જેતપુર શહેરના નાગરિકોની સુખાકારી માટે વિવિધ સગવડો પૂરી પાડવામાં આવેલ છે, જેમકે...ભાદર નદી પરનો બેઠો પુલ જેતપુરની રમણિયતામાં વધારો કરે છે. શહેરમાં બે વોટર ટેંક બનાવવામાં આવેલ છે. એક વોટર ટેંક નગરપાલિકા કમ્પાઉન્ડમાં બનાવેલ છે. જે ૧ર લાખ લીટરની ક્ષામતા ધરાવે છે. આ ઉપરાંત અમરનગર રોડ પર વોટર ટેંક બનાવેલ છે. શહેરમાં એક વિધુત સ્મશાન ગૃહની પણ વ્યવસ્થા છે. ભાદર નદી પર બનાવવામાં આવેલ
ભાદર ડેમ જેતપુર શહેર માટે પીવાના પાણી તથા સિંચાઈ માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત ભાદર નદી પર ચેક ડેમ પણ બનાવવામાં આવેલ છે.
નગરજનોના સુખદ સ્વાસ્થય માટે શહેરમાં અનેક હોસ્િપટલો બનાવવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે સરકારી હોસ્િપટલ, હાજી દાઉદ બેગ મોહમ્મદ હોસ્િપટલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરમાં લોકોના આનંદપ્રમોદ માટે બગીચાઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. શહેરમાં સરદાર પાર્ક, રાજ બેંક ગાર્ડન, ત્રિકોણ બાગ વગેરે બનાવવામાં આવેલ છે. આવનજાવન માટે શહેરમાં મુખ્યત્વે પુલો, રેલ્વેલાઈનો, એસ. ટી. બસ સ્ટેન્ડ વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શહેરના પુલોમાં નેશનલ હાઈવે - ભાદરપુલ, ભાદર નદી પરનો રેલ્વેનો જૂનો પુલ તથા નવો પુલ એમ બે પુલોનો સમાવેશ થાય છે. વાંસજાળિયા-જેતલસર-ઢસા મીટરગેજ રેલ્વે લાઈન પર જેતપુર રેલ્વે સ્ટેશન (ચાંપરાજપુર) તથા રાજકોટ-વેરાવળ બ્રોડગેજ રેલ્વે લાઈન પર નવાગઢ રેલ્વે સ્ટેશન આવેલું છે. દૂરના શહેરોમાં આવન જાવન માટે શહેરમાં એસ. ટી. બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવેલ છે. સંદેશા વ્યવ્હારની વ્યવસ્થા માટે શહેરમાં પોસ્ટ ઓફીસ, આધુનિક ટેલીફોન એકસેન્જ છે. શહેરમાં જાહેર પુસ્તકાલયની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ શોપીંગ સેન્ટરો, બિલ્ડીંગો, બગીચાઓ વગેરેનો સમાવેશ થાય છે. |