોલ્યુશન કન્ટ્રોલ ફેડરેશન દવારા સંયુકત રીતે પાણી, સ્યુએજ અને ઔદ્યોગિક કચરાના પરિક્ષણ અને પૃથ્થકરણ માટે સ્ટાન્ડર્ડ મેથડની છેલ્લામાં છેલ્લી આવૃત્‍િતમાં દર્શાવવામાં આવેલ પ્રક્રિયા. તેમ છતાં વિશ્વ આરોગ્ય સંસ્થા, ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટયુશન કે ભારત સરકાર દવારા વખતો વખત આ પ્રકારની નિયત કરવામાં આવેલ પ્રક્રિયા અસ્‍િતત્વમાં હશે તો તેનો પણ ઉપયોગ કરી શકાશે.
   
૩૦.૧.ર
વિનિયમો :-
(૧)
સત્તામંડળના વિસ્તારમાં મનુષ્ય કે પશુની વિષ્ટા, કચરો કે વાંધાકારક નકામા પદાર્થો નુકશાનકારક રીતે એકત્ર કરવા કે કરવાની પરવાનગી આપવી તે કોઈપણ વ્યકિત માટે ગેરકાયદેસર ગણાશે.
(ર)
સત્તામંડળના વિસ્તારમાં આ વિનિયમોમાં જોગવાઈ કરેલ જરુરી પ્રક્રિયા ન કરી હોય તેવા સ્યુએજ કે પ્રદુષ‍િત પાણીને કુદરતી આઉટલેટમાં નિકાલ કરવો કોઈપણ વ્યકિત માટે ગેરકાયદેસર ગણાશે.
(૩)
ઔદ્યોગિક કચરો ઉત્પન્ન કરે તેવા ઔદ્યોગિક એકમનાં માલીક, કે તેના અધિકૃત પ્રતિનિધિ તેમનાં ઔદ્યોગિક એકમનો નકામો કચરો સ્યુએજ વ્યવસ્થામાં નિકાલ કરવા માટે નિયત ફોર્મમાં સત્તામંડળની પરવાનગી માગશે
સત્તામંડળના ઈજનેરને જરુરી લાગે તેવા નકશા, સ્પેશીફીકેશન, સેમ્પલ ટેસ્ટ રીપોર્ટ કે અન્ય માહીતી પરવાનગી માગતી અરજી સાથે પુરા પાડવાના રહેશે. ઔદ્યોગિક મકાનની સ્યુઅર પરમીટની અરજી ચકાસણી ફીના રૂ.૧૦૦/- અરજી સાથે ભરવાના રહેશે.
આ વિનિયમો અમલમાં આવે તે દિવસે ઔદ્યોગિક કચરાનો સ્યુએજ સીસ્ટમમાં નિકાલ કરતાં બધા જ હયાત ઔદ્યોગિક અને વ્યાપારી એકમોને આ વિનિયમ હેઠળ પણ સ્યુએજ સીસ્ટમમાં કચરાના નિકાલ માટે પરવાનગી લેવાની રહેશે.
(૪)
કોઈ વ્યકિત સેનીટરી સ્યુઅરમાં વરસાદી પાણી સપાટી પરનું પાણી, ભુગર્ભ પાણી કે છત પરથી નિકાલ થતાં પાણીનો નિકાલ કરશે નહિ. જે સ્થળે વરસાદી પાણી માટેની સ્યુઅર હશે નહિ ત્યાં સત્તામંડળના ઈજનેર પ્રદુષણ રહીતનું ઠંડકની પ્રક્રિયામાં વપરાયેલ પાણી તથા ઔદ્યોગિક પ્રક્રિયાના પ્રદુષણ રહીત પાણીને સેનીટરી સ્યુઅરમાં નિકાલ કરવાની પરવાનગી આપી શકાશે.
(પ)
વરસાદી પાણી તથા અન્ય પ્રદુષણ વિહિન પ્રવાહીનો વરસાદી સ્યુઅર તરીકે નિયત થયેલ સ્યુઅરમાં કે કુદરતી આઉટલેટમાં સત્તામંડળના ઈજનેર મંજુર કરે તે રીતે નિકાલ કરવાનો રહેશે.
(૬)
સાફસુફી અને નિરીક્ષણ માટે સગવડ ભરી જગ્યાએ રાખવામાં ન આવ્યા હોય તે સિવાય સત્તામંડળના ઈજનેરની સુચના અનુસાર નિયત ટાઈપ અને કક્ષાના ગ્રીઝ, તેલ અને રેતીનાં ઈન્ટર સેપ્ટરોનો ઉપયોગ, પ્રવાહી કચરો સળગી ઉઠે તેવા પદાર્થોનો કચરો કે અન્ય નુકશાનકારક કચરાનો નિકાલ કરવા કરવાનો રહેશે.
(૭)
એસીડ, સાઈનાઈડ, સાયનોજીન કમ્પાઉન્ડ કે અન્ય ભયજનક પદાર્થોનો સંગ્રહ કરેલ હોય તેવા રુમોને સીધા જ જાહેર સ્યુઅર સાથે જોડી શકાશે નહિ. કરબીંગ, હોલ્ડીંગ પીટ કે અન્ય માન્ય વ્યવસ્થા અકસ્માતીક રીતે થતો આ પ્રકારનો નિકાલ અટકાવી શકાય અને તેનો નિકાલ સલામત રીતે થઈ શકે તે માટે કરવાની રહેશે.
(૮)
વિનિયમ ૩૦.૧.ર.૩. હેઠળ આપવામાં આવેલ દરેક પરવાનગી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. ત્યારબાદ માલીક કે તેના અધિકૃત પ્રતિનિધિઓ મુદત પુરી થવાના ત્રણ મહિના પહેલા ઈજનેર દર્શાવે તે સેમ્પલ ટેસ્ટ રીપોર્ટ કે અન્ય માહીતી પુરી પાડી રીન્યુઅલ ફી રૂ.૭પ/- ભરી પરવાનગી રીન્યુ કરાવી લેવાની રહેશે.
(૯)
કોઈ વ્યકિત નીચેના વર્ણન પ્રમાણેનાં સ્યુએજ કે ઔદ્યોગિક કચરાનો કે કારખાનાના નકામા માલનો પાણીના કોઈ સંગ્રહમાં કે તેની પાસે નિકાલ કરશે નહિ.
 
