:સ્વયંસંચાલીત વાહનોના રોજીંદા વપરાશ માટે ગેસોલીન (મોટર ઈંધણ) અને જરુરી મોટર ઓઈલ છુટક વેચાણ દવારા પુરુ પાડવા અને વેચાણ કરવાના સ્થળને ફીલીંગ સ્ટેશન કહેવાશે.
ર૭.૧.૧
ફીલીંગ-કમ-સરવીસ સ્ટેશનની જગ્યામાં મોટર વાહનોની રોજીંદી જરૂરીયાતની વસ્તુનું છુટક વેચાણ તથા માલસામાન પુરો પાડવામાં આવે છે. તેમાં ગેસોલીનનું તેમજ મોટર ઓઈલના વેચાણ તથા વહેચણીનો સમાવેશ થાય છે. ટાયરોનું વેચાણ અને સેવાઓ, બેટરી અને ઓટોમોબાઈલને લગતી બદલવા લાયક અન્ય ઉપયોગી ચીજવસ્તુઓ અને ધોલાઈ તથા તેલ પુરવાનો સમાવેશ થાય છે. આવી જગ્યાએ બોડીનું કામ રંગકામ અથવા મોટરનું ઓવર હોલીંગ કે મોટા સમાર કામોનો સમાવેશ થતો નથી.
ર૭.ર
ફીલીંગ સ્ટેશન અને ફીલીંગ કમ સવીર્ સ સ્ટેશનોની જરૂરિયાતો:-
ર૭.ર.૧
(૧)
૧૦૦૦ ચો.મી. કરતાં ઓછું ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ ઉપર ફીલીંગ સ્ટેશનની પરવાનગી અપાશે નહિ, ગીચ વિકસીત વિસ્તારમાં લઘુતમ ક્ષેત્રફળમાં સત્તામંડળ સંપુર્ણ તપાસ કરી છુટછાટ આપી શકશે.
(ર)
ટેકરીવાળા વિસ્તારને બાદ કરતાં પ્લોટ સમતળ હોવો જોઈએ.
(૩)
ચાર કારીગરો દીઠ એક મોટર વાહન મુજબ પાર્કીંગની જોગવાઈ કરવાની રહેશે અને જોગવાઈ થઈ શકે એવા ઓછામાં ઓછી બે મોટરો માટેની જગ્યા દરેક ફીલીંગ સ્ટેશનમાં 'પાર્કીંગ' માટે રાખવી જોઈએ.
(૪)
બન્ને દીશામાં સામસામા વાહનો જઈ શકે એવા રસ્તામાંથી રસ્તો ફંટાતો હોય તે સ્થળ સામે અથવા મુખ્ય રસ્તામાંથી બાજુ ઉપર નીકળતા રસ્તાના સ્થળ સામે ફીલીંગ સ્ટેશન ઉભું કરવું નહિ.
(પ)
મુખ્ય રસ્તાને અન્ય રસ્તો છેદતો હોય તે સ્થળ નજીક અથવા તે સ્થળ સામે ફીલીંગ અથવા ફીલીંગ કમ સર્વીસ સ્ટેશન ઉભું કરવું નહિ. ટ્રાફીક સર્કલના ટેન્જન્ટ અને ફીલીંગ સ્ટેશનના પ્રવેશ અથવા ફીલીંગ સ્ટેશન અને બે રસ્તાઓના છેદન બિન્દુ વચ્ચે ઓછામાં ઓછું ૬૦ મી. અંતર રાખવું જોઈએ.
ર૭.૩
પ્રવેશ અને બહાર નીકળવાની જરુરીયાત :-
(૧)
સહેલાઈથી પ્રવેશ તથા બહાર નીકળવાના વળાંકો સહીત લઘુતમ અગ્રભાગ ૩૦ મીટરનો રહેશે.
(ર)
પ્રવેશ કરવા અને બહાર નીકળવા માટે નીચે પ્રમાણે લઘુતમ જરુરીયાતો પુરી પાડવાની રહેશે.
(૩)
વાહનો માટે અવરજવરનો રસ્તો વધુમાં વધુ ૯ મીટરનો રાખી શકાશે.
(૪)
જાહેર રસ્તાથી ગેસોલીન સ્ટેશનના પ્રવેશ માર્ગને ૬૦' થી ઓછો ખુણો રાખી સુચીત કરી શકાશે નહિ.
(પ)
ગેસોલીન સ્ટેશનના અવરજવરના માર્ગ અને લાગુ અન્ય મીલ્કત વચ્ચે ઓછામાં ઓછું ૬ મીટરનું અંતર રાખવાનું રહેશે.
(૬)
ગેસોલીન સ્ટેશનના અવરજવરના માર્ગ અને સ્ટેશનમાં ઉભા કરેલ અન્ય બાંધકામ વચ્ચે ૩ મીટરનું અંતર રાખવાનું રહેશે.
(૭)
રસ્તાના કોઈપણ બે ઉંચાઈ બીન્દુ વચ્ચે ૯ મીટરનું અંતર રાખવાનું રહેશે.