પ્રત્યેક જાહેર સતા મંડળના કામ કાજમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્િચત કરવાના હેતુથી જાહેર સતા મંડળના નિયંત્રણ હેઠળ આવતી માહિતીઓ / વિગતો નાગરીકો મેળવી શકે તે માટે વ્યવહારૂ વ્યવસ્થા ગોઠવવાના ઉદેશ થી ઘડવામાં આવેલ '' માહિતીના અધિકાર બાબતેનો અધિનિયમ - ર૦૦પ '' (The Right to Information Act – 2005) ની કલમ ૪ (૧) (ખ) અનુસાર દરેક સતાતંત્રે આ અધિનિયમના અમલથી ૧ર૦ દિવસમાં ૧૭ પ્રકારના નિયમ સંગ્રહો (મેન્યુઅલ) નું સંપાદન તથા પ્રકાશન કરવાની જોગવાઈ કરવામાં આવેલ હોય, આથી જેતપુર નવાગઢ નગરપાલિકા આ નિયમ સંગ્રહો પ્રકાશિત કરે છે. જેનો હેતુ જેતપુર નવાગઢ નગરપાલિકાની સંસ્થાકિય, સેવાકિય પ્રવૃતિઓ તથા તેને આનુસાંગિક વિગતોથી પ્રજાજનોને માહિતગાર કરવાનો છે.
આ પુસ્િતકામાં અધિનિયમની જોગવાઈ અનુસાર ૧૭ પ્રકરણોમાં જેતપુર નવાગઢ નગરપાલિકાની માળખાકિય માહિતીઓનો સમાવેશ થાય છે. જે જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારના પ્રજાજનો તથા સંસ્થાઓ, સંગઠનો સહિત તમામ ને ઉપયોગી થશે.
આ પુસ્િતકામાં સમાવિષ્ટ બાબતો અંગે વિશેષ માહિતી મેળવવા ઈચ્છતા પ્રજાજનો જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસરશ્રી, જેતપુર નવાગઢ નગરપાલિકાનો સંપર્ક કરી શકે છે. તથા આ પુસ્િતકામાં ઉપલબ્ધ ન હોય અને સંવેદનશીલ તથા ગોપનીય ન હોય તથા નગરપાલિકામાં ઉપલબ્ધ હોય તેવી જેતપુર નવાગઢ નગરપાલિકાને સબંધિત માહિતી મેળવવા માટે નગરપાલિકામાં નિયત થયેલ ફી ભરીને નગરપાલિકાના જાહેર માહિતી અધિકારીને અરજી કરી શકશે.
|