Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
 
૧પ -સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તથા ઓછી આવકવાળા લોકો માટેની ગૃહનિર્માણ યોજના માટેના ખાસ વિનિયમો
 
૧પ -સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તથા ઓછી આવકવાળા લોકો માટેની ગૃહનિર્માણ યોજના માટેના ખાસ વિનિયમો :-
૧પ-૧
રૂપરેખા :-
સામાજીક અને આર્થિક રીતે પછાત વર્ગ તથા ઓછી આવકવાળા લોકો માટેની આ પ્રકારની ગૃહનિર્માણ યોજના સહકારી ગૃહનિર્માણ મંડળી, સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ, આ હેતુ માટેના નિયત કરાયેલ વિસ્તારમાં કરી શકાશે અને તે પ્રકારની યોજના માટે જ આ વિનિયમો લાગુ પડશે.
૧પ-ર
આયોજન :-

(૧)

આ પ્રકાનો વિકાસ નાના પ્લોટનાં સ્વરૂપમાં કે રો હાઉસીંગ પ્રકારની સમુહ ગૃહનિર્માણ યોજના સ્વરુપે થઈ શકશે.

(ર)
પ્લોટનું લઘુત્તમ અને મહત્તમ ક્ષેત્રફળ અનુક્રમે રપ ચોરસ મીટર (૩૦ ચોરસવાર) અને ૪૦ ચોરસ મીટર (પ૦ ચોરસવાર) જેટલું રહેશે. ફ્રન્ટ અને પાછળ બન્ને બાજુએ ૧.પ મીટર (પ') ના માર્જીન રાખવાના રહેશે.

(૩)

પ્લોટનો લઘુત્તમ ફ્રન્ટેજ ર મીટર (૬') નો હોવો જોઈશે અને તે ૧ર મીટર (૪૦') ની પહોળાઈથી વધુ પહોળા રસ્તા પર પરવાનગી પાત્ર રહેશે નહિ.

(૪)
૧૦ સતત પ્લોટના દરેક સમુહ બાદ ૩ મીટર (૧૦') ની આકાશ સુધીની ખુલ્લી જગ્યા રાખવાની રહેશે.
(પ)
આ પ્રકારનાં મકાનોમાં ભોંયતળીયા ઉપર વધુમાં વધુ એક જ મજલાની પરવાનગી મળી શકશે.
(૬)
કુલ જમીનનાં ક્ષેત્રફળના ૧૦ % લેખે કોમન પ્લોટ રાખવાનો રહેશે કોમન પ્લોટના ૧/૬ જેટલાં વિસ્તારમાં ભોંયતળીયા પુરતું જ આ ગૃહનિર્માણ યોજનાના વસાહતીઓ માટે લાયબ્રેરી, સ્કુલ, કોમ્યુનીટી હોલ કે અન્ય જાહેર હેતુ માટે બાંધકામ થઈ શકશે.
(૭)
બે મજલા ઉપરના થઈ કુલ ૧ર થી વધુ રો હાઉસ પ્રકારના મકાનો માટેના પ્લોટમાં પ્લોટના કુલ ક્ષેત્રફળના ૧૦ % જેટલો પ્લોટ કોમન પ્લોટ તરીકે અનામત રાખવાનો રહેશે.
૧પ-૩

અન્ય સામાન્ય બાંધકામ નિયમો :-

(૧)

પ્રવેશ માર્ગ કે લાગુ રોડની ઉચ્ચતમ સપાટીથી પ્લીન્થની ઉંચાઈ ૦.૩૦ મીટર (૧') રાખવાની રહેશે.

(ર)
(ક) જયાં રહેણાંકનો રૂમ કે બેડ રૂમ અલગ રાખવામાં આવ્યો હોય તેમાં તેનું ક્ષેત્રફળ ૮ ચોરસ મીટર (૧૦ ચોરસવાર) થી ઓછુ હોવું જોઈશે નહી અને કોઈ બાજુ ર.૪ મીટર (૮') થી ઓછી હોવી જોઈશે નહિ. જયાં રસોડું અલગ રીતે રાખવામાં આવેલ હશે ત્યાં તેનું ક્ષેત્રફળ પ.૪૦ ચોરસ મીટરથી ઓછું હોવું જોઈએ નહિ.
રસોડાની કોઈ બાજુ ૧.૮૦ મીટર (પ'-૬') થી ઓછી હોવી જોઈએ નહી.
પરંતુ રસોઈની જગ્યા સાથે વિવિધ ઉપયોગ સાથેનો એક જ રુમ રાખવામાં આવેલ હશે ત્યાં રુમનું ક્ષેત્રફળ ૧ર.પ૦ ચોરસ મીટરથી ઓછું હોવું જોઈશે નહિ. રુમની કોઈ બાજુ ર.૪૦ મીટર (૮') થી ઓછી હોવી જોઈશે નહી.
(ખ) (૧) સ્વંતત્ર સંડાસ તથા બાથરૂમ દરેકનું ૦.૯૦ ચોરસ મીટર હોવું જોઈશે અને તેની કોઈ બાજુ ૦.૯૦ મીટર (૩') થી ઓછી હોવી જોઈશે નહી.
(ર) સંડાસ અને બાથરૂમ સંયુકત રાખવામાં આવેલ હોય તે કિસ્સામાં તેનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ ૧.૮૦ ચોરસ મીટર (ર.૧૬ ચોરસવાર) હોવું જોઈશે.
(ગ) બાલ્કની રાખવામાં આવેલ હોય તો તેની પહોળાઈ ૧.ર મીટર (૪') થી વધુ રાખી શકાશે નહી અને તેને
પ્રવેશ માર્ગ કે રસ્તા પર પ્રોજેકટ કરી શકાશે નહિ.
(૩)
બાંધકામના એકમોની લઘુત્તમ ઉંચાઈ નીચે મુજબ રહેશે.
(ક) અ. રહેણાંક અને બેડરુમ. ર.૪ મીટર (૮')
બ. રસોડું ર.૪ મીટર (૮')
ક. સંડાસ બાથ ર.૦૦ મીટર (૬')
ડ. વરંડા ર.૦૦ મીટર (૬')
(ખ) ઢાળવાળું છાપરૂ સુચવવામાં આવેલ હોય તે કિસ્સામાં છાપરાની સરેરાશ ઉંચાઈ ર.૪ મીટર (૮') હોવી જોઈશે. અને લઘુત્તમ ઉંચાઈ ર મીટર (૬') હોવી જોઈશે.
(૪)
રહેણાંકના દરેક એકમમાં એક બારી અને સંડાસ બાથમાં વેન્ટીલેટર રાખવાનું રહેશે.
(પ)
દાદરની પહોળાઈ ઓછામાં ઓછી ૦.૬૦ મીટર (ર') ની રાખવાની રહેશે લાકડાનો દાદર પણ પરવાનગી પાત્ર રહેશે.
૧પ-૪

આંતરીક રસ્તા :-

આ પ્રકારના વિકાસમાં મોટર ટ્રાફીક રહેવાની શકયતા નહિવત હોવાથી પ્રવેશ રસ્તાની પહોળાઈ ૬ મીટર (ર૦') ની એકસરખી રીતે રાખવામાં આવશે તો પરવાનગી પાત્ર ગણાશે. આંતરિક અવજવ રસ્તા ૩ મીટર (૧૦') પહોળાઈનાં રાખી શકાશે.

૧પ-પ
ગટર વ્યવસ્થા :-
આ પ્રકારનો વિકાસ કરતી સંસ્થા વસાહતની અંદરની ગટર વ્યવસ્થા બનાવશે અને તેની વ્યવસ્થા કરશે. તેને શહેરની ગટર વ્યવસ્થા સાથે જોડી આપશે. જયાં શહેરની ગટર વ્યવસ્થા સાથે જોડાણ શકય ન હોય ત્યાં સોકપીટ બનાવવાના રહેશે.
Index  
15
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.