Back
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
 
૧ર -ગામતળ અને ગામતળ જેવો વિસ્તારના વિકાસ માટેની સામાન્ય જરૂરીયાતો.
 
૧ર

૧ર-૧
ગામતળ અને ગામતળ જેવો વિસ્તારના વિકાસ માટેની સામાન્ય જરૂરીયાતો.
સત્તામંડળમાં થતા વિકાસ તેની સ્થળ સ્‍િથતી અને બાંધકામ માટેના એકમના ક્ષેત્રફળ તથા હેતુ સાથે સંકલીત રહેશે.
વિકાસ યોજના પ્લાનમાં નિર્દેશીત કરેલ ગામતળ માટે નીચે મુજબના વિનિયમો રહેશે.
વિસ્તાર
પ્લોટનો લઘુતમ વિસ્તાર
નોંધ
ગામતળ (વિકાસ યોજના પ્લાનમાં તે રીતે દર્શાવ્યા મુજબ.)
પ૦ ચો.મીટર(૬૦૦.૦૦ ચો.વાર)પરંતુ આ વિસ્તારમાં
ઝોનીંગ રેગ્યુલેશન મુજબ આ વિસ્તારમાં પરવાનગી પાત્ર ઉપયોગો.
 
પુન: વિકાસ કોઈ પણ ક્ષેત્રફળના પ્લોટમાં પરવાનગી પાત્ર ગણાશે.
 
 
૮૦.૦૦ચો.મીટર (૧૦૦.૦૦ ચો.વાર) પ૦૦.૦૦ ચો.મીટર (૬૦૦.૦૦ ચો.વાર)
નાની ફેકટરી, વર્કશોપ દવાખાનુ, રેસ્ટોરન્ટ, માલીકી ધોરણના ફલેટ, ટેનામેન્ટ હોટલ. કોમ્યુનીટી હોલ, ધર્મસ્થાનો
 
૧૦૦૦ ચો.મીટર (૧ર૦૦.૦૦ ચો. વાર) ૧પ૦૦.૦૦ ચો. મીટર (૧૮૦૦.૦૦ ચો.વાર) ર૦૦૦ ચો.મીટર (ર૪૦૦.૦૦ ચો.વાર)
સર્વિસ સ્ટેશન સાથે કે વગરના પેટ્રોલ પંપો, ઓપેરા હાઉસ, વ્યાખ્યાન ગૃહ, હાઈસ્કુલ, સીનેમા હોલ, નાટયગૃહ (થિયેટર), કોલેજ


(ક)

 

(ખ)

 


(ગ)

વિશેષ નોંધ :-
અલ્પમાળી મકાનો :-
(૧) પ્લોટનો રપ% વિસ્તાર ખુલ્લી જમીન તરીકે રાખવાનો રહેશે.
(ર) જો પ્લોટ ત્રણ રસ્તા પર આવેલ હશે તો ર૦% વિસ્તાર ખુલ્લો રાખવાનો રહેશે.
આઠ કે તેથી વધુ વસવાટ એકમો સાથેના અલ્પમાળી મકાનો.
(૧) આ પ્રકારના મકાનો ૯.૦૦ મીટર (૩૦') કે તેથી વધુ પહોળાઈનાં રસ્તા પરજ પરવાનગીપાત્ર રહેશે.
(ર) આગળ તથા બે મકાનો વચ્ચે ૩.૦૦ મીટર (૧૦') માર્જીન રાખવાનું રહેશે.
(૩) બાંધકામ એકમો અને પ્લોટની હદ વચ્ચે ચોતરફ ર.૦૦મીટર (૬')નું માર્જીન રાખવાનું રહેશે.
અન્ય વિકાસ :-
હોટલ, કોમ્યુનીટી હોલ, ધર્મશાળાનો, સંગીતહોલ, હાઈસ્કુલ તથા કોલેજ પ્રકારનો વિકાસ ૧ર મીટર (૪૦') કે તેથી વધુ પહોળાઈનાં રસ્તા પર જ થઈ શકશે.
 
૧ર-ર
બહુમાળી મકાનો :-
 

૧ર-ર-૧ :- બહુમાળી મકાન બાંધકામ માટે પ્લોટના ક્ષોત્રફળની લઘુતમ જરૂરીયાત પ૦૦-૦૦ ચો. મીટર (૬૦૦ ચો.વાર) રહેશે.
૧ર-ર-ર :- પ૦૦ ચો. મીટરથી ૧૦૦૦ (૧ર૦૦ ચો. વાર) પ્લોટમાં બહુમાળી મકાન માટે ચોતરફ ૬ મીટર (ર૦') નું મારજીન છોડવાનું રહેશે.
૧ર-ર-૩ :-