(૧)
૧૧૧ ડીગ્રી ફેરનહાઈટ (૪પ સેન્ટ્રીગ્રેડ) થી વધારે તાપમાન ધરાવતું કોઈ પ્રવાહી કે વરાળ.
 
(ર)
પ.પ થી ઓછું કે ૯.પ થી વધારે 'પીએચ' ધરાવતું પાણી કે કચરો.
 
(૩)
'૩ર' ફે. થી ૧પ૦ ફેરનહાઈટ (૦ થ ૬પ ડીગ્રી સે.) ના તાપમાન દરમીયાન ૧૦૦ એમજી/લીટરથી વધુ ઘન પદાર્થો કે અર્ધ ઘન પદાર્થો ધરાવતુ તથા પ્રક્રિયા કરી નરમ કરેલ ન કરેલ મીણ, ગ્રીઝ, ડામર કે તેની સાથેનું પાણી.
 
(૪)
૧૮૭ ડીગ્રી ફેરનહાઈટથી ઓછું જલન ધરાવતી પેટ્રોલીયમ બનાવટો, બળતણ તેલ, કેલ્સીયમ કારબાઈડ, બેન્જીન, નેપ્થા, શેધ્ધતાના દ્રાવણો, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થો કે વિસ્ફોટક પદાર્થો.
 
