કોઈ પણ દેશ, રાજય કે નગરને તેની આગળ પરંપરા તથા સાંસ્કૃતિક મુલ્યોને આધારિત ઓળખવામાં આવે છે. તેમ જેતપુર શહેરનું નામ અન્ય પ્રાંતોમાં વર્તમાન યુગમાં આપવામાં આવે છે ત્યારે સાડી ઉધોગથી આજે આ નગર જગ વિખ્યાત છે. પરંતુ રાજાશાહી યુગમાં પણ એક સમયે આ નગરે આદી - અનાદી યુગથી ઘણી ચડતી-પડતી જોઈ છે. આજે પણ સાડી ઉઘોગની જેમ એક સમયે કાપડ બજારનો દશકો હતો. દુર દુરના ગ્રામ્ય વિસ્તારનું હટાણું અહિયાં રહેતું. અને તે સમયના નગર શ્રેષ્ઠીઓની હાટડીઓ ગ્રાહકોથી ઉભરાતી, સોની બજારમાં ચાંદીનાં સટટાઓ પણ થતાં, દાણાપીઠનું મીઠું પણ ધમધમતું. જેમાં ગોળ, ઘીનાં સટટાઓ થતાં, દરેક વસ્તુઓ સસ્તી મળતી. ચલણ-આના-પાઈ-ચાંદીના સીકકાઓ કે શેર, અધશેરની વાતો સામાન્ય હતી. આજે એમ. જી. રોડ તરીકે ઓળખાય છે તે એક સમયે મેમણ અમીવાલા રોડ તરીકે ઓળખાતો હતો.
આજની સરકારી હોસ્પીટલનાં જુનાં બિલ્ડીંગ ઉપર ''સર એડમન્ડ ગીબશન હોસ્પીટલ ૧૯૪૧'' નામ અંકીત છે. તેમજ ધોરાજી રોડ ઉપર મેમણ સર આદમજી ગુણીયાવાલાએ જેતપુરની પ્રજાજનોની સવલત માટે હોસ્પીટલ બાંધી આપી હતી. આરઝી હકુમતની લડાઈનાં સમયે નવાગઢ તથા જુનાગઢ કેન્દ્રસ્થાને હતાં નવાગઢવાળી ઐતિહાસિક ઘટનાનાં પાત્રો અહીં જેતપુરનાં જ હતાં. ''કાનજી.....તારી.....માં.....કહેશે...પણઅમે... કાનુડો...કેશુરે'' વાળુ પ્રચલિત ગીત જે આકાશવાણી ઉપરથી સાંભળવાં મળતુંતેના લોકગાયક શ્રી અભરામ ભગત જ્ઞાતિએ મુસ્િલમ હતાં, અને તેમનું મૂળ વતન નવાગઢ હતું. જે સમયે તેનું દિલાવરગઢ નામ હતું.
રાજાશાહી યુગમાં અફીણ, તથા દારૂનાં પીઠાઓનાં લાયસન્સ અપાતાં, દારૂનું એક પીઠું નાઝાવાળાપરામાં હતું. તેમજ બોખલા દરવાજા વિસ્તારમાં હતું. નાઝાવાળાપરામાં નૃત્યાંગનાઓનાં મુજરાઓ થતાં, અજે શહેરના ફરતે કિલ્લો ઈ.સ. ૧૭૬૦માં બંધાયો હોવાનું અનુમાન છે. આ કિલ્લાને જે મુખ્ય દરવાજા છે તેમાં ગોંડલ દરવાજો, ધોરાજી દરવાજો, નવો દરવાજો, બોખલા દરવાજો મુખ્ય હતા. હાલમાં ચાંપરાજની બારીવાળી જગ્યા છે. ત્યાં ૧૯૦૦ માં રાહતકાર્ય સમયે કિલ્લાનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.
જેતપુર શહેરનો મુખ્ય માર્ગ જે આજે મહાત્મા ગાંઘી રોડ(એમ. જી. રોડ) તરીકે ઓળખાય છે, તે આઝાદી પહેલા અમીવાલા રોડ તરીકે ઓળખાતો હતો. તેના પર અમીવાલા બિલ્ડીંગ આવેલ હતી. આ રસ્તા
પરહબીબ બેંક
આવેલ હતી. જયાં આજે
ખાદી ભંડાર બની ગયેલ છે. આ જાહેર રસ્તા પર કોઈ માંસ, મચ્છી, કે ઈંડા વેચવા બેસી શકતું નહી. જો કોઈ બેસે તો તેને પડદો રાખવો પડતો. જો આ કાયદાનો ભંગ થાય તો તેને એક માસની સજા અથવા રૂ. પ૦/- નો દંડ ફટકારવામાં આવતો.
અમીવાલા રોડની આગળ દાણા માર્કેટ હતી જયાં તેલ અને ચાંદીની સટટા બજાર ચાલતી. આજે જયાં મામલતદાર કચેરી આવેલી છે, એક સમયે તે સ્થળ
મુસાફરી બંગલા તરીકે ઓળખાતું. તેની સામે રમા કોટેજ જયાં હાલ ડો. પી.સી. જોષ્ાી સાહેબની હોસ્િપટલ છે. તેની પાછળ
રમત-ગમતનું મોટું મેદાન
હતું. જયાં દર વષ્ર્ો સરકસવાળા ખેલ બતાવવા આવતાં.
આગળ જતાં ધોરાજી રોડ પર સર આદમજીએ બંધાવેલ
'હાજી દાઉદ બેગ મોહમ્મદ હોસ્િપટલ'
હતી. સને ૧૯ર૬માં તેમનાં પુત્ર અ. વાહિદની શાદીની ખુશાલી પ્રસંગે તેમણે આ હોસ્િપટલની પાયા વિધિ કરી. આ હોસ્િપટલ સમગ્ર કાઠિયાવાડમાં અત્યંત આધુનિક સાધન સામગ્રી ધરાવતી હોસ્િપટલ હતી. જેમાં આધુનિક તમામ સુવિધા ધરાવતું વિશાળ ઓપરેશન થીયેટર હતું. આ હોસ્િપટલમાં મિસ એમ. ઈ. બોન્ડ, ડો. જાની, ડો. ખાન વગેરે જેવા સેવાભાવી ડોકટરો સેવા આપતાં. આઝાદી બાદ આ હોસ્િપટલ બંઘ થયા પછી પણ મિસ બોન્ડ વિદેશ પોતાના વતન જર્મની ન ગયા અને જેતપુરમાં જ રહી ગયા અને અહીં જ લોકોની સેવા કરતાં કરતાં મૃત્યુને વર્યા. તેઓ કહેતા કે ''હું જેતપુર માટે જન્મી છુ અને જેતપુરમાં જ મરીશ.'' આવી હતી તેમની ઉમદા સેવા ભાવના, જે કયારેય વિસરાશે નહિ. આજે તો આ હોસ્િપટલ પાડી નાખીને ત્યાં મેદાન બનાવી દીધેલ છે.