૧૭ - પ્લીન્થ અને ભંડક (સેલર) :-
|
(ક) |
પ્લીન્થ :- |
|
|
બાંધકામના એકમના ભાગમાં પડતા રસ્તાની ટોચથી માપતા ૪પ સેન્ટી મીટર (૧'-૬') થી ઓછી નહી તેટલી પ્લીન્થ દરેક મકાનને હોવી જોઈએ. પરંતુ જમીનની સપાટી ઉપરનાં ભોંયતળીયાની છતની ઉંચાઈ કોઈપણ સ્થળે ર.૪ મીટર (૮') થી ઓછી ન હોય તે શરતે નકકર પ્લીન્થને બદલે પીલર ઉપર ભોંયતળીયાનું બાંધકામ કરવાનું મંજુર કરી શકાશે અને વિશેષમાં આ જગ્યા કોઈપણ જાતની આડસમાંથી હંમેશા મુકત રાખવી પડશે. સિવાય કે દાદર કે મુતરડી કે જાજરૂ માટે આડસ કરવી પડે.
વિશષમાં સ્નાન ઘર, પાણી ઘર, સીડી રુમ, પંપરુમ અને જાજરુ માટે ઓછામાં ઓછી ૩૦ સે.મી. (૧'-૦'') ની પ્લીન્થ મંજુર રાખી શકાશે અને ગેરેજ કે બળતણ રુમ બાંધી શકાશે.
|
|
(ખ) |
ભંડક (સેલર) :- |
|
|
બાંધકામ એકમમાં નીચેની શરતોએ ભંડકની પરવાનગી આપી શકાશે. |
|
(૧)
|
ભંડકની ઉંચાઈ ભંડકના તળીયાથી ભોંયતળીયાની જમીન સુધી ચોકખી ર મીટર (૬'-૬'') થી ઓછી ન હોવી જોઈએ. |
|
(ર)
|
ભંડકનું કોઈપણ સ્થળ દાદરાથી વધુમાં વધુ રર.પ મી. (૭પ') થી દુર ન હોય તે રીતે જરુરી સંખ્યામાં દાદરા રાખવા જોઈએ. |
|
(૩) |
ભંડકમાં જવા માટેના દાદરાની ચોખ્ખી પહોળાઈ ૧.ર૦ મીટર (૪') થી ઓછી હોવી જોઈએ નહી. |
|
(૪)
|
આ રેગ્યુલેશન હેઠળ કરવાના દાદરામાં લાકડું વાપરવાનું નથી.
|
|
(પ) |
સ્ટોરેજ સિવાયના હેતુ માટેનાં ભંડકના ભોંય વિસ્તારના ૧/૧૦ ભાગ જેટલો વિસ્તાર ભંડકના હવા-ઉજાસ માટેની ઓછામાં ઓછી જરુરીયાત તરીકે રાખવી જોઈએ. સ્ટોરેજ હેતુ માટેના ભંડકમાં ૧/૧પ જેટલો ભાગ હવા ઉજાસ માટે રાખી શકાશે. ભંડકમાં ચણતર માટે અને જડેલી ચીજ વસ્તુઓ અગ્િન-પ્રતિકારક્ષક હોવી જોઈએ અને કોઈપણ સંજોગોમાં ચણતરમાં કે જડેલ ચીજ વસ્તુઓમાં લાકડું વાપરી શકાશે નહિ. |
|
(૬)
|
ભંડકમાં કોઈપણ જાતનું પાણી અથવા ગટરનું જોડાણ આપવામાં આવશે નહિ. |
|
(૭) |
કોઈપણ સંજોગોમાં ભંડકનો ઉપયોગ ઘર વપરાશ માટે દા.ત. શયનખંડ, રહેવાનો ઓરડો, રસોડું વિ. માટે કરવા દેવામાં આવશે નહિ. |
|
(૮) |
જો અલ્પ માળી મકાનો માટે ભંડક બાંધવાનું હોય તો દાદરની પહોળાઈ ૦.૯૦ મીટર (૩') રાખી શકાશે. |
|
(૯)
|
ભંડકમાં સળગી ઉઠે તેવા પદાર્થો રાખી શકાશે નહિ. |
|
(૧૦)
|
ભંડકનું ક્ષેત્રફળ ભોંયતળીયાના માળના ક્ષેત્રફળના પ૦% થી વધુ રાખી શકાશે નહિ. |
|
(ગ) |
મેઝેનીન ફલોર :- |
|
(૧) |
નીચેની ફરસથી ર.૪ મીટર (૮') થી ઓછી ઉંચાઈએ મેઝેનીન ફલોરની જોગવાઈ થઈ શકશે નહિ. |
|
(ર) |
મેઝેનીન ફલોરની ઉંચાઈ ર.૧ મીટર (૭') થી વધુ રાખી શકાશે નહિ. |
|
(૩) |
મેઝેનીન ફલોરનું ક્ષેત્રફળ નીચેની ફરસનાં પ૦ % થી વધુ રાખી શકાશે નહિ.
