ગ્રીન બેલ્ટ
પુનિતવન નવગ્રહ
નવગ્રહ વન
   
<<Previous    1    2
શહેરી વિકાસ વર્ષ - ર૦૦પ વર્ષ અન્વયે વન વિભાગની પ્રવૃતિઓ
   

   ૧) ગ્રીન બેલ્ટ

���� આ યોજના હેઠળ શહેરમાંથી પસાર થતા મુખ્ય અને આંતરિક માર્ગોની બન્ને બાજુએ ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષ ઉછેર કરેલ છે. વૃક્ષોના રક્ષણ માટે ટ્રી ગાર્ડ (પીંજરા) વન વિભાગ ધ્વારા મુકવામાં આવેલ છે. ઉપરાંત જેતપુર-નવાગઢ નગરપાલિકા ધ્વારા લોક સહયોગથી ૩૧પ ટ્રી ગાર્ડ પણ મુકવામાં આવેલ છે.

   ર) પુનિત વન


     ભારતીય સંસ્કૃતિ અરણ્યક સંસ્કૃતિ છે. આપણા પૂર્વજો પ્રકૃતિના ખોળે ઉછર્યા તેને ઓળખી - પિછાણી અને તેનું મહત્વ સમજયા. આપણે વૃક્ષોને દેવ ગણી પૂજયા, કારણ જીવન ચક્રમાં આપણે અને વૃક્ષો એકબીજાના પૂરક છીએ. આપણું જીવન એમના પર નિર્ભર છે, અનેક રીતે, આધ્યાત્‍િમક રીતે અને ભૌતિક રીતે પણ.

    વૃક્ષોની માનવ જીવન પર સીધી અસર છે. આજના અર્વાચીન વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, અલોપેથિક, હોમીયોપેથિક કે બાયોકેમીકલ દવાઓ વૃક્ષ આધારિત છે, તે સર્વવિદિત છે. ઉપરાંત આપણે જાણીએ છીએ કે વૃક્ષો પણ જીવ અને પ્રકૃતિના સંબંધની ઘનિષ્ટતા પુન:સ્થાપિત થાય, આપણી પ્રકૃતિ તથા વૃક્ષવિજ્ઞાન આપણા સમાજથી જોડાયેલા રહે, આ ઉદ્દેશથી પુનિત વન તૈયાર કરવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે. પુનિત વનમાં બિલિના વૃક્ષથી શિવ લિંગ આકાર લઈ રહેલ છે. જયારે નક્ષત્રો, રાશિઓ અને ગ્રહોને ધ્યાનમાં રાખી વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલ છે. આ સમગ્ર વૃક્ષવાટિકાને ''પુનિતવન'' નામ આપવામાં આવેલ છે.

   ૩) નવગ્રહ વન

    અવકાશમાં ખડકાળ ક. વાયુમય પીંડો કે જે સૂર્ય પ્રકાશે ચમકે છે અને તારાઓ કરતા ઘણા નજીકના અંતરે છે, જેને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ.

    જયોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય, ચંન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એમ નવ ગ્રહો ગણવામાં આવ્યા છે. ગ્રહોના જુદા જુદા નક્ષત્રોમાં ભ્રમણનો માનવ જીવન પર પ્રભાવ પડે છે. જેના પ્રભાવ અનુકૂળ કે પ્રતિકૂળ હોઈ શકે. ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવના નિવારણના અનેક ઉપાયો પૈકી વૃક્ષ ઉપાસના પધ્ધતિ પણ છે.

   ૪) પંચવટી

પાંચ પવિત્ર, છાયાવાળા, ઘટાદાર વૃક્ષોના સમૂહને પંચવટી કહેવામાં આવે છે. પૌરાણિક ગ્રથોમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ તત્વોને સૃષ્‍િટના નિર્માણના ઘટક તત્વો ગણવામાં આવેલ છે. તેજ રીતે માનવ શરીરની પાંચ જ્ઞાનેન્‍િદ્રયો ત્વચા, ચક્ષુ, નાસિકા, જિહવા અને કર્ણ ગણાય છે. તેજ રીતે પંચવટીમાં પિપળો, આમળા, અશોક, વડ અને બિલિ પર્યાવરણીય પૂર્ણતાના પ્રતિકો છે. પંચવટીના પર્યાવરણ પૂર્ણતાના પ્રતિક સમાન, પિપળો અન્ય વૃક્ષોના પ્રમાણમાં વધુ પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે. આમળા સર્વોત્તમ ઔષધિ, અશોકા શોક દૂર કરનાર, વડ શીતળ છાંયો આપનાર, બિલિ વાતાવરણને સુગંધિત કરનાર છે. શાસ્ત્રો પ્રમાણે આ પાંચ પવિત્ર વૃક્ષોની વાટીકાનું વિધિવત નિર્માણ માનવ જાતિ માટે કલ્યાણકારી છે.

   પ) ચરક વન   

   પહેલા દર્શાવ્યા મુજબ વનો આધારિત ઔષધિઓની ઓળખથી સામાન્ય જન વિદિત થાય ઉપરાંત સ્થાનિક સ્‍િથતિમાં ઉગતી, વનસ્પતિઓની ઓળખાણ સામાન્ય જનને મળી રહે તે હેતુથી ચરકવનનું આયોજન કરવામાં આવેલ છે. જેથી સ્થાનિક વનસ્પતિઓની ઓળખ મળે અને સામાન્ય બીમારીઓમાં ડોકટરો પાસે ખર્ચ કરીને જવાને બદલે ઘરમેળે પોતાની જરુરીયાત મુજબની ઔષધિ મેળવી શકે તે હેતુથી ચરકવનનું નિર્માણ કરવામાં આવેલ છે.

   ૬) સ્મૃતિ વન

      વૃક્ષ ઉછેર - બાળ ઉછેર જેટલું કપરુ તથા નાજુક કામ છે. પણ આપણા હાથે વવાયેલું - ઉછરેલું વૃક્ષ ઘેઘુર બની છાંયો આપે - સુગંધ આપે અને ફળોથી લચી પડે ત્યારે જે આનંદ અને આત્મ સંતોષ મળે તે સ્વર્ગીયસુખ છે. વૃક્ષ ઉછેર એ સૌથી મોટું પુણ્યકાર્ય છે. પર્યાવરણ જાળવણીમાં યોગદાન આપ્યાનો સંતોષ છે. આવી સ્મૃતિ દરેક વ્યકિતને પોતાના પરિશ્રમથી વૃક્ષ ઉછેરની પ્રેરણા આપે છે. પોતાના નામે કે પોતાના આત્મીય વ્યકિતની યાદ માટે આવા સ્મૃતિવનમાં વ્યકિત સ્વહસ્તે, સ્વપરિશ્રમથી વાવણી કરેલ વૃક્ષનો ઉછેર અને સંભાળ જીવનપર્યત લઈ સ્મૃતિઓને જીવંત રાખી શકે અને તે બહાને નિસર્ગની જાળવણીમાં સહયોગી બની શકે.

 

<<Previous    1    2
 
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.