બધા અસલામત મકાનોને જાહેર સલામતી માટે ભયરુપ ગણવામાં આવશે. આ પ્રકારના મકાનો સત્તામંડળની સુચના અનુસાર મરામત કરાવવાનાં કે તોડી પાડવાના રહેશે.
રપ.ર
સત્તામંડળ દરેક અસલામત કે નુકશાન પામેલ મકાનનું પરિક્ષણ કરશે કે કરાવશે અને તેની લેખીત નોંધ રાખશે.
રપ.૩
માલીકો તથા કબજેદારોને નોટીસો :-
જયારે કોઈ મકાન, કોઈ ભાગ અસલામત અને જાહેર સલામતિ માટે ભયરુપ બને ત્યારે મકાન માલીક અને
કબજેદાર જાતે જ તે મકાનને તુરત જ મરામત કરાવશે અથવા તોડી પાડશે. જયારે સત્તામંડળના ધ્યાન પર આવી બાબત આવશે ત્યારે તે મકાન માલીક અને કબજેદારને કાયદાની પ્રસ્થાપિત પ્રણાલીકા અનુસાર લેખિત નોટિસ આપી મકાનમાં થયેલ નુકશાનની જાણ કરશે. આ નોટિસમાં વણાવ્યાનુસાર મકાન માલીક અને કબજેદારે નિયત સમય મર્યાદામાં મકાનને મરામત, સુધારા વધારા કે તોડી પાડવાની કામગીરી પુર્ણ કરવાની રહેશે.
રપ.૪
કોઈ મકાન ભયરુપ છે અથવા આગ લાગવાના સમયે તેમાંથી સલામત બહાર નીકળવાની વ્યવસ્થા નથી તેમ સત્તામંડળને લાગશે તો તેનાં કારણોની નોંધ કરી નિયત સમયમાં મકાન ખાલી કરાવી શકશે.
રપ.પ
અસલામત કે ભયરુપ મકાન અંગે સત્તામંડળે આપેલ નોટીસ મુજબ મકાન મરામત, સુધારા વધારા કે તોડી પાડવામાં મકાન માલીક તથા કબજેદાર નિષ્ફળ જશે, બેદરકારી દર્શાવશે કે નકારી કાઢશે તો સત્તામંડળ જરુરી મરામત, સુધારા અને આંશીક કે સંપુર્ણ રીતે મકાનને તોડી પાડવાની કામગીરી કરશે.
રપ.૬
કોઈ કારણસર કોઈ મકાન માનવ જિંદગી કે આરોગ્યને ખુબ જ હાનીકારક છે. તેવી કટોકટીની પરિસ્િથતિની સત્તામંડળને જાણ થયે તે તુરત જ જાતે અથવા યોગ્ય લાગે તેવી નોટીસ આપીને મકાનને સલામત બનાવવાની કે દુર કરવાની કાર્યવાહી કરશે. આ હેતુ સારુ સત્તામંડળના અધિકારીઓ આ પ્રકારનાં મકાનમાં કે જરુર જણાયે બાજુના લાગુ કોઈ મકાનમાં જરુરી મદદનીશો સાથે જરુરી ખર્ચ કરી પ્રવેશ કરશે. જરુર જણાયે સત્તામંડળ બાજુનાં મકાનો ખાલી કરાવી શકશે અને તેને ફરતી વાડ કે અન્ય આડશ ઉભી કરી રક્ષાણત્મ પગલા લઈ શકશે. આ અંગે સત્તામંડળનો નિર્ણય આખરી ગણાશે.
રપ.૭
ખર્ચ :-
ઉપરોકત વિનિયમ રપ.પ અને રપ.૬ માં જણાવેલ બાબતો માટે સત્તામંડળ મકાન માલીક તથા જેના વતી આ કામગીરી કરી હોય તેની પાસેથી થયેલ તમામ ખર્ચ બાકી મહેસુલ આવક ગણી વસુલ લેશે.