(પ)
:સ્યુઅરના વહેણમાં અવરોધ ઉત્પન્ન કરે તેવા સ્પેશીફીક ગ્રેવીટી અને માપસાઈઝની રાખ, પથરી રેતીના પથ્થરો, ધુળ, કાદવ, ઘાસ, ધાતુ, કાચચ ચીથંરીઓ, પીછાઓ, ડામર, પ્લાસ્ટીક, માટીનો રગડો, કાગળની મીલનો કચરો, ભુકો કર્યા વગરનો કચરો, કાગળની ડીશો, કપ ખોરાકના કણો, વગેરે ઘન કે અર્ધ ઘન ભુકો કરેલ કે ન કરેલ સ્‍િથતિનાં પદાર્થો.
 
(૬)
સ્યુઅર સીસ્ટમમાં અવરોધ કરે તેવાં ટેનીંગ કે અન્ય પ્રક્રિયાથી ઉત્પન્ન થતાં માંસ કે લોહી કે આંતરડાના અવયવો.
 
(૭)
વિનિયમ ૩૦ (૧૩) માં જણાવ્યા મુજબ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરેલ ઘન કચરો દળવાની ૦.૭પ મેટ્રીક હોર્સ પાવરથી વધુ શકિતશાળી મોટર ધરાવતી ઘંટીની સ્થાપના સત્તામંડળના ઈજનેરની મંજુરીને આધીન રહેશે.
 
(૮)
પાણીમાં ૧:૧૦ થી વધારે સ્પેસીફીક વીસ્કોસીટી ધરાવતો ઓગળી શકે તેવા પદાર્થોનો જથ્થો.
 
(૯)
નશાકારક ઝેરી ઘન પદાર્થો, પ્રવાહી કે વાયુઓ કે જેઓ જાતે અથવા અન્ય કચરા સાથે પ્રક્રિયા દવારા સ્યુએજ ટ્રીટમેન્ટ કરે, મનુષ્યો કે પ્રાણીઓ માટે નુકશાનકારક સ્‍િથતિ ઉત્પન્ન કરે, જાહેર અવ્યવસ્થા ઉત્પન્ન કરે, ઉપરાંત નીચેના રસાયણો :-
 
(ક)
ર એમજી/લીટરથી વધુ સાયનાઈડ (સીએન)
 
(ખ)
૩ એમજી/લીટરથી વધુ હેઝાવેલન્ટ ક્રોમીયમ (જી)
 
(ગ)
૧ એમજી/લીટરથી વધુ લોઢુ (એકઈ)
 
(૧૦)
સત્તા મંડળના ઈજનેરના અભિપ્રાય મુજબ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લોટની કામગીરીમાં અવરોધ બને તેવા અને નીચે દર્શાવેલ મર્યાદા કરતા વધુ પદાર્થો ધરાવતુ પાણી કે કચરો કે જે રાજય સરકાર, જાહેર સંસ્થાઓ કે સ્થાનિક સંસ્થાની જોગવાઈઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતું હોય.
ત્રાંબુ : ૩ એમજી/લીટર સુધી.
ઝીંન્ક : ૧પ એમજી/લીટર સુધી.
સીસું : ૧ એમજી/લીટર સુધી.
નિકાલ : ર એમજી/લીટર સુધી.
 
(૧૧)
ગંધ ઉત્પન્ન કરે તેવાં ફીનોલ કે અન્ય પદાર્થોનું ૦.૦૦પ એમજી/લીટરથી વધુ પ્રમાણ ધરાવતું પાણી કે કચરો.
 
(૧ર)
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતી નદીઓ માટે રાજય સરકાર કે જાહેર સંસ્થાએ નિયત કરેલ મયર્ાદાથી વધુ હોય અને સ્યુએજ પ્લાન્ટના કામદારોને વિપરીત અસર કરે તેવાં આઈસો ટોપનો રેડીયો એકટીવ કચરો.
 
(૧૩)
એસીટીલીન ઉત્પન્ન કરતું સ્લજ કે નુકશાનકારક વાયુ.
 
(૧૪)
૧૦ એમજી/લીટરથી વધુ જથ્થામાં સલ્ફાઈડ, ડયોકસાઈડ, નાઈટૃસ ઓકસાઈડ ધરાવતુ પાણી કે કચરો.
 
