નગરપાલિકા || સ્થાપના

  જેતપુર સ્ટેટ અને જૂનાગઢ સ્ટેટ વચ્ચે કેટલાક ગામો મજમુ હતાં. કર્નલ ક્રીટીંજની સલાહ મુજબ તેના ભાગ પડતાં તેમાનો એક ભાગ જૂનાગઢને મળતાં ભાદર નદીના કાંઠે ઈ.સ. ૧૮૬પમાં નવાગઢ નામનું ગામ જૂનાગઢે વસાવ્યું અને તેની ફરતે ઈ.સ. ૧૮૭૯માં કિલ્લો બાંધી તેમાં સરકારી મકાનો બાંધી મહાલ(તાલુકા)નું મુખ્ય મથક બનાવ્યું. નવાબ મહોબતખાન ત્રીજાના સમયમાં તેના યુવરાજ દિલાવરખાનના નામે આ નવાગઢનું નામ દિલાવરગઢ પાડવામાં આવ્યું. ઈ.સ. ૧૮૮૪માં જેતલસર સુધીની રેલ્વેલાઈન થતાં દિલાવરગઢ રેલ્વે સ્ટેશન અસ્‍િતત્વમાં આવ્યું અને આઝાદી સુધી આ ગામ તથા સ્ટેશન દિલાવરગઢ તરીકે જ ઓળખાતા. ઈ.સ. ૧૯૪૭માં તે ફરી નવાગઢ થયું. આરઝી હકુમત અને જૂનાગઢનાં નવાબ વચ્ચેની લડતમાં આરઝી હકુમતના ઘણાં સેનાનીઓને નવાગઢની જેલમાં કેદ કરવામાં આવેલા. જેતપુર નગરપાલિકાની સ્થાપના ૧૯પ૦માં થયેલ છે. હાલમાં નવાગઢ ગામ જેતપુર નગરપાલિકા સાથે તા.ર૮-૧૧-૧૯૯પ ના રોજ ભળી જતાં જેતપુર-નવાગઢ નગરપાલિકા બનેલ છે.

જાહેર નિવેદન

    નગરપાલિકા પ્રજાની છે. પ્રજા માટે અને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ દવારા તેનો વહીવટ ચાલે છે. પ્રજાની રોજબરોજ સેવા કાર્યો દવારા પ્રજાની સર્વાંગી ઉન્નતિના ધ્યેયને પહોંચવામાં નગરપાલિકાને સક્રિય સહકાર આપી સહાયભૂત થવાનું આપનું કર્તવ્ય છે.

નગરપાલિકાનાં પ્રશ્નોમાં સવિશેષ રસ લઈને અગત્યના પ્રશ્નોને વેગ આપો જે કાર્ય સહુનું છે. તે બીજા કરી લેશે. આપણે નિષ્ક્રીય રહીશું તો ચાલશે તેવી ઉપેક્ષાવૃતિ ખંખેરી નાખો. આમ થાય તો કોઈ ધ્યેય સિધ્‍િધ નથી જે ન પ્રાપ્ત કરી શકાય. ઉઠો, જાગૃત થાઓ અને ધ્યેય પ્રાપ્‍િત કાર્યમાં ખભે ખભા મિલાવી સહાયભૂત થાઓ.

 
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.