|
|
|
|
|
|
|
|
|
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ |
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ |
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના |
|
૭-સત્તામંડળનો નિર્ણય |
|
|
૭ |
સત્તામંડળનો નિર્ણય :-
વિકાસ મંજુરી માટે અરજી મળ્યા બાદ સત્તામંડળ જે જરૂરી લાગે તે તપાસ કરી અધિનિયમની કલમ ર૯, ૩૪ અને ૪૯ ની જોગવાઈ અનુસાર પોતાના મંજુરી કે નામંજુરીના નિર્ણયની અરજદારને જાણ કરશે. આ મંજુરી બીનશરતી કે શરતી પણ હોઈ શકશે સરકારના કોઈ સામાન્ય કે ખાસ હુકમની જોગવાઈઓને આધારીત આ મંજુરી આપવામાં આવશે.
સત્તામંડળે અધિકૃત કરેલ અધિકારી વિકાસ પરવાનગી એપેન્ડીક્ષમાં જોડેલ ફોર્મ મુજબ આપશે. શરતી મંજુરીના કે નામંજુરીના કારણોનો દરેક હુકમમાં ઉલ્લેખ કરવામાં આવશે.
આ વિનિયમો મુજબ નિયત કરેલ સીકયોરીટી ડીપોઝીટ ભરપાઈ ન કરેલ હોય તેવા કિસ્સામાં અધિનિયમની કલમ, ર૯, ૩૪ કે ૪૯ હેઠળની કોઈ વિકાસ પરવાનગી આપવામાં આવશે નહી. |
|
|
|
૭-૧ |
સીકયોરીટી ડીપોઝીટ :-
(ક) વિસ્તાર વિકાસ સત્તામંડળ ઠરાવે તે દર મુજબ સુચિત વિકાસ એકમ પ્લીન્થનાં દર ચોકકસ મીટર લેખે થતી રકમ કમાન્સ મેન્ટ સર્ટીફીકેટની શરતો પાલન કરવાની બાહેંધરી બદલ અરજદાર સત્તામંડળમાં ડીપોઝીટ ભરીને વિકાસ અરજી મંજુર થતાં પહેલા સત્તામંડળ જણાવે ત્યારે જમા કરાવશે.
(ખ) સીકયોરીટી ડીપોઝીટનો દર જુદા જુદા હેતુ માટે જુદો જુદો હોઈ શકશે.
(ગ) સીકયોરીટી ડીપોઝીટની રકમ રોકડી અથવા ચેકથી ભરપાઈ કરવાની રહેશે અને વિકાસ એકમનું બાંધકામ પૂર્ણ થતાં સુધી તે સત્તામંડળ હસ્તક જમા રહેશે.
(ઘ) સરકારી તથા અર્ધ સરકારી સંસ્થા, સ્થાનીક સંસ્થા તેમજ સબંધીત કાયદા હેઠળ નોંધણી થયેલ જાહેર ધર્માદા સંસ્થાએ સીકયોરીટી ડીપોઝીટ ભરવાની રહેશે નહી.
(ચ) સીકયોરીટી ડીપોઝીટના દર અમલમાં આવ્યા બાદ દર બે વર્ષે ફેરફારને પાત્ર રહેશે.
(છ) વિકાસ અરજી મંજુર થયા બાદ વિકાસ ત્રણ વર્ષમાં કરવામાં આવ્યેથી ઓકયુપંસી સર્ટીફીકેટ આપ્યા બાદ સીકયોરીટી ડીપોજીટની મુળ રકમ કંઈ પણ વ્યાજ વગર પરત કરવામાં આવશે.
ત્રણ વર્ષની મુદત બાદ સીકયોરીટી ડીપોઝીટ અંશત : કે સર્વાશે જપ્ત કરી શકાશે.
|
|
|
|
૭-ર |
વિકાસ પરવાનગીની મંજુરી બદલ સત્તામંડળ દવારા સ્વીકૃત થતી જરુરીયાતો. (અ) પ્લાન નકશાને મંજુરી આપવાથી નીચે જણાવેલી બાબતો સત્તામંડળે સ્વીકારેલી ગણાશે.
(૧) પરવાનગી પાત્ર ચણતર વિસ્તાર.
(ર) પરવાનગી પાત્ર ફલોર સ્પેશ ઈન્ડેક્ષ.
(૩) મકાનની તથા તેના વિવિધ માળોની ઉંચાઈ.
(૪) પરવાનગી પાત્ર ખુલ્લી જગ્યાઓ અને સેટબેક.
(પ) ઈમારતનો પરવાનગી પાત્ર ઉપયોગ.
(૬) આરોગ્ય સુખાકારીની અલ્પતમ સગવડો અને ઓરડાઓનું ક્ષેત્રફળ.
(૭) દાદરાઓ, લીફટ, પરસાળો, દરવાજા, બારીઓ, અને પાર્કીંગ વ્યવસ્થાઓ.
(૮) જરૂરી હવા અને ઉજાસ.
(૯) બહુમાળી મકાનો માટે અલ્પતમ જરૂરીયાતો.
(બ) પ્લાન નકશાની સ્વીકૃતીનો અર્થ નીચે જણાવેલી બાબતોનાં સંદર્ભમાં તેની ઉચ્ચાઈ પુષ્ટીકરણ, મંજુરી કે કબુલાત ગણાશે નહી. અને સત્તામંડળને તે બાબતો બંધનકારક રહેશે નહી. અથવા આ અંગે સત્તામંડળની કોઈ જવાબદારી રહેશે નહી.