(૧પ)
૧૦૦૦ એમજી/લીટરથી વધુ જથ્થામાં સલ્ફેટ ધરાવતું પાણી કે કચરો.
 
(૧૬)
૩૦૦૦ એમજી/લીટરથી વધુ બી.ઓ.ડી. હોય તેવું પાણી કે કચરો.
 
(૧૭)
સરેરાસ ૬૦૦ એમજી/લીટરથી વધુ તરતા ઘન પદાર્થો ધરાવતુ પાણી કે કચરો.
 
(૧૮)
ર૧૦૦ એમજી/લીટરથી વધુ જથ્થામાં ઓગળી ગયેલ ઘન પદાર્થો ધરાવતું પાણી કે કચરો.
(૧૦)
સત્તામંડળના ઈજનેરનાં અભિપ્રાય મુજબ સ્યુઅર, સ્યુએજ, ટ્રીટમેન્ટ પ્રક્રિયા, સાધનો, રીસીવીંગ નાળા અને જાહેર જાનમાલને નુકશાન પહોંચાડે તેવા પદાથર્ો પાણી કે કચરાનો જાહેરમાં તથા સ્યુઅરમાં નિકાલ કરી શકશે નહિ. આ પ્રકારનો અભિપ્રાય આવતાં પહેલા ઈજનેર આવા પદાર્થોનો પાણીના વહેણની ગતિના સંદર્ભમાં તેનો જથ્થો સ્યુઅરના બાંધકામમાં વપરાયેલ સામગ્રી, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્રક્રિયાનો પ્રકાર, કચરાને પ્રક્રિયાની જરૂરતની માત્રા અને અન્ય આનુસંગીક બાબતો ધ્યાને લેશે.
(૧૧)
જયારે સ્યુઅર પર વધારે કાર્યબોજ નહિ હોય ત્યારે સત્તામંડળના ઈજનેર તેમની મુનસફી પર વિનિયમ નં. (૯) (૧૬) અને (૧૭) માં દશર્ાવેલ સામાન્ય રીતે પરવાનગી પાત્ર હોય તેનાં કરતાં વધારે પરંતુ નીચે જણાવેલ માત્રા કરતા વધે નહિ તેવાં પ્રદુષણ યુકત પદાર્થો સ્યુઅર માંથી પસાર થવા દઈ શકશે. (ક) ૬૦૦ એમજી/લીટર સુધી બી.ઓ.ડી.
(ખ) ૧ર૦૦ એમજી/લીટર સુધીની સરેરાશના ઘન પદાર્થો.
(૧ર)
ઉપરોકત પરવાનગી સામાન્ય સ્યુઅર ચાર્જ ઉપરાંત સરચાર્જ ભયર્ા બાદ જ મળી શકશે અને ત્રણ મહીનાની નોટીસથી પાછી ખેંચી શકાશે, સરચાર્જ વખતો વખત સત્તામંડળ નકકી કરે તે મુજબ રહેશે.
(૧૩)
જાહેર સ્યુઅરમાં ઠલવાતા પાણી કે કચરામાં સ્યુઅર, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે સાધનોને વિપરીત અસર કરે તેવાં કે જાન માલની ખુવારી કરી શકે તેવાં પદાર્થો હશે તો સત્તામંડળનાં ઈજનેર આ પદાર્થો :- (ક) લેવાનો ઈન્કાર કરી શકશે.
(ખ) જાહેર સ્યુઅરમાં પ્રવેશ આપતાં પહેલા ખાનગી પૂર્વ ટ્રીટમેન્ટ કરાવવાનો આગ્રહ રાખી શકાશે.
(ગ) મોટા જથ્થામાં એકત્ર થઈ સ્લજ ન બનાવે અને અસાધારણ માત્રા ધારણ ન કરે તેવું નિયંત્રણ કરી શકશે.
(છ) ઉપરોકત વિનિયમ (૧ર) માં જણાવ્યા મુજબ સરચાર્જ લઈ શકશે.
(૧૪)
