|
૩૧ -દંડ અને મુકિત :- |
|
|
|
દંડ અને મુકિત :-
છુટછાટ :- |
|
|
(૧) સ્થાનિક સત્તામંડળ (ર) સરકાર (૩) ગૃહનિર્માણ બોર્ડ, અને (૪) સ્ટેચ્યેટ રચાયેલ કોઈ સંસ્થાપિત મંડળની માલિકીના પ્લોટોની બાબતમાં, યોગ્ય સત્તાધિકારી, કારણોની લેખિત નોંધ કરીને, જાહેર હિતમાં વિનિયમો પૈકીના કોઈપણ વિનિયમમાં, યથાપ્રસંગ છુટછાટ મુકી શકાય, અથવા તેનો અમલ જતો કરી શકાશે. |
|
|
પરંતુ બાંધકામ વિસ્તાર, એકત્રિત ખુલ્લી જગા, માર્જીનની ખુલ્લી જગા, વધુ ઉંચાઈવાળા મકાનોની જોગવાઈઓ અને ફલોર ફલોર સ્પેશ ઈન્ડેક્ષ સંબંધીના વિકાસ વિનિયમો પૈકીના કોઈપણ વિનિયમમાં છુટછાટ આપવી જોઈશે નહિ અથવા તેનો અમલ જતો કરવો જોઈશે નહિ. |
|
|
(પ) વિકાસ યોજનાના પૂર્વવત વિનિયમોમાં ગમે તે મજકુર હોય તે છતાં, આ વિનિયમો અમલમાં આવે તે પહેલા ઉભાં કરવામાં આવેલ ચાલુ બાંધકામમાં વધારો કરતા ન હોય તેવા ફેરફારોને લાગુ પાડવાને કારણે, માલિકોને, આ વિનિયમોથી હાડમારી થતી હોય તે કિસ્સામાઓમાં, યોગ્ય સત્તાધિકારી, દરેક વ્યકિતગત કેસના ગુણદોષ ધ્યાનમાં લઈ અને કારણોની લેખિત નોંધ કરીને વિકાસ યોજનાનો કોઈ વિનિયમોમાં, યથાપ્રસંગ, છુટછાટ મૂકી શકશે અથવા તેનો અમલ જતો કરી શકશે. |
|
|
પરંતુ વધુ ઉંચાઈવાળા મકાન માટેના, કોઈપણ વિનિયમમાં આ છુટછાટ આપી શકાશે નહી. |
|
|
૩. યોગ્ય સત્તાધિકારીએ જેના સંબંધમાં લે-આઉટ અને પેટા-વિભાજને મંજૂર કર્યા હોય તે વિદ્યમાન મકાન એકમોની બાબતમાં અથવા માર્ગ મહોળા કરવાથી અને વિકાસ યોજના માટે વિકાસ યોજનાઓથી કરવી દરખાસ્તોથી જેને અસર થઈ હોય તેવાં મકાન એકમોની બાબતમાં, યોગ્ય સત્તાધિકારીનો એવો અભિપ્રાય હોય કે વિનિયમ ક્રમાંક ૧૧ અને ૧રની તમામ જરુરિયાતોમાં અથવા તે પૈકીની કોઈપણ જરૂરિયાતોમાં યોગ્ય રીતે છુટછાટ મુકવામાં આવી હોય અથવા તે જતી કરવામાં આવી હોય તે સિવાય, આવા મકાન એકમોના થયાપ્રસંગ, વાજબી વિકાસ થઈ શકે એમ છે અથવા કરવાનું શકય બન્યુ છે, તો કારણોની લેખિત નોંધ કરીને, ઉપર જણાવેલ વિનિયમોની જરૂરિયાતોમાં છુટછાટ મૂકી શકાશે : |
|
|
પરંતુ, આવાં મકાન એકમોમાંના વધુ ઉંચાઈવાળા મકાનો માટેના વિનિયમો પૈકીના કોઈપણ વિનિયમમાં
છુટછાટ મૂકી શકાશે નહિ. |
|
|
૧ર. વિકાસ, નિયંત્રણ વિનિયમોના પાના નંબર ૪ર પરના વિનિયમ ક્રમાંક ૩૧(ક) ને બદલે, નીચેનો મજકૂર મૂકવો :-
'' ઉપર્યુકત વિનિયમો પૈકીના કોઈ વિનિયમનું અથવા વિકાસ યોજનાની જોગવાઈઓ પૈકીની કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરતી કોઈ વ્યકિત, આવા ઉલ્લંઘન બદલ દોષિત ઠર્યે, ઓછામાં ઓછા રૂ.૧૦૦/- નો અધીન વધીને રૂ.પ૦૦૦/- સુધીના દંડને પાત્ર થશે, અને ઉપર્યુકત જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રહે તે કિસ્સામાં, આવા ઉલ્લંઘન બદલ, પ્રથમ દોષિત ઠર્યા પછી આવુ ઉલ્લંઘન ચાલુ રહે તે દરમિયાન, દિવસ દીઠ રૂ.૧૦૦/- સુધીનાં વધારાના દંડને પાત્ર થશે.
|
|
|
|