(ક) ૧૦૦૦ ચો. મીટર (૧ર૦૦ ચો.વાર) થી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટમાં મકાનની કોઈ પણ બે બાજુ ૦.૩ એચ જેટલું ઓછામાં ઓછુ મારજીન છોડવાનું રહેશે. બાકીની બધી બાજુએ ઓછામાં ઓછું ૬ મીટર (ર૦') જે વધુ હોય તેટલું મારજીન છોડવાનું રહેશે.
(ખ) એક જ પ્લોટમાં એકથી વધુ બહુમાળી મકાન બાંધવાના કિસ્સામાં બે મકાન વચ્ચે ઓછામાં ઓછુ અંતર ૬ મીટર (ર૦') કે સામેના મકાનની સરખામણીએ વધુ ઉંચા મકાનની ઉંચાઈનાં ૦.ર એચ પૈકી જે વધુ હોય તેટલું રાખવાનું રહેશે.
આ વિનિયમમાં 'એચ' એટલે પ્લીન્થની સપાટીથી મકાનની ગુરૂત્તમ ઉંચાઈ સુધીનું અંતર પરંતુ આ અંતરની ગણતરી સમયે સીડી રૂમ લીફટરૂમ, પાણીનીટાંકી તથાપેરાપેટની ઉંચાઈને ગણતરીમાં લેવામાં આવશે નહિ. બહુમાળી મકાન સ્ટીલ્ટ ઉપર બાંધવામાં આવેલ હશે તો સ્ટીલ્ટની ઉંચાઈ પણ ગણતરીમાં લેવામાં આવશે નહિ.
૧ર-ર-૪ :- ૧ર મીટર(૪૦') થી ઓછી પહોળાઈના રસ્તાપર બહુમાળી મકાનને પરવાનગી આપવામાં આવશે નહિ.

 
૧ર-૩
ફલોર સ્પેશ ઈન્ડક્ષ :-
 
૧ર-૩-૧ :- સત્તા મંડળની વિકાસ યોજના પ્લાનમાં ગામતળ તરીકે દર્શાવેલ વિસ્તારમાં ફલોર સ્પેશ ઈન્ડેક્ષ ર-પ૦ રહેશે.
ફલોર સ્પેશ ઈન્ડેક્ષની ગણત્રી વખતે નીચેની બાબતો ગણત્રીમાં લેવામાં આવશે નહી.
(૧) ર.૪ મીટર (૮') ઉંચાઈ સુધીનાં થાંભલાઓ ઉપર બાંધવામાં આવેલ મકાનની નીચેનો ભાગ કે જે પાર્કીંગના હેતુ માટે વપરાતો હોય.
(ર) ભોંયરુ અથવા ભોંયતળીયાની નીચેનો ભાગ કે જે વાતાનુકુલીકરણનો પ્લાન્ટ રુમ, બેન્કના સેફ ડીપોઝીટ વોલ્ટ અને પાર્કીંગની જગ્યા માટે વપરાતો હોય.
(૩) ઈલેકટ્રીક કેબીન અગર ઈલેકટ્રીક સબ સ્ટેશન, વોટર પમ્પ રુમ, ગારબેઝ શાફટ, લીફટની નીસરણી, (એલીવેટર્સ સ્ટેર્સ) ઈલેકટ્રીક મોટર રુમ.
(૪) પ્રોજેકશનો, સ્થાપત્યના અંગો, ચીમનીઓ અને અધ્ધર આવેલી પાણીની ટાંકીઓ.
(પ) ભોંયરા તરફ કે ઉપરના માળે જવાનો ઢાળનો રસ્તો.
(૬) આકાશ સુધી ૧.૮ × ૧.૮ (૬'×૬') નો ખુલ્લો ચોક.
(૭) કુવો, પાતાળ કુવો અને બોરીંગ.
(૮) રહેણાંકના મકાનની નીચે કોઠાર (ભંડકીયા) તરીકેનો ઉપયોગ.
(૯) છજા અથવા પ્રવેશ.
 
૧ર-૩-ર :- આ વિનિયમો હેઠળ અન્ય કોઈ રીતે છુટછાટ ન આપવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં ૭પ% ની મહત્તમ મર્યાદાથી પ્લોટના વધુ વિસ્તારમાં બાંધકામ કરવાની પરવાનગી મળશે નહી.
 

૧ર-૩-૩ : રસ્તાના સમતળથી ઈમારતના સર્વોચ્ચ બિન્દુ સુધી ગણતા ઈમારતની ઉંચાઈ ૩૦ મીટર (૧૦૦') થી વધુ રાખી શકાશે નહી. પરંતુ સર્વોચ્ચ માળ પરના ટેરેસના કઠેરાઈના ઉંચાઈ તથા ટેરેસ પરથી પાણીની ટાંકીઓની ઉંચાઈને ઈમારતની મહત્તમ ઉંચાઈની ઉપરોકત મર્યાદામાંથી બાકાત ગણવામાં આવશે.

 
Index  
12
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.