માલીક પોતાની ખાનગી નકામો કચરો પ્રક્રિયા કરવાની સીસ્ટમ તથા ફલોઈકવલાઈંઝેશન સીસ્ટમ પોતાને ખર્ચે સતત ચોખ્ખી અને સલામત રાખશે.
(૧પ)
સત્તામંડળાનાં ઈજનેર જણાવશે તે રીતે માલીક બીલ્ડીંગ સ્યુઅર નિયત્રણ માટે, નિરિક્ષણ અને સેમ્પલ ટેસ્ટીંગ હેતુ સારૂ જરુરી મેનહોલની જોગવાઈ કરશે. આ મેનહોલ સહેલાઈથી દરેક સમયે ઉપયોગમાં લઈ શકાય તે રીતે રાખવા જોઈશે. સત્તામંડળના ઈજનેર દવારા નોટીસ મળ્યાના એક માસની અંદર આવા નિરીક્ષણ મેનહોલની જોગવાઈ કરવામાં નિષ્ફળ જનાર માલીક પાસેથી લેવાનો સરચાર્જ તથા વાંધાજનક પદાર્થો વિનિયમ ૯, ૧૦ તથા ૧૧ ની ઉપરોકત જોગવાઈઓનાં આધારે ગણતરી કરશે.
(૧૬)
જયાં ખાસ નિરીક્ષણ મેનહોલની જોગવાઈ કરવાની જરૂરત નહિ હોય, ત્યાં બીલ્ડીંગ સ્યુઅરને જોડતા સ્થળે પબ્લીક સ્યુઅરના મેનહોલનો નિરીક્ષણ માટે ઉપયોગ થશે.
(૧૭)
કચરા તથા પાણીનું સેમ્પલ લઈ સ્યુએજ પ્લાન્ટ કે જાનમાલને નુકશાન કરવાની તેમની તીવ્રતાનાં વખતો વખત ટેસ્ટ કરવામાં આવશે. આ પ્રકારનું ખાસ પરીક્ષણ ર૪ કલાકનાં બધા નમુના લઈ સંયુકત રીતે કે અલગ રીતે ગ્રેડ સેમ્પલ લઈ કરવામાં આવશે. સામાન્ય રીતે બી.ઓ.ડી. અને તરતા પદાર્થોનું પૃથ્થકરણ ર૪ કલાકનાં સેમ્પલ લઈ સંયુકત રીતે અને 'પીએચ' ના પ્રમાણનું પૃથ્થકરણ ગ્રેડ સેમ્પલીંગ રીતથી કરવામાં આવશે.
(૧૮)
આ વિનિયમોમાં ઉલ્લેખ કરવામાં આવેલ પાણી તથા પ્રદુષ‍િત કચરાના ગુણધર્મના દરેક ટેસ્ટ વ્યાખ્યા ર૪ માં દર્શાવેલ સ્ટાન્ડર્ડ મેથડથી સબંધીત દરેક પક્ષકારોની ઉપસ્‍િથતિમાં નિયંત્રણ મેનહોલ પાસેથી કરવામાં આવશે અને તે પરિક્ષણો સત્તામંડળના ઈજનેરને માન્ય મ્યુનિસિપલ કે અન્ય લેબોરેટરીમાં કરવામાં આવશે.
(૧૯)
સત્તામંડળના ઈજનેરમાં સ્યુએજ, નિકાલ કરવામાં આવતા ઔદ્યોગિક અને વ્યવસાયના કચરાના જોડાણની પરવાનગી આપ્યા પહેલા કે બાદમાં ગમે ત્યારે વધારાના ટેસ્ટ લઈ શકશે. આનો ખર્ચ સત્તામંડળ ભોગવશે.
(ર૦)
આ પ્રકારનાં ટેસ્ટ દવારા વિનિયમ ૯ (૧૬) થી ૯ (૧૭) માં દશર્ાવેલ પરવાનગી પાત્ર હોય તેથી વધુ પ્રદુષણની માત્રા માલુમ પડશે અને તેનો વધારાનો સરચાર્જ લેવાનો થતો હશે તો તે સંબંધીત બીલીંગ પીરીયડમાં વેલ્લા ટેસ્ટના પરિણામોના આધારે ઉમેરવામાં આવશે. આવા ટેસ્ટ દરમિયાન સરચાર્જ માંથી મુકિત મળી શકે તેટલી માત્રા સુધી પ્રદુષણની માત્રા ઘટી ગયેલ જણાશે તો તેને ટેસ્ટ પછીના બીલ પીરીયડથી સરચાર્જ ભરવામાંથી મુકિત આપવામાં આવશે.
