|
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ |
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ |
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના |
|
૮-નિરીક્ષણ
|
|
|
૮ |
|
નિરીક્ષણ :- |
|
૮-૧ |
સામાન્ય રીતે વિકાસ પરવાનગી અપાયેલ હોય તેવા દરેક વિકાસ એકમનું નિરીક્ષણ સત્તામંડળ કરી શકશે, અને અસામાન્ય હેઝર્ડીયસ કે સતત નીરિક્ષણ માગતા વિકાસ પર સત્તામંડળના ખાસ નિરિક્ષકો સતત નિરિક્ષણ કરી શકશે. |
|
|
|
૮-ર |
(ક) અરજદારે સત્તામંડળના અધીકૃત પદાધીકારીઓને યોગ્ય સમય દરમ્યાન જે પ્લોટ માટે વિકાસ કરવા કમેંસમેન્ટ સર્ટીફીકેટ આપેલ છે તે પર થતો વિકાસ આ વિનિયમો અનુસારજ છે તેનું
પરીક્ષણ કરવા પરવાનગી આપવાની રહેશે.
(ખ) બાંધકામ ચાલુ હોય તે દરમ્યાન મંજુર નકશાની એક નકલ વિકાસ એકમ સ્થળે ઉપલબ્ધ રાખવી જોઈશે.
(ગ) અરજદાર પરવાનેદાર સ્થપતી કે ઈજનેરની સહીથી નિયત કરેલ નમુના નંબર ૧૧ માં વિકાસ કામ પુર્ણ થયાની સત્તામંડળને લેખીત જાણ કરશે, સાથે ભોંયતળીયા પુરતાંજ વિકાસ એકમોના કિસ્સામાં પ્લીન્થ સુધીના બાંધકામ ચકાસણીનું સર્ટીફીકેટ રજુ કરશે વધુમાં પરવાનેદાર પ્લમ્બરનું પ્લમ્બીંગ કામ અંગેનું પ્રમાણપત્ર પણ સામેલ રાખવું જોઈશે. અરજદારે કોઈ પણ વિકાસ એકમનો કબ્જો કે ઉપયોગ ચાલુ કરતા પહેલા સત્તામંડળ પાસેથી કબ્જાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.
|
|
|
|
૮-૩ |
સત્તામંડળને જરૂરી હોય ત્યા નિરિક્ષણ અરજદાર દવારા જાણ થયાના સાત દિવસની અંદર કરવાનું રહેશે. ત્યાર બાદ અરજદાર મંજુર નકશા મુજબ જરૂરી કાર્યવાહી કરવા મુકત રહેશે. બાંધકામ અંગેના પ્રકરણોમાં સત્તામંડળ પ્રથમ નિરિક્ષણ દરમ્યાન જ મકાન મંજુર થયેલ પ્લાનને સુસંગત સ્થળે બાંધવામાં આવેલ છે તેની શકય તેટલી તપાસ કરી ખરાઈ કરશે. વિકાસ એકમનું આખરી નિરિક્ષણ કમ્પલીશન સર્ટીફીકેટ મળવાના ર૧ (એકવીસ) દિવસની અંદર સત્તામંડળ દવારા થવું જોઈએ. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|