રાજય સરકારીશ્રીના અભિગમ અને આદેશાનુસાર જેતપુર - નગરપાલિકા દવારા સને ર૦૦૪- ર૦૦પ થી ઈ-ગર્વનન્સ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત કોમન એપ્લીકેશન સોફટવેરમાં નગરપાલિકાના ટેક્ષ બીલ તથા રીસીપ્ટ, એકાઉન્ટ, જન્મ તથા મરણ નોંધણી સર્ટીફીકેટ, પેરોલ, શોપ લાયસન્સ, કમ્પલેઈન એન્ડ ગ્રીવન્સ તથા અધર સર્ટીફીકેટ મોડયુલ્સ તૈયાર કરવામાં આવેલ છે.
૧૧માં નાણા પંચની ગ્રાન્ટ અંતર્ગત આ યોજનાના કામે બે સર્વર, છ નોડસ, છ પ્રીન્ટર, સોફટવેર વિ. ની ખરીદી કરવામાં આવેલ છે. તથા તમામ મોડયુલ્સને " લોકલ એરીયા નેટવર્ક " થી જોડવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત હાલ કોમ્પ્યુટરાઈઝડ કોન્સોલીડેટેડ ટેક્ષ બીલ,કોમ્પ્યુટરાઈઝડ ટેક્ષ રીસીપ્ટ, જન્મ મરણ સર્ટીફીકેટ, શોપ લાયસન્સ, પે સ્લીપ આપવામાં આવે છે. આ યોજનાનું ઉદઘાટન માન. પ્રમુખ શ્રીમતિ દીવાળીબેન ગોહેલના વરદ હસ્તે તા. ૩૦-૧૧-ર૦૦૪ના રોજ કરવામાં આવેલ. જે પ્રસ્તુત ફોટોગ્રાફમાં દ્દશ્યમાન થાય છે. |