Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
 
૧૪ -રો ટાઈપ ગૃહનિર્માણ
 
૧૪ - રો ટાઈપ ગૃહનિર્માણ :-
(૧)
રો ટાઈપ ગૃહનિર્માણ યોજના માટે પ્લોટનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું ૧૦૦૦ ચોરસ મીટર (૧ર૦૦ ચોરસવાર) હોવું જોઈએ.
 
(ર)
વ્યકિતગત પ્લોટના ક્ષેત્રફળના વધુમાં વધુ ૬૦ % વિસ્તારમાં બાંધકામ થઈ શકશે.
 

(૩)

રો ટાઈપ ગૃહનિર્માણ યોજનામાં સ્વતંત્ર પ્લોટનું લઘુત્તમ અને મહત્તમ ક્ષેત્રફળ અનુક્રમે ૪૦ ચોરસ મીટર (પ૦ ચોરસવાર) અને ૮૦.૦૦ ચોરસ મીટર (૧૦૦ ચોરસવાર) રહેશે.
વધુમાં વ્યકિતગત પ્લોટની બાજુનું લઘુત્તમ માપ ૩ મીટર (૧૦') રહેશે. કોઈ સંજોગોમાં વ્યકિતગત પ્લોટની ઉંડાઈ તેની પહોળાઈના બે ગણા માપથી વધી શકશે નહિ.

 
(૪)
આગળના ભાગમાં ઓછામાં ઓછું ર મીટર (૬') અને પાછળ ઓછામાં ઓછું ર.પ મીટર (૮') મારજીન રાખવાનું રહેશે. અંતિમ પ્લોટની બાજુના રસ્તા તરફની હદેથી પણ ર મીટર (૬') નું મારજીન રાખવાનું રહેશે.
 
(પ)
પ્રતિ હેકટરે રો હાઉસના એકમોની સંખ્યા પર કોઈ નિયંત્રણ રહેશે નહિ.
 
(૬)
રો હાઉસ પ્રકારનો વિકાસ માત્ર ભોંયતળીયાના મકાનો કે ભોંયતળીયા તથા પહેલા માળ પ્રકારના વિકાસ તરીકે વધુમાં વધુ ૭ મીટર (ર૩') ની ઉંચાઈની મર્યાદામાં કરી શકાશે. સીડી રુમ, કોર્ટ યાર્ડ, કવર તથા પાણીની ટાંકી આ ઉંચાઈથી ઉપર કરી શકાશે.
 
(૭)
બે મજલા ઉપરના થઈ કુલ ૧ર થી વધુ રો હાઉસ પ્રકારના મકાનો માટેના પ્લોટમાં પ્લોટના કુલ ક્ષેત્રફળના ૧૦ % જેટલો પ્લોટ કોમન પ્લોટ તરીકે અનામત રાખવાનો રહેશે.
Index  
14
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.