|
|
૧૭-૧ |
કમ્પાઉન્ડ વોલ અને દરવાજા :- |
|
(૧)
|
બાંધકામની વિકાસ પરવાનગીની અરજી સાથે મકાનની આસપાસના કમ્પાઉન્ડની દિવાલ અને દરવાજાનાં વિગતવાર નકશા રજુ કરવાના રહેશે. |
|
(ર) |
કમ્પાઉન્ડની સીમા ઉપર થોરની વાડ કરવા દેવામાં નહી આવે. |
|
(૩)
|
રસ્તાઓ ઉપર પ્લોટની જે હદ આવી હોય તે માટે કરવામાં આવનાર કમ્પાઉન્ડની દિવાલની ડીઝાઈન સત્તામંડળે નકકી કર્યા મુજબની રહેશે. રસ્તા તરફ ન હોય તેવી બાજુઓ માટે કમ્પાઉન્ડ વોલ અને/અ ફેન્સીંગની ઉંચાઈ વધુમાં વધુ ૧.પ મીટર સુધીની પરવાનગી આપવામાં આવશે. બાકીની બાજુએ મીટરની પરવાનગી મળી શકાશે. કમ્પાઉન્ડ વોલના વળાંક ઉપર વરવાજો મંજુર કરવામાં આવશે નહિ.
જો કે ર૦૦૦ ચો. મીટરથી મોટા મકાનની બાબતમાં ૧.૪૪ ચો. મીટર સુધી હોલોગેટ પીલર્સની પરવાનગી આપવામાં આવશે.
વળી રસ્તાના જંકશન ઉપર આવેલ પ્લોટની બાબતમાં રસ્તા તરફની ફેન્સીંગ અને બાઉન્ડરી વોલની ઉપર (ગ્રીલ સાથેની) ૦.૮ મીટર રાખવાની રહેશે. જે રસ્તાના જંકશન પર ૯.૦૦ મીટરની વળાંક સુધીની રહેશે.
|
|
(૪)
|
રસ્તાના જંકશન સિવાય મુખ્ય વહીવટી અધિકારીએ મંજુર કર્યા પ્રમાણે કમ્પાઉન્ડ વોલની ડીઝાઈન રહેશે મીલની બાબતમાં, ઓથોરીટીના મકાનની બાબતમાં, મ્યુનિસિપલ મકાનોની બાબતમાં, અને સરકારી મકાનોની બાબતમાં સત્તામંડળ ૩.૦ મીટર કરતા વધુ નહી એવી કમ્પાઉન્ડ વોલ પ્લોટની આગળની બાજુએ બીજી બાજુઓ પર આપી શકશે. |
|
(પ)
|
બીલ્ડીંગ યુનીટના માર્જીનમાં કોઈ પણ સ્થળે પાર્ટીશન વોલ આપવામાં નહી આવે. જો કે સેમી મકાનોની બાબતમાં કોમન બાઉન્ડરી ઉપર ૧.પ મીટરની ઉંચાઈવાળી પાર્ટીશન દિવાલ કરવા દેવામાં અ જે બે મકાનોની માર્જીનોની વચ્ચે હશે. |
|
(૬)
|
રહેણાંક વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર આવેલ સ્મશાન ભુમિ અને દફન માટે રાખવામાં આવેલા ઉપર માલીકોએ ઓછામાં ઓછી ૧.પ મીટરની કમ્પાઉન્ડ વોલ રસ્તા તરફ કરવાની રહેશે. |
|
(૭)
|
કમ્પાઉન્ડ વોલના તમામ દરવાજાઓ પ્લોટની અંદર ખુલશે અને તેમાં એવી જોગવાઈ કરવાની રહેશે કે જેથી દરવાજા ફુટપાથ કે રસ્તા ઉપર બહારની તરફ ન ખુલે. |
|
(૮) |
પ્લોટમાં જવા માટેનો માર્ગ અને બહાર નિકળવા માટેનો માર્ગ ૧ર.૦૦ મીટર પહોળો કે તેથી વધુ પહોળા રસ્તાના જંકશનનાં ખુણાથી ૧પ.૦૦ મીટર દુર રાખવાનો રહેશે.
જો કે પ્લોટની બાજુ નાની હોય તો આવા પ્રવેશ અથવા બહાર નીકળવાના માર્ગ પ્લોટની અંદર જંકશનથી વધુને વધુ દુર રાખવાના રહેશે. |
|