જેતપુર દરબાર
સાહેબશ્રી મુળુવાળા સાહેબ
જેતપુર દરબાર
સાહેબશ્રી મુળુવાળા સાહેબ
ગોંડલ દરવાજો
ધોરાજી દરવાજો
જેતપુર સ્ટેટ રાજચિહથન
જેતપુર સ્ટેટ રાજમુદ્રા
રેલ્વેનો પુલ
સૂર્યમંદિર - ધારેશ્વર
શ્રી સોમાભાઈ સ્કૂલ
   
<<Previous    1    2
જેતપુર-નવાગઢ || ઈતિહાસ || ઈતિહાસ-સ્થાપત્ય

 

જેતપુર દરબાર સાહેબશ્રીમુળુવાળા સાહેબ

        જેતપુરના રાજવી શ્રી મુળુવાળા સાહેબનો જન્મ ઈ.સ. ૧૮૩૭ માં થયો હતો. દ. શ્રી. મુળુવાળા સાહેબ સારાં વહીવટ કુશળ રાજવી હતાં તેમની યશસ્વી કારકીર્દી ચૌતરફ કાઠીયાવાડમાં ફેલાઈ હતી. તેઓ ઉજજવળ પ્રતિભા ધરાવતા હોવાના ભાગ રૂપે ઈ.સ. ૧૯ર૮માં અંગ્રેજોએ સી.આઈ.ઈ. ના ઈલ્કાબથી વિભુષ‍િત કર્યા હતાં. આવા બિરૂદો ’રાજાશાહી’ યુગમાં ’કલગી’ રૂપ ગણાતાં. દરબારશ્રી મુળુવાળા સાહેબ જેતપુર તાલુકા કોર્ટના પણ આજીવન મેમ્બર હતાં. જે તાલુકા કોર્ટનું મકાન ’જૂની કોર્ટ’ તરીકે ઓળખાય છે. અને આજે પણ હયાત છે.

        દરબાર શ્રી મુળુવાળા સાહેબ ની ઉદારતા તથા ધાર્મિક આસ્થા ઉમદા હતી. દરબાર સાહેબે ત્રણ જુદા જુદા સમયે ’ચોર્યાસી’ નામનો યજ્ઞ પંડીતો પાસે કરાવેલ અને આ યજ્ઞ સમયે જેતપુરની વસતી અંદાજે ૩૦ હજારની હોવાનું મનાય છે. આ રાન પરિવારનું નિવાસસ્થાન વિક્રમશીબાપુના ગઢથી પ્રખ્યાત હતો જે આજે પણ સ્વામીનારાયણ મંદિરની સામે આવેલો છે. દરબાર સાહેબ દવારા નિર્માણ મહેલ, શિવાલયો, મંદિરો, ધર્મશાળાઓની યાદી ઘણી છે. આ બધી જ સખાવતો પ્રજાપર્ણ તે સમયે કરવામાં આવેલી.

સ્થાપત્ય

દરવાજા અને બારીઓ

એક કાળે જેતપુરમાં ગઢને ફરતે કુલ પાંચ દરવાજા અને બે બારીઓ હતી. જેમાં

૧) ગોંડલ દરવાજો - જયાંથી ગોંડલ તરફ જવાતું,
ર) ધોરાજી દરવાજો - જયાંથી ધોરાજી તરફ જવાતું,
૩) નવો દરવાજો - ત્યાંથી મોઢવાડી અને ભમરીયા તરફ જવાતું,
૪) જૂનાગઢ દરવાજો - જગાવાલાના પરા પાસે જૂના મહાજનવાડા પાસે હતો.
પ) બોખલો દરવાજો

આમ કુલ પાંચ દરવાજા હતા. તેમજ ચાંપરાજની બારી અને લક્ષમણવાળાની બારી એમ બે બારીઓ હતી.

પરા

   જેતપુરને ફરતે બાર પરા હતાં. તેમાં પાંચ મોટા અને સાત નાના પરા હતાં. તેમાં ભીલપરું, ખીજડાપરું, કંગાલપરું, ખોડપરું, જગાવાળાનું પરું , બાવાવાળાનું પરું, સુરગવાળા પરું, લખુભાઈ પરું, નાજાવાળા પરું, કુંભારપરું, ખાંટપરું એ મુખ્ય પરા હતાં.

રેલ્વેનો પુલ

    જેના કાંઠે જેતપુર વસેલું છે તે પુરાણ પવિત્ર ભાદર નદી (ભદ્રાવતી) એ બીજી નદીઓ કરતાં મોટી નદી હતી અને હાલ આ નદીમાં જયાં રેલ્વેનો પુલ છે તેની પાસે એક મોટો ધોધ હતો અને તેના પાણીના જોરથી કપાસ પીલવાના ત્રણ ચરખા ચાલતા. તેને જળચકકી કહેતા. ત્યાંથી છેક કુતિયાણા સુધી નદીમાં વહાણો ચાલતાં અને તે દવારા વેપાર તેમજ મુસાફરી થતી.

