શ્રી તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજસાહેબનો જન્મ વિ. સં. ૧૯રપનાં જેતપુર મુકામે થયેલો, તેમના માતાનું નામ કુંવરબાઈ તથા પિતાશ્રીનું નામ પ્રેમજીભાઈ હતું. માંગરોળ મુકામે સંવત ૧૯ર૮ પોષ સુદ આઠમે દિક્ષા લીધા બાદ વડી દિક્ષા ગોંડલ ગચ્છના પંચમ આચાર્યશ્રી દેવજી સ્વામીના ગુરુ સાનિધ્યમાં વૈશાખ સુદ આઠમે લીધી.
ઈન્દ્રીયોના દાસત્વથી મુકત થનાર મહાન વિજેતા છે, તેના આત્મ સાક્ષાત્કાર માટે સં. ૧૯૩રમાં સત્તર વર્ષની વયે પાણીનો સદંતર ત્યાગ પ્રતિદિન બે કલાકથી વધુ ઉંઘ ન લેવાનો દઢ નિશ્ચય કર્યો. છાસમાં લોટ ભેળવી મહિનાઓ સુધી આહાર કર્યો. છાસમાં લાકડાનો વેર ભેળવી આત્મ સંતોષ અનુભવતા. તેથી જ પરિણામ સ્વરૂપ જગતમાં તેઓ તપસ્વીના ઉપનામથી જાણીતા થયા. સંવત ૧૯૭૯ના કારતક વદ ૧૧ મંગળવાર રાત્રીના ૩-૦૦ કલાકે મન,વચન,કાયાથી મહાવ્રત સંથારાનો પ્રારંભ કર્યો. ૧૯ દિવસની ઉગ્ર તપસ્યાના અંતે માગસર સુદ ૧૪ શનિવાર રાત્રીના ૪ - ૦૦ કલાકે માંગલિક શબ્દોચ્ચાર સાથે મંગલધામના મંગલયાત્રી થઈ મંગલ પ્રસ્થાન આદર્યું.
આ સમાચાર પ્રસરતા તેમના દર્શનાર્થે ઉપસ્િથતિ વચ્ચે ભવ્ય પાલખીમાં સમાધિ સ્થાને લઈ જવામાં આવ્યા. જયાં પંચ મહાભૂતમાં તેમનો દેહ વિલીન થઈ ગયો.
પૂ. તપસ્વી માણેકચંદ્રજી મહારાજીની કાયમી સ્મૃતિમાં શ્રી તપસ્વી માણેકચંદ્રજી આશ્રમ ટાકુડીપરામાં, ચંદ્રમૌલિશ્વર મંદિર સામે જેતપુર મૂકામે પૂ. તપસ્વી મહારાજના સંસારી પરિવાર ગાંધી કુટુંબ દવારા સ્થાપના કરી અને શ્રી તપસ્વી મહારાજના સંસ્મરણોને ચેતનવંતા રાખવા આ આશ્રમનું નિર્માણ કરેલ છે.
|