|
શહેર વિસ્તારમાં સ્વચ્છતા જાળવો કે જેથી કોઈપણ રોગનો પ્રતિકાર થઈ શકે. |
|
પાણીનો દુવ્ર્યય થતો અટકાવી કરકસરથી ઉપયોગ કરો અને નગરપાલિકાના દરેક કાર્યો સહકાર આપો. |
|
તમારી પોતાની માલિકીની જમીનમાં જે કોઈ બાંધકામ કરો તેની અગાઉથી નગરપાલિકાની ધોરણસર
પરવાનગી લઈને જ કરો. નગરપાલિકાની જમીનનું દબાણ ન થાય તેની ખાસ તકેદારી રાખો. |
|
નગરપાલિકાના જાહેર રસ્તા ઉપર કેબીન, રેકડીઓ રાખીને રાહદારીઓને અડચણરૂપ થવું નહી. આ સૂચનાઓનો ભંગ થયે દબાણ કરનારાઓ સામે ગુ. મ્યુ. એકટ અન્વયે પગલાં ભરવામાં આવશે. |
|
નગરપાલિકાની જાહેર મિલકતોને નુકશાન ન થાય તે જોવાની દરેક નાગરિકોની પવિત્ર ફરજ છે તથા જાહેર જાજરૂઓને નુકશાન થાય તેવું કૃત્ય કરવું નહિ. |
|
તમારા બાળકોને ફરજીયાત શિક્ષણ આપી ઉંચા અપાવી, સુસંસ્કારી, બનાવી શહેર અને રાષ્ટ્રના નવ નિર્માણ કાર્યને વેગવંતુ બનાવો. |
|
શહેરના દરેક કાર્યોમાં તન-મન-ધનથી સહકાર આપી શહેરની આબાદી માટે સહકાર આપો. |
|
નગરપાલિકા તરફથી હાઉસટેક્ષને લગતી વખતો વખત થતી આકારણીની સત્ય અને પૂરતી માહિતી આપી નગરપાલિકાને આપનો સહકાર આપવા વિનંતી છે. |
|
જન્મ થયાની તારીખથી ર૧ દિવસમાં અને મરણ થયાની તારીખથી ર૧ દિવસમાં નગરપાલિકાની જન્મ મરણ શાખામાં નોંધ કરાવી લેવાનું ફરજીયાત છે. તે મુદત બાદ ૩૦ દિવસ સુધી લેઈટ ફી રૂ. ર/- ત્યારબાદ એક વર્ષ સુધીમાં મામલતદાર સાહેબ રૂબરૂ સોગંદનામાથી તથા ત્યારબાદ એક વર્ષ બાદ નામદાર કોર્ટનો હુકમ મેળવીને નોંધ થઈ શકે છે. તેમજ બાળકના નામની નોંધણી - નોંધણીની તારીખથી એક વર્ષમાં ફ્રી કરી આપવામાં આવશે. એક વર્ષ બાદ રૂ. પ/- લેઈટ ફી લેવામાં આવશે. |
|
નગરપાલિકાના કાયદા કાનૂનનું પાલન કરવું આપણા હિતમાં છે. |