કાઠિયાવાડના કાઠી પરગણાનું કેન્દ્રસ્થ ગામ ગણાતું એવું આ જેતપુર શહેર પુરાણ પ્રસિધ્ધ પવિત્ર એવી ભદ્રાવતી(ભાદર) નદીના પશ્િચમ કાંઠે પાઘડી પને વસેલું હતું. હાલ તેનો વિસ્તાર ખૂબ વિકસી ગયો છે. જે અંદાજે ૩૬ ચો. કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલ છે.
જેતપુર શહેર ર૧''-પ૮'' ઉતર અક્ષાંસ અને ૭૦''-પ૦'' પૂર્વ રેખાંશ ઉપર આવેલુ વિકસિત શહેર છે. જે દરિયાની સપાટીથી ૯૧.૪૪ મિટરની ઉંચાઈએ આવેલું છે. જેતપુર નવાગઢ વિસ્તારમાંથી રાજકોટ-પોરબંદર તેમજ રાજકોટ-સોમનાથ એમ બે રાષ્ટ્રીય ધોરી માર્ગો તથા રાજકોટ-વેરાવળ બ્રોડગેજ રેલ્વે તેમજ ઢસા-જેતલસર-વાંસજાળિયા મિટરગેજ રેલ્વે લાઈન જે અનુક્રમે નવાગઢ સ્ટેશન અને જેતપુર એમ બે રેલ્વે સ્ટેશનથી પસાર થતી હોય વિકાસની દષ્િટએ સૌરાષ્ટ્રનું મહત્વનું નગર બની રહેલ છે.
|