      ભાદર નદી ઉપર જે રેલ્વે પુલ આવેલો છે તે દરબાર સાહેબશ્રી મુળુવાળા સાહેબના સમયમાં બંધાયો હતો. જેના ખર્ચમાં દરબાર સાહેબ ઉપરાંત ગોંડલનાં સર ભગવતસિંહ બાપુ તેમજ જુનાગઢનાં નવાબ સાહેબનો પણ ફાળો છે. આ પુલનુ ઈજનેરી કામ કરનાર રોબર્ટ બુથ નામનાં અંગ્રેજ હતાં. ઈ.સ. ૧૮૭૪માં આ કાર્યની શરૂઆત થઈ હતી. એ પુલ આજે પણ હયાત છે.

સૂર્ય મંદિર

    જેતપુરના દ. : શ્રી મુળુવાળા સુરગવાળા (સી.આઈ.ઈ.) પ્રજા વત્યલ્ય રાજવી અને સૂર્ય ઉપાસક હતાં. કાઠી ક્ષત્રિયો આદી અનાદીની પ્રાચીન સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય, સુર્ય પૂજા કરવા માટે ઈ.સ. ૧૯૧પની આસપાસ રાજકોટ રોડ, ધારેશ્વર પાસે બંધાયેલું આ ધારેશ્વર સુર્યમંદિર વાળા વંશના રાજવીઓને રાજાશાહી યુગનું નજરાણું ગણી શકાય તેવો બેનમૂન સ્થાપત્ય કલાનો આ વારસો છે. આ મંદિર બાંધકામ માટે રબારીકા ગામની ખાણોનાં પથ્થરો વડે નિર્માણ થયેલ છે. આ પથ્થરોમાં લુણો લાગતો નથી, તથા ઉતમ કોતરણી છે.
     દ.: શ્રી મુળુવાળાએ આ સૂર્યમંદિર બાંધતાં પહેલા ભૌગોલિક બાબતોનો ખાસ ખ્યાલ રાખેલ હતો કે, આ દેવળ માહેની બિરાજમાન મુર્તિઓ ઉપર શ્રી સૂર્યનારાયણ ભગવાનનાં પ્રથમ કિરણો પડે તે માટે સુર્ય ગતિ તથા ધરતીની ઉંચાઈ ચોકકસ પ્રમાણસર રાખવામાં આવેલી છે. તે સમયે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાજય જયોતિષ વેદ અભ્યાસુ સ્વ. દલપતરામ જોષીનાં શાસ્ત્રોકત પઠનવડે કરવામાં આવેલ. આ સુર્યમંદિરનાં ગર્ભ ગ્રહ માહેની તે સમયની મૂર્તિઓમાં સાત ઘોડાઓના રથવાળી આરસની મૂર્તિઓ હતી. તથા મંદિરનાં બહારનાં - અંદરનાં ભાગે અનેક મૂર્તિઓ પથ્થરની છે.જે દરેકની નીચે નામ કોતરાયેલા છે. જેમાં વાલખીલ, ચિંતામણી, શોકમણી વિગેરે જેવાં શાસ્ત્રોકત અર્થસભર નામો કંડારાયેલા છે. મંદિર ઉપર શંકુ આકારે વિશાળ શીખર છે.

શ્રી સોમાભાઈ સ્કૂલ

જેતપુરનાં રાજમાતા શ્રીમતી કમરીબાઈ જેતપુર દ. : શ્રી મુળુવાળા સુરગવાળા સાહેબના પત્ની હતાં. અન્ય એક રાણી સાહેબા સોમબાઈ પણ દ.: શ્રીના રાણી હતાં અને શ્રીમતી કમરીબાઈના બહેન થતાં, જેનાં નામથી શ્રી સોમભાઈ સ્કુલ આજે પીઠડીયા મુકામે પ્રાથમિક શાળા છે. શ્રી કમરીબાઈને કરીયાવરમાં બે હજાર ગીની આપવામાં આવી હતી. તેણી શિક્ષણના હિમાયતી હતાં. આ રૂપિયાનો સદઉપયોગ કરવા તેમણે જેતપુરમાં સને ઈ.સ. ૧૮૮૪માં સ્કૂલ બનાવી. અંગ્રેજ સરકારનાં તે સમયે પશ્‍િચમ પ્રાંતનાં પોઈટીકલ એજન્ટ શ્રી મીક સાહેબ હતાં. તેમનાં હસ્તે આ હાઈસ્કૂલનું મકાન ખુલ્લુ મુકાયુ હતું તે સમયે જેતપુરમાં એક જ હાઈસ્કૂલ પ્રથમ બની હતી, જેમાં ભાઈઓ-બહેનો સાથે જ અભ્યાસ કરતાં, અને આ સ્કૂલ પ્રથમ મીડલ સ્કુલ તરીકે ઓળખાતી. પ્રથમ આચાર્ય શ્રી બી. કે.કેઠેગ્રી તારીખ : ર૧-૪-૧૯૩૩ સુધી હતાં.

આ સ્કુલમાં વડીયા દરબારશ્રી બાવાવાળા સાહેબ તરફથી સ્કોલરશીપ આપવામાં આવતી. આ હાઈસ્કૂલ અણમોલ સાંસ્કૃતિક વારસો છે. આ કમરીબાઈ હાઈસ્કૂલમાં——ધૂમકેતુˆˆ (ગૌરીશંકર જોષી) જન્મ તારીખ : ૧ર-૧ર-૧૮૯ર વતન-વિરપુર જેવાં પ્રથમ પંકિતનાં કવિવર અહીં અભ્યાસ કરી ચૂકયા છે.

 

<<Previous    1    2
 
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.