સત્તામંડળે તેનાં ગામતળ, ગામતળ, જેવા તથા બાકીના અન્ય વિસ્તારો માટે ઝોનીંગ અને વપરાશની જોગવાઈઓ કરેલ છે.
૩ર.ર
એનેકસચર ૧ ના વપરાશ ટેબલનાં કોલમ નં. ૩,૪,પ અને ૬ માં જોગવાઈ કર્યા મુજબ દરેક ઝોનમાં વિકાસનો પ્રકાર નિયંત્રીત કરવામાં આવશે.
૩ર.૩
જયારે વિકાસ નકશામાં કોઈ ચોકકસ સ્થળ કે વિસ્તાર, કોઈ ચોકકસ હેતુ માટે મુકરર કરવામાં આવેલ હશે તે
સંજોગોમાં તેનો ઉપયોગ મુકરર કરેલ હેતુ માટે જ થઈ શકશે.
પરંતુ સત્તામંડળ જાહેર હેતુ માટે યોગ્ય અને પુરતા કારણો હશે તો લેખિત નોંધ કરી ઝોનમાં પરવાનગી પાત્ર સિવાયના અન્ય હેતુ માટે પરવાનગી આપી શકશે.
૩ર.૪
lવિકાસ નકશામાં જમીન અનામત રાખનાર જાહેર સંસ્થાને તે જ હેતુ માટે વિકાસ કરવા અન્ય કોઈ ખાનગી કે
જાહેર સંસ્થાને સત્તામંડળ, જમીન અનામત રાખનાર સંસ્થા તથા વિકાસ કરનાર અન્ય સંસ્થા વ સમજુતી થયા મુજબ જમીન અનામત રાખનાર સંસ્થા વિકાસ માટે સુપ્રત કરી શકશે. જો કે આવી પરવાનગી જમીન અનામત રાખનાર જાહેર સંસ્થાએ જમીન સંપાદન કરી લીધેલ હશે બાદ જ અને જાતે કોઈ કારણસર વિકાસ કરવા અશકિતમાન હોય તો જ જે હેતુ માટે જમીન વિકાસ નકશામાં અનામત રાખવામાં આવેલ હોય તે માટે વિકાસ કરવા પરવાનગી આપવામાં આવશે.