(ર૧)
કોઈ સમયે કોઈ કારણસર સ્યુઅરમાં જેને સમયે ઠલવાતા કચરા કે પાણીમાં પ્રદુષણની માત્રા ઘટી ગઈ હશે ત્યારે માલીક સત્તામંડળને પ્રદુષણના નવેસરથી એકથી વધુ ટેસ્ટ એકજ બીલીંગ પીરીયડમાં પોતાના ખર્ચે લેવા વિનંતી કરશે. જો ઈજનેરને ખાત્રી થશે કે ઉદ્યોગ સામાન્ય પરિસ્‍િથતિ મુજબ ચાલુ હોવા છતાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થયો છે તો તે ટેસ્ટને આધારે સરચાર્જ માંથી જરૂરી મુકિતની ગણતરી કરી મુકિત અપાશે.
(રર)
નિકાલના સ્ત્રોત સાથે સ્યુઅર વહેણ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સીધો સંબંધ ધરાવતી બાબતો માટે આ વિનિયમોનાં અમલીકરણ સારું સત્તામંડળના અધિકૃત ઈજનેર કે કર્મચારીગણ જરૂરી નિરીક્ષણ તથા દેખરેખ માટે કોઈ પણ મિલ્કતમાં પ્રવેશ કરી શકશે.
(ર૩)
પ્રદુષણ નિયંત્રણના કોઈ પણ વિનીયમનો ભંગ થતો જણાશે તો સંબંધ કતર્ા માલીકને નિયમ ભંગની બાબતોની વિગતવાર જાણ કરી એક માસની અંદર જરૂરી સુધારા કરવા સત્તામંડળ જણાવશે. નિયમભંગ કરનાર આ સમયમાં કાયમી ધોરણે નિયમનો ભંગ દરેક કક્ષાએથી બંધ કરશે.
(ર૪)
ઉપરોકત વિનિયમ ર૩માં જણાવેલ સમય મર્યાદા વિતી ગયા બાદ પ્રદુષણ નિયંત્રણના નિયમોનું ભંગ કરવાનું કોઈ ચાલુ રાખશે તો તેની ઉપર કેસ થઈ શકશે અને ભંગ બદલ રૂ.પ૦૦/- સુધી દંડ થઈ શકશે અને નિયમભંગ થયાનું નકકી થયા તારીખથી ચાલુ રહેતા નિયમ ભંગના પ્રતિ દિવસ દીઠ રૂ.પ૦/- સુધીનો દંડ થશે.
(રપ)
પ્રદુષણ વિનિયમોનો ભંગ કરવા બદલ સત્તામંડળને, તેના રહેવાસીઓને કે સત્તામંડળના કોઈ વિસ્તારને કંઈ નુકશાન થશે તો તેનો સમગ્ર ખર્ચ નુકશાન કરનારે ભરપાઈ કરી આપવાનો રહેશે. આ પ્રદુષણ વિનિયમોનાં ભંગ કરવા બદલ આ વિનિયમો હેઠળ આપવામાં આવેલ કોઈ પણ પરવાનગી રદ થવા પાત્ર રહેશે.
(ર૬)
કોઈ સક્ષમ કોર્ટ આ વિનિયમોની કોઈ જોગવાઈને રદબાતલ જાહેર કરેતો તે હુકમ રદબાતલ થયેલ સંબંધિત જોગવાઈને જ લાગુ પડશે, બાકીનાં બધાજ વિનિયમો રદબાતલ થયા છે તેમ ગણી શકાશે નહિ.
   
Index  
30
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.