જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
 
૪-વ્યાખ્યાઓ
આ વિનિયમોમાં અન્ય રીતે દર્શાવેલ ન હોય ત્યાં નીચેના શબ્દોના અર્થ તેમની સામે આપવામાં આવેલ વ્યાખ્યા
મૂજબ થશે.
૪-૧
કાયદો :- એટલે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬
 
૪-ર
મંજુર :- એટલે સક્ષમ અધિકારી દવારા મંજુર.
 
૪-૩
મકાનનો વધારો :- એટલે મકાનના ઘનફળમાં વધારો અથવા ભોય તળીયાના ક્ષેત્રફળમાં વધારો.
૪-૪
;સત્તા મંડળ :- એટલે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમો ૧૯૭૬ ની કલમ પ હેઠળ રચાયેલુ વિસ્તાર વિકાસ સત્તામંડળ.
 
૪-પ
પ્રેક્ષકગૃહ :- એટલે પરદા ઉપર કે રંગભુમી ઉપર ભજવાતા પ્રયોગોને નિહાળવા એકઠા થઈ શકાય તેવીં ખુલ્લી કે ઢાંકેલી હોય તેવી જગ્યા.
 
૪-૬
બાંધકામ નિયંત્રણ નિયમો :- એટલે સત્તામંડળે વખતોવખત ઘડેલા અને જે તે વખતે અમલમાં હોય તેવા નિયમો.
 
૪-૭
રહેણાંકનું એકમ :- એટલે સત્તામંડળે મંજુરી આપેલ હોય તેવી જમીનનો આખરી પ્લોટ કે તેના આખરી પ્લોટનો ભાગ અથવા આવા એક કરતા વધુ આખરી પ્લોટોનો સમુહ.
૪-૮
બાંધકામ કરનાર :- એટલે બાંધકામ કરવા અથવા દેખરેખ માટે નોકરીએ રાખેલ વ્યકિત, આ રીતે નોકરી એ રાખેલ વ્યકિત ન હોય તેવા કિસ્સાઓમાં મકાન અથવા બાંધકામના માલીક.
૪-૯
ચણતર થયેલ વિસ્તાર :- માં જમીનની તળની ઉપર અને નીચે બંધાયેલ હોય તેવા વિસ્તારનો સમાવેશ થશે. તદ ઉપરાંત તેમાં ભંડક સાથેનું મુખ્ય બાંધકામનું માળખુ નોકર ચાકર માટેનું રહેવાનું જોડાતુ આવાસ, ગેરેજ, નોકરો માટેના આવાસો, જાજરુઓ, સ્નાનાગૃહો, ભંડકમાં કે ઉપલા માળે જવાનો ઢાળીયાનો માર્ગ, પાણી સ્વચ્છ કરવા માટેની મશીનરી, હવામાન ભીનું કરવા માટેનો પ્લાન્ટ અને તે અંગેની પ્રવાહી વહન કરનારી નળીયો, પાણીનો સંગ્રહ કરવાના મોટા ટાંકાઓ અને સ્નાનાગૃહોનો સમાવેશ થશે. પરંતુ તેમાં ઓટા, પગથીયા (સોક પીટ) ચોકડીઓ ફુવારાઓ (સેપ્ટીક ટેન્ક) મનુષ્યો દવારા ઘર વપરાશની પાણીની ટાંકીઓ તથા હિંચકા માટેના ચોડેલા સાધનો નો સમાવેશ થશે નહી.
૪-૧૦
પ્રવેશ અથવા ઝરુખો :- એટલે બેસવાની યા અવર જવરની સુવીધા આપવા સમાંતર બર્હિમુખ કાઢેલી જગ્યા જેમાં હેન્ડ રેઈલ તથા કઠોડા ના થાંભલાનો સમાવેશ થશે, પરંતુ ઓશરીનો સમાવેશ થશે નહી.
 
૪-૧૧
ભોંય તળીયું અથવા ભંડક :- એટલે જમીનનાં તળીયા નીચે ૧.પ મીટર (પ ફુટ) ની ઓછામાં ઓછી ઉંચાઈ વાળો માળ.
 
