૭) ડો. શ્રી જીવરાજાની જશવંતરાય વૃજલાલ : રાજીવ (તા. પ-૧-૧૯૪૩)
કવિ, વિવેચક. જન્મ ગારિયાધાર. ૧૯૬૬માં એમ. એ., ૧૯૭૯માં લોક સાહિત્યના વિષય પર પી. એચ. ડી., જેતપુરની બોસમિયા કોલેજમાં અધ્યાપક, શ્રી ગાયત્રી રેકી સેન્ટરના માનદ સંચાલક તથા પીએચ. ડી. નો અભ્યાસ કરતા વિધાર્થીઓના માર્ગદર્શક. એમણે અંકુર નામનો કાવ્યસંગ્રહ આપ્યો છે. વિવિધ સામાયિકોમાં એમની કેટલીક ગ્રંથ સમીક્ષાઓ પ્રગટ થઈ છે. હાલ રાજકોટ મુકામે નિવૃત જીવન.
૮) શ્રી કામદાર છોટાલાલ માનસિંગ ચક્રમ સૂર્યકાંત (તા. ૪-ર-૧૮૮૮ થી ૧૯૮૩)
ચરિત્ર લેખક અને અનુવાદક. વતન જેતપુર. પ્રાથમિક શિક્ષણ જેતપુરમાં, માધ્યમિક જેતપુર-જૂનાગઢમાં. ૧૯૧૬માં મેટ્રીક, ૧૯ર૦માં બી.એ. ૧૯ર૦ થી ૧૯ર૭ સુધી મુંબઈમાં વિભિન્ન ક્ષેત્રોમાં નોકરી તે દરમ્યાન ત્યાંજ પુસ્તક વિક્રેતા, સી. જમનાદાસની કાં ની સ્થાપના કરી. એમની ચરિત્રાત્મક કૃતિઓમાં બુધ્િધસાગર, રાજાજી, નેટેશન, ગાંધીજીના જીવન પ્રસંગો-ભાગ ૧ થી ૪ અને ભારતીય તેમજ વિદેશીય વિભૂતિઓના રોચક જીવન પ્રસંગોનું સંકલન - મને નિરખવા ગમે નો સમાવેશ થાય છે.
બૂકર ટી. વોશિંગ્ટનનું આત્મચરિત્ર (પૂર્વાધ) , ભારત ભકત ગોખલેના સંસ્મરણો એ એમણે કરેલા ભાષાંતરો છે. સામાન્ય જ્ઞાન વિષયક અને ખગોળ વિષયક એમના ગ્રંથોમાં જામનગરનું સૂર્યગ્રહણ , વિશ્વ દર્શન, જગતમાં જાણવા જેવું, વિશ્વની વિચિત્રતાઓ અને પ્રેરક કથાઓ વગેરે મુખ્ય છે.
૯) શ્રી આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ (તા. ૯-૯-૧૯૦૦ થી રપ-૧૧-૧૯૬પ)
જન્મ જેતલસરમાં. નવલકથાકાર, નાટયકાર, નવલિકાકાર, નિબંધકાર અને પત્રકાર. શાળા શિક્ષણ કચ્છ માંડવીમાં આથી ખલાસીઓ પાસેથી સાગર સાહસની કથાઓના અને પિતા પોલીસખાતામાં હોવાથી બારોટો, મીર, વાઘેરોના ટેક, સ્વાર્પણ અને જવામર્દીની કથાઓના સંસ્કાર પડયા. રાણપુરમાં હસનઅલી ખોજાના સૌરાષ્ટ્ર મિત્રમાં ૧૯ર૭માં જોડાયા. સૌરાષ્ટ્ર ના તંત્રી મંડળમાં ત્યાંથી ફૂલછાબ સાપ્તાહિકમાં તંત્રી તરીકે જોડાયા. ૧૯૪પમાં રણજીતરામ સુવર્ણ ચંદ્રકથી પુરસ્કૃત. એમની સાગર કથાઓમાં મુખ્ય દરિયાલાલ ઉતમ નવલકથા છે. આ ઉપરાંત ભગવો નેજો , સરફરોસ, હાજી કસમ તારી વીજળી ,રત્નાકર મહારાજ વિગેરે મુખ્ય છે.
૧૦) શ્રી હેમાણી ત્રિભોવન વિરજીભાઈ
ઉપનામો : ઝુકાનેવાલા, પાતળકેતુ, પ્રકૃતિ પૂજક, ન.ઈ.ણી.'
ચિત્રકાર અને સંપાદક. જન્મ જેતપુરમાં. વ.મો. શાહ : ટૂંકી જીવન સમીક્ષા અને ગુજરાતી તખલ્લુસો વગેરે એમના મૌલિક પુસ્તકો છે. વ.મો. શાહની તત્વ કથાઓ , વ.મો. શાહ જીવન સંદેશ , વ.મો. શાહનું રાજકારણ વગેરે એમના સંપાદનો છે.
૧૧) શ્રી વૃજલાલભાઈ બાપુજીભાઈ બારોટ
જન્મ જેતપુરમાં. લેઉઆ પટેલનાં વહીવંચા બારોટ. લેઉઆ પટેલોમાં વહીવંચા તરીકે નામના પ્રાપ્ત કરી. લેઉઆ પટેલોની અલગ - અલગ શાખાઓની વહીઓની રચના. સાહિત્ય જગતમાં અનેક કવિઓએ બાર માસાઓ આપેલા છે. પણ સાહિત્ય જગતના ઇતિહાસમાં તેઓશ્રીએ પ્રથમ વખત મુસ્િલમ બારમાસની રચના કરી જે આજ સુધી કોઈએ કરેલ નથી. આ એક રચના તેમને પ્રસિધ્િધ અપાવવા માટે પૂરતી છે.
|