|
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ |
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ |
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના |
|
૧૦-સરકાર વતી વિકાસ |
|
|
|
|
૧૦ |
|
સરકાર વતી વિકાસ :- |
|
|
સરકાર વતી કરવામાં આવતા વિકાસ માટે અધિકૃત સરકારી અધિકારી અધિનિયમની કલમ ૩૯ હેઠળ સત્તામંડળને નીચેના દસ્તાવેજો તથા નકશાઓ સાથે લેખીત રીતે જાણ કરશે.
(૧) મકાન બાંધકામ માટે :-
(ક) ૧-પ૦૦ ના સ્કેલમાં વિકાસ હેઠળના વિસ્તારનો ત્રણ નકલમાં સાઈટ પ્લાન.
(ખ) ૧-૧૦૦ ના સ્કેલમાં સુચિત વિકાસ બાંધકામના પ્લાન, સેકશન તથા એલીવેશનના ત્રણ ત્રણ નકલમાં નકશાઓ.
(ર) જમીન વિકાસ માટે :-
(૧) આજુબાજુની જમીનો, રસ્તાઓ દર્શાવતો ૧-૮૦૦૦ના સ્કેલ પરનો સાઈટ પ્લાન (ત્રણ નકલમાં).
(ર) ૧-૪૦૦નો સ્કેલમાં નીચેની વિગતો દર્શાવતો લેઆઉટ પ્લાન (ત્રણ નકલમાં)
(ક) નિયત કરેલ નિયમો મુજબ પેટા વિભાગો અને દરેક પેટા વિભાગનાં માપ, ક્ષેત્રફળ, તથા ઉપયોગ.
(ખ) સુચિત રસ્તાઓની પહોળાઈ.
(ગ) બગીચા, આનંદ પ્રમોદ કે તેવા હેતુ માટે ખુલ્લા રાખવામાં આવેલ જમીનના માપ તથા ક્ષેત્રફળ. |
|
|
|
|
|
|
|
|
|
|
|