(૧) જમીન અથવા મકાનની માલીકી.
(ર) સુખાધીકારો.
(૩) જમીન ઈમારતના ક્ષેત્રફળમાં દફતરે નોંધાયેલ ફેરફારો.
(૪) સ્ટ્રકચર અંગે અહેવાલ અને રેખાંકનો.
(પ) મકાનના ચણતરમાં વપરાયેલ માલ સામાનની વિસ્વશનીયતા તેમજ તેની કારીગરી.
(૬) પ્લાન નકશા ઉપર માલીકોની સહીઓની ચોકકસતા.
આ અધિનિયમ કે બિલ્ડીંગ રેગ્યુલેશન હેઠળ વિકાસ પરવાનગી આપવામાં આવેલ હોય છતાં વિકાસ કાર્ય કરનાર વ્યકિત, વ્યકિતઓ કે સંસ્થા જ વિકાસ એકમમાં બાંધકામ દરમ્યાન કે પછી વિકાસ કાર્યથી વિકાસ એકમ વિસ્તારમાં કે આજુબાજુ જાન કે માલના કોઈ પણ નુકશાન માટે સંપુર્ણ રીતે જવાબદાર રહેશે. |
|
|
|
૭-૩ |
અરજદારની જવાબદારીઓ :-
નકશાઓને આપેલી સ્વીકૃતી કમેંસમેન્ટ સર્ટીફીકેટ, પ્રગતીના પ્રમાણપત્રો અથવા બાંધકામ સંપૂર્ણ થયાનું પ્રમાણપત્ર સ્વીકારવાથી માલીક, માંજણીદાર, ઈજનેર, સ્થપતી, બાંધકામના કારકુન અને માળખા ઈજનેરને કાયદાએ નિશ્ચીત કરેલી જવાબદારીમાંથી મુકિત મળશે નહી.
(ક) અરજદારે સત્તામંડળના અધીકૃત પદાધીકારીઓને યોગ્ય સમય દરમ્યાન જે પ્લોટ માટે વિકાસ કરવા કમેંસમેન્ટ સર્ટીફીકેટ આપેલ છે તે પર થતો વિકાસ આ વિનિયમો અનુસારજ છે તેનું પરીક્ષણ પરવાનગી આપવાની રહેશે.
(ખ) અરજદારે જયાં જરૂરી હશે ત્યા સત્તામંડળ પાસેથી મકાન બાંધકામ, ઝોનીંગ, ઢાળ, ગટર, પાણી પુરવઠો, પ્લમ્બીંગ, બ્લાસટીંગ, શેરી જગ્યા રોકાણ, વિજળી, રસ્તાઓ, વિગેરે અંગે જરૂરી પરવાનગીઓ લેવાની રહેશે.
(ગ) અરજદારે વિકાસ કાર્ય શરુ કરતા પહેલા ઓછામા ઓછા સાત દિવસ પહેલા સત્તામંડળને જાણ કરવાની રહેશે.
(ઘ) મકાન બાંધકામમાં અરજદારે પ્લીન્થ સુધીનું બાંધકામ પુર્ણ કર્યા બાદ સત્તામંડળને જાણ કરવાની રહેશે અને ત્યાર બાદનું બાંધકામ શરુ કરતા પહેલા ઓછામાં ઓછુ સાત દિવસ પહેલા જાણ કરવાની રહેશે.
(ચ) વિકાસ કાર્ય પુર્ણ થયે પરવાનેદાર આર્કીટેક ઈજનેરની સહીથી સત્તામંડળને નિયમ ફોર્મ નંબર ૧૧ માં જાણ કરવાની રહેશે.
(છ) અરજદારે કોઈ પણ વિકાસ એકમનો કબ્જો કે ઉપયોગ ચાલુ કરતા પહેલા સત્તામંડળ પાસેથી કબ્જાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.
(ઝ) આ વિનિયમોની સુસંગતતા સાથે ચકાસણી કરવા માટે બાંધકામના કોઈ પદાર્થની કરેલ ચકાસણીના અહેવાલો બાંધકામ દરમ્યાન કે બાદ સત્તામંડળ જણાવે તે સમય સુધી સત્તામંડળને પરીક્ષણ માટે પ્રાપ્ત બનાવવાના રહેશે.
(ટ) વિકાસ અરજી મંજુર કરેલ મિલ્કતના જાહેર વિભાગ પર કમેંસમેન્ટ સર્ટીફીકેટની નકલ ચોટાડી રાખવી જોઈશે.
(ઠ) બાંધકામ ચાલુ હોય તે દરમ્યાન મંજુર નકશાની એક નકલ વિકાસ એકમ સ્થળે ઉપલબ્ધ રાખવી જોઈએ. |
|
|
|
૭-૪ |
ચાલુ બાંધકામે ફેરફાર :-
ચાલુ બાંધકામે કાંઈ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવે કે વિકાસ મંજુરીથી અલગ રીતે બાંધકામ કરવાનું વિચારવામાં આવે તે સંજોગોમાં તેને વિકાસ પરવાનગી અંગેના ઉપરોકત બધાજ નિયમો સંપુર્ણ રીતે લાગુ પડશે.
કોઈ પણ ફેરફાર નોંધપાત્ર છે કે નહી તે અંગેનો સત્તામંડળનો નિર્ણય આખરી ગણાશે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|