૪-૧ર
કારપેટ એરીયા :- એટલે રુમની ભીતોએ આવરેલ વિસ્તાર સિવાયના ભોંયનું કુલ ક્ષેત્રફળ.
 
૪-૧૩
છજજા અથવા છાજલી :- એટલે તાપ અને વરસાદથી રક્ષણ આપવા માટે બાહય દિવાલોમાં આવતી ખુલ્લી જગ્યાઓ ઉપરનું ઢાંકણ કે સમતળ રીતે બાંધેલ છતર.
 
૪-૧૪
સક્ષમ અધિકારી :- એટલે વિસ્તાર વિકાસ સત્તામંડળે સત્તા આપેલ હોય તેવી વ્યકિત અથવા સંસ્થા.
 
૪-૧પ
સબંધીત સંસ્થા :- એટલે વિસ્તાર વિકાસ સત્તામંડળ.
 
૪-૧૬
કોમન પ્લોટ :- એટલે સહીયારા આનંદ પ્રમોદના હેતુ માટેની ખુલ્લી જગ્યાઓ પ્લોટ કે જે મહદઅંશે નિયમીત આકારનો હોવો જોઈએ, અને તેની કોઈ પણ બાજુ સરેરાશ ૧ર મીટર (૪૦') થી ઓછી નહી હોવી જોઈએ.
 
૪-૧૭
સિનેમા :- એટલે એવુ પ્રેક્ષકગૃહ કે જેમાં પ્રોજેકશન દવારા પરદા ઉપર ધ્વની સહ કે ધ્વની રહીત ચિત્રો રજુ કરવામાં આવતા હોય.
 
૪-૧૮
રહેણાંકનુ એકમ :- એટલે એક કુટુંબના વસવાટ માટેની જગ્યા રહેણાંકના એક એકમમાં એક બેઠકરૂમ, એક રસોડુ, એક બાથરૂમ અને એક સંડાસનો અલ્પતમ સમાવેશ થવો જોઈએ.
 
૪-૧૯
ફ્રન્ટ :- એટલે પ્લોટની આગળની બાજુ એટલે કે પ્લોટની જે બાજુ રસ્તા તરફની હશે તે બાજુ આગળની બાજુ ગણાશે, અને જો પ્લોટની બે કે વધુ બાજુએ રસ્તાઓ હશે તો તેમાંથી જે બાજુએ રસ્તો વધુ પહોળો હશે તે બાજુ પ્લોટની આગળની બાજુ ગણાશે.
 
૪-ર૦

ફલોર સ્પેસ ઈન્ડેક્ષ :- એટલે કોઈ પણ પ્લોટ, બાંધકામ એકમ અથવા વિસ્તારના બધાજ મજલાઓના તળીયાનું સંયુકત ક્ષેત્રફળ કે જેમાં તમામ દિવાલોનું ક્ષેત્રફળ તથા આંતરમાળ (મેઝનીન ફલોર) ના ક્ષેત્રફળનો સમાવેશ કરેલ હોય તે અને પ્લોટ બાંધકામ એકમ અથવા વિસ્તારના કુલ ક્ષેત્રફળ વચ્ચેનો ગુણોત્તર, ફલોર સ્પેસ ઈન્ડેક્ષની ગણત્રી વખતે નીચેની બાબતોને ગણત્રીમાં લેવામાં આવશે નહી :-

(૧) ર.૪ મીટર (૮') ઉંચાઈ સુધીના થાંભલાઓ ઉપર બાંધવામાં આવેલ મકાનની નીચેનો ભાગ કે જે
પાર્કીગના હેતુ માટે વપરાતો હોય :
(ર) ભોયરું અથવા ભોંયતળીયાની નીચેનો ભાગ કે જે વાતાનુકુલીકરણના પ્લાન્ટ રુમ, બેન્કના સેફ ડીપોઝીટ વોલ્ટ અને પાર્કીંગની જગ્યા માટે વપરાતો હોય.
(૩) ઈલેકટ્રીક કેબીન અગર ઈલેકટ્રીક સબ સ્ટેશન, વોટર પમ્પ રુમ, ગારબેઝ શાફટ, લીફટની નીસરણી (એલીવેટર્સ સ્ટેર્સ) ઈલેકટ્રીક મોટર રૂમ.
(૪) પ્રોજેકશનો, સ્થાપત્યના અંગો, ચીમનીઓ અને અધ્ધર આવેલી પાણીની ટાંકીઓ.
(પ) ભોંયરા તરફ કે ઉપરના માળે જવાનો ઢાળનો રસ્તો.
(૬) આકાશ સુધી ૧.૮ × ૧.૮ મીટર (૬'×૬') નો ખુલ્લો ચોક.
(૭) કુવો, પાતાળકુવો અને બોરીંગ.
(૮) જે રહેણાંકના મકાનોની નીચે કોઠાર (ભંડકીયા) તરીકેનાં ઉપયોગમાં લેવા માટે બાંધકામ કરેલ હોય.
(૯) છજા અથવા પ્રવેશ.

૪-ર૧
ગામતળ અથવા ગામઠાણની જમીન :- એટલે વિકાસ યોજના પ્રસિધ્ધ થયા પહેલા કે પછી કલેકટર દવારા લેન્ડ રેવન્યુ કોડ હેઠળ શહેર, ગામ, કે કસ્બાનો ગામતળ તરીકે જાહેર કરાયેલ વિસ્તાર, પરંતુ જુના કે નવા ગામતળમાં ઝોનીંગ અને બિલ્ડીંગ રેગ્યુલેશનને આધીન રહી પરવાનગી મળી શકશે.
 
૪-રર
બહુમાળી મકાનો :- એટલે તળ મજલો ગણયા સીવાયના ત્રણ માળથી વધુ માળના મકાનો.
 
૪-ર૩
.ઈમારતની ઉંચાઈ :- એટલે મકાનની આજુબાજુ અડીને આવેલી જમીનની સરેરાશ ઉંચાઈથી :- (૧) છાપરાનો સ્લેબ એક સરખો સપાટ હોય તો તે ઉંચાઈ સુધીનું અંતર અને (ર) છાપરા ઉતરતા ઢાળ વાળા હોય તો તેવા ઢાળના ઉંચાઈના મધ્યબિન્દુ સુધીનું અંતર. ઢાળવાળા છાપરાની ઉંચાઈ નકકી કરતી વેળા તે છાપરું મકાનના બાહય દિવાલના બહારના ભાગના જે બિન્દુ એ છેદતું હોય તે બિન્દુથી છાપરાની ઉંચાઈ ગણવામાં આવશે. ઈમારતની ઉંચાઈની ગણત્રી કરતી વેળા સુશોભનના હેતુ માટેની સ્થાપત્ય કૃતીઓ બાકાત રાખવામાં આવશે.
 
૪-ર૪
રૂમની ઉંચાઈ :- એટલે ભોંયના અંતીમ કરેલ સપાટીથી ઉચા અંતરે ગણતા છતના અંતીમ કરેલ નીચેના સપાટી સુધીનું અંતર અને જગ્યા આ પ્રકારની છત ન હોય ત્યાં પીઢીયા કે માંભ સુધીનું અંતર ગણત્રીમાં લેવામાં આવશે.
 
૪-રપ
હોર્ડીગ :- (જાહેરાતના માધ્યમ) : એટલે એવો પૃષ્ઠ ભાગ કે જમીન ઉપર અથવા છાપરા ઉપર ઉભુ કરાયેલું બાંધકામ અથવા કઠેરા ઉપર આકૃતિઓ અક્ષરો કે નમુનાઓ જડીને ઈમારતના બાહય ભાગ ઉપર કોઈ પણ રીતે પ્રદર્શીત કરી ને જાહેરાતના હેતુથી અથવા માહીતી માટે અથવા સામાન્ય લોકોને તે કોઈ સ્થળ, વ્યકિત, જાહેર કાર્યક્રમો, વસ્તુ અથવા વહેપારની કોઈ બાબત તરફ આકર્ષિત કરવાના હેતુ માટેનું સાધન.
 
૪-ર૬
જમીન વપરાશ :- એટલે જમીન કે મકાનનો ચાલુ અથવા સુચીત મુખ્ય વપરાશ. આ મુખ્ય વપરાશને આનુસાંગીક જરૂરી વપરાશ પણ મુખ્ય વપરાશના ભાગ ગણાશે.
 
૪-ર૭
નવા રસ્તાની આંકણી :- કરતી વળા રસ્તાને સમતળ બનાવવા અથવા ડામરના બનાવવા અથવા ફરસબંધ બનાવવાની તેમજ પાણી પુરવઠો, ગટર, રસ્તા ઉપરની બતીઓએ વૃક્ષા રોપણની જોગવાઈનો સમાવેશ થશે.
 
૪-ર૮
જમીનની સપાટી :- એટલે સક્ષમ અધિકારી ઠરાવે તે જમીનની સરેરાશ સપાટી.
 
૪-ર૯

માળીયું :- એટલે બે માળ વચ્ચેનો ૧.ર૦ મીટર (૪ ફુટ)ની વધુમાં વધુ ઉંચાઈનો વિસ્તાર જે સંગ્રહાત્મક હેતુ માટે બનાવેલ હોય યા તે માટે વાપરી શકાય તેમ હોય. માળીયાનું ક્ષેત્રફળ તેની નીચેના માળના ક્ષેત્રફળથી ત્રિજા ભાગથી વધુ રાખી શકાશે નહી.

૪-૩૦
અલ્પમાળી મકાન :- એટલે ભોંયતળીયા ઉપરાંત ત્રણથી વધુ માળ નહી અને ત્રીજા માળે દાદરની આવશ્યક કેબીન સીવાય બાંધકામ ન હોય તેવું મકાન. આવા મકાનોમાં પાર્કીગ માટે રાખવામાં આવેલ સ્ટીલ્ટનો માળની ગણત્રીમાં સમાવેશ થશે નહી.
 
૪-૩૧
માર્જીન :- એટલે ભોંયતળીયે મકાનના છેડાથી આકાશ સુધી ખુલ્લી જગ્યા કે જેમાં બાંધકામની પરવાનગી અપાશે નહી. આવી જગ્યાઓમાં તરવાનો હોજ, પાણીની ટાંકીઓ, પાણી શુધ્ધીકરણ યંત્રો, ઔદ્યોગીક મકાનોના એકમોમાં આવેલી ભુગર્ભ ટાંકીઓ અને ચીમનીઓને પરવાનગી અપાશે નહી.
 
૪-૩ર
આંતરમાળ :- (મેઝનીન ફલોર) :- એટલે નીચેના કોઈ પણ માળ ઉપર પડતો વચગાળાનો માળ.
 
૪-૩૩

વ્યવસાયીક મકાન :- એવું મકાન કે જે મુખ્યત્વે વ્યાપારીક કે કચેરી કામ માટે ઉપયોગમાં લેવાનું હોય કે સુચિત કરેલ હોય. આ પ્રકારના મકાનમાં રખેવાળ કુટુંબ સીવાય અન્ય કોઈ દવારા રહેણાંકનો ઉપયોગ થઈ શકશે નહી.

 
૪-૩૪
બહારી હવા અથવા ખુલ્લી હવા માટેની જગ્યા :- એટલે આકાશ સુધી કાયમી રીતે ખુલ્લી હોય તેવી જગ્યા.
 
૪-૩પ
ઓનરશીપ ટેનામેન્ટ ફલેટસ :- એટલે કે પ૦૦ ચો. મીટર (૬૦૦ ચો. વાર) કે વધુ ક્ષેત્રફળનાં પ્લોટમાં સ્વતંત્ર કે સહીયારી રીતે બેસણી કે થાંભલા ઉપર બાંધવામાં આવેલ હોય અને દરેક ફલેટનું આયોજન સ્વતંત્ર રીતે કરેલ હોય તેવા મકાનો.
૪-૩૬
પ્લોટ :- એટલે એકજ માલીકી હેઠળ આવરી લેવાયેલ જમીનનો એક વિભાગ.
 
૪-૩૭

બેસણી (પ્લીન્થ) :- એટલે શેરીની સપાટી અને શેરીની ઉપરના માળની (ભોંયતળ) સપાટી વચ્ચેની બાહય દિવાલનો ઉંચાઈનો ભાગ.

 
૪-૩૮
જાહેર મકાન :- એટલે અન્ય રીતે જેની વ્યાખ્યા કરેલી હોય તે સીવાયના કિસ્સાઓમાં એવુ મકાન કે જે સામાન્ય રીતે અથવા કોઈ સમયે પ્રાર્થના ગૃહ, હોસ્પીટલ, હોટલ, રેસ્ટોરન્ટ, પબ્લીક હોલ, સાર્વજનીક સંગીત ગૃહ, વ્યાખ્યાન ગૃહ, પ્રદર્શન ગૃહ, અથવા ટીકીટ ઉપર અન્ય રીતે લોકોના મનોરંજન માટે કે મળવા એકઠા થવાનું જાહેર સ્થળ તરીકે કે અન્ય કોઈ જાહેર હેતુ માટે વપરાતુ હોય કે બનાવેલ હોય અથવા વાપરવા માટે નિયત કરેલ હોય.
 
૪-૩૯
હારબંધ મકાનો :- (રો હાઉસીસ) :- એટલે લાગુ પ્લોટમાં આવેલ સહીયારી દિવાલોથી જોડાયેલ અને આગળ પાછળ ખુલ્લી જગ્યા ધરાવતા હારબંધ મકાનોનો સમુહ.
૪-૪૦
બાજુ અને પછીત :- એટલે પ્લોટના અગ્રભાગનાં સંદર્ભમાં આવેલ આ પ્રકારનાં ભાગો.
 
૪-૪૧

જોડકુ મકાન :- (સેમી ડીટેચ્ડ બિલ્ડીંગ) એટલે એક સમાન દિવાલથી અલગ પડતા સંપુર્ણ કે અમુક અંશે એક બિજાથી લગોલગ હોય અને દરેકનો અગ્રભાગ, પછીત અને એક બાજુ ખુલ્લી જમીન હોય.

૪-૪ર
વ્યાપારીક કેન્દ્ર :- એટલે કે દસથી ઓછી સંખ્યા ન હોય તેવા દુકાનો અથવા સ્ટોલનું જુથ કે જે એક વ્યાપારીક હેતુ માટે રચવામાં આવેલ હોય.
 
૪-૪૩
સ્ટોલ :- એટલે એવી દુકાન કે જેનું ભોંયતળીયુ પાંચ ચો.મીટર (૬ ચોરસવાર) થી વધુ ન હોય. સ્ટોલની કોઈ પણ બાજુનું ઓછામાં ઓછુ માપ ર.૦૦ મીટર (૬'-૦'') હોવુ જોઈશે.
 
૪-૪૪
ટેનામેન્ટ મકાનો :- એટલે ચણતર માટેની જમીન ઉપર અલગ કે જોડકા પ્રકારનું સોસાયટી મંડળ કે વ્યકિત દવારા બાંધેલ રહેણાંકનું મકાન કે જેમાં ભોંયતળીયે કુલ દસથી ઓછા નહી તેટલા અને દરેક મકાનમાં સ્વતંત્ર સ્નાન ગૃહ, જાજરુ વિગેરે સગવડ ધરાવતા અલગ અલગ વસવાટના પ્રયોજનથી બાંધેલ હોય સિવાય કે જાહેર ટ્રસ્ટ, સંસ્થા, નિગમ કે ભારતમાં કાયદા દવારા સ્થાપીત થયેલ કોઈ સત્તાના કિસ્સામાં ટેનામેન્ટની કુલ સંખ્યા દસથી ઓછી હશે તો ચાલશે.
 
૪-૪પ

થીએટર :- એટલે એવું પ્રેક્ષકગૃહ, જયા નાટય પ્રયોગમાં ભુમીકા ખાસ કરીને જીવંત વ્યકિતઓ ધ્વનીની મદદ સાથે કે તે વગર ભજવતી હોય.

 
૪-૪૬

વખાર અથવા ગોડાઉન :- એટલે એવુ મકાન કે જે સંપૂર્ણ પણે/મુખ્યાંશે વખાર તરીકે વાપરવામાં આવતુ હોય કે વાપરવા માટે બનાવેલ હોય અથવા તેવા સમ પ્રકારના હેતુ માટે અને આ નિયમો મુજબ નિયત કરેલ હોય તેવા માત્ર ઘર વપરાશના કે જાહેર મકાન તરીકે કે દુકાન તરીકે જેનો ઉપયોગ થતો ન હોય.

Index  
4
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.