શ્રી જી. કે. એન્ડ સી. કે.
બોસમિયા કોલેજ
શ્રી કમરીબાઈ હાઈસ્કૂલ
મહારાણી સાહેબા શ્રી કમરીબાઈ
મુખ્ય પોસ્ટ ઓફીસ
   
<<Previous     1    2   
જેતપુર-નવાગઢ || ઈતિહાસ || ગઈકાલ અને આજ

    એજ પ્રમાણે જૂનાગઢ રોડ પર આવેલ આજની બોસમિયા કોલેજ પોતાને ગૌરવપૂર્વક ભાદરના ગ્રેજયુએટ તરીકે ઓળખાવતા સર આદમજીએ બંધાવી હતી. શિક્ષણના આધુનિક સાધનો - સંદર્ભોથી સુસજજ વિશાળ બિલ્ડીંગમાં 'સરઆદમજી મુસ્‍િલમ હાઈસ્કુલ' ઈ.સ. ૧૯૪૧માં શરૂ કરેલી. જેમાં વિજ્ઞાનના સાઘનો સાથેની અઘતન લેબોરેટરી, અસંખ્ય સંદર્ભગ્રંથોથી સજજ આધુનિક લાયબ્રેરી, બે મોટા વિશાળ મધ્યસ્થ ખંડ, રમત-ગમત માટે મોટું મેદાન, તેમજ સુશિક્ષિત અને કાબેલ શિક્ષકગણ સહિતની આ હાઈસ્કૂલ હતી. આઝાદી પછી આ હાઈસ્કૂલનું મકાન લાંબા સમય સુધી બંધ પડયુ રહયું. ત્યારબાદ પૂ. ડોંગરેજી મહારાજની પ્રેરણાથી ત્યાં કોલેજની સ્થાપના થઈ, જે આજે[ બોસમિયા કોલેજ તરીકે ઓળખાય છે.

     દરબારશ્રી મૂળુવાળા સુરગવાળાના ધર્મપત્ની રાજમાતા શ્રીમતિ કમરીબાઈને તેમના પિયરપક્ષ તરફથી કરિયાવરમાં બે હજાર ગીની આપવામાં આવી હતી. રાજમાતા શિક્ષણપ્રેમી હોય તેમણે આ નાણાનો સદઉપયોગ કરવાનું વિચાર્યું. જેથી ઇ.સ. ૧૮૮૪માં એક સુંદર સ્કૂલ બનાવવામાં આવી. આ સ્કૂલની સાથે રાજમાતાની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે માટે તે શાળાને નામ આપવામાં આવ્યું - 'શ્રી કમરીબાઈ હાઈસ્કૂલ' આજ પર્યત તે સ્કૂલ ચાલુ છે. જેમાં જેતપુરનાં અનેક નામાંકિત સાહિત્યકારો, શિક્ષણવિદો , ડોકટરો, વકીલો અને ઉધોગપતિ - વેપારીઓએ અભ્યાસ કરી જીવનમાં સફળતા મેળવેલી છે. એ જ રીતે કમરીબાઈના બહેન અને દરબારશ્રીના બીજા પત્ની રાણી સાહેબા સોમાબાઈબહેનની સ્મૃતિમાં પીઠડિયામાં શ્રી સોમાબાઈ પ્રાથમિક શાળા બનાવવામાં આવેલ છે.

     ભાદર નદીમાં વીરડા ગાળી સ્વચ્છ પાણીની હેલ ભરી આવતી પનિહારીઓને ચાલવા માટેનો રસ્તો ખાડા-ટેકરાવાળો હતો તેથી પનિહારીઓને આ રસ્તે ચાલવામાં ઘણી જ તકલીફ પડતી. તેમની આ તકલીફ રૈયતની સુખાકારીનું ધ્યાન રાખનાર દરબારશ્રી મુળુવાળાના ધ્યાનમાં આવતાં તેમણે આ રસ્તા પર કાળા પથ્થરની લાદીઓ બિછાવી રસ્તો ચાલવા લાયક બનાવ્યો. આ રીતે અસ્‍િતત્વમાં આવ્યો 'લાદી રોડ' લાદી રોડ

     ??? ?? જીનપ્લોટ હતી. હાલ ત્યાં જીનનો કૂવો આવેલો છે. જીનના મેદાનની ઉતર બાજુએ જમાઈવાડો હતો. એ સમયે જેતપુરમાં મેમણ લોકોની વસ્તી ખૂબ હતી. આવા એક શ્રીમંત મેમણને સાત દીકરીઓ હતી. પોતાની વ્હાલસોયી દીકરીઓ નજરથી અળગી ન રહે તે માટે એવાજ કોઈ સાત ભાઈઓ સાથે તે દીકરીઓના લગ્ન કરાવી બધાને ઘરજમાઈ રાખી રહેવા માટે એક સરખા ઘાટના અલગ-અલગ મકાન બનાવી આપ્યા. કદાચ સમગ્ર ગુજરાતમાં ઉભી થયેલી આ પ્રથમ સોસાયટી હશે જેમાં ભાઈચારાની નહી, પરંતુ સાઢુભાઈચારાની લાગણીથી બધા સંપીને રહેતા હતાં. તેથી જ આ સ્થળ કે સોસાયટીનું નામ ' જમાઈવાડો' એવું પડેલું.

<<Previous     1